Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સગાઈની અફવાઓ પર રશ્મિકા મંદાનાએ કહ્યું: "હું બધા અભિનંદન સ્વીકારું છું."

વિજય દેવરકોંડા સાથે સગાઈની અફવાઓ પર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ રહસ્યમય પ્રતિક્રિયા આપી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને અભિનંદન અપાતા તેણે સ્મિત સાથે કહ્યું, "હું તમારા અભિનંદન સ્વીકારું છું." તેના આ જવાબે ફેબ્રુઆરી 2026માં લગ્નની અટકળોને વધુ બળ આપ્યું છે, જે ચાહકોમાં ઉત્સુકતા વધારી રહ્યું છે.
સગાઈની અફવાઓ પર રશ્મિકા મંદાનાએ કહ્યું   હું બધા અભિનંદન સ્વીકારું છું
Advertisement
  • રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈની અફવાઓ તેજ (Rashmika Vijay Deverakonda Engagement)
  • રશ્મિકાએ 'સગાઈ'ના અભિનંદન પર રહસ્યમય જવાબ આપ્યો
  • રશ્મિકાએ હસીને કહ્યું: 'હું તમારા અભિનંદન સ્વીકારું છું'
  • અફવાઓ મુજબ બંનેએ ગુપચુપ સગાઈ કરી લીધી
  •  આ પ્રકારના જવાબથી રશ્મિકાએ ઇન્ટરવ્યુમાં પણ સસ્પેન્સ વધાર્યું 

Rashmika Vijay Deverakonda Engagement : સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને અભિનેતા વિજય દેવરકોંડા (Vijay Deverakonda) ની સગાઈના સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે બંને કલાકારોએ ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે, જેમાં તેમના માત્ર નજીકના લોકો જ હાજર હતા, અને તેઓ ફેબ્રુઆરી 2026 માં લગ્ન કરી શકે છે. હવે આ અફવાઓ પર રશ્મિકા મંદાનાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે, અને તેના રહસ્યમય જવાબે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

'હું તમારી અભિનંદન સ્વીકારું છું...'(Vijay Deverakonda Dating)

રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ 'થામા'ના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં હાજર હતી. જ્યારે એક પત્રકારે તેમને તેમની "સગાઈ" માટે અભિનંદન આપ્યા, ત્યારે રશ્મિકાએ હસીને એક રહસ્યમય જવાબ આપ્યો: "હું તમારા અભિનંદન સ્વીકારું છું." અભિનેત્રીનો આ હળવો અને સસ્પેન્સ વધારનારો જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

Advertisement

Advertisement

ઇન્ટરવ્યુમાં પણ વધાર્યું સસ્પેન્સ (Rashmika Mandanna Thama)

આ ઉપરાંત, એક ઇન્ટરવ્યુમાં જ્યારે હોસ્ટે તેમને અભિનંદન પાઠવ્યા, ત્યારે રશ્મિકા શરૂઆતમાં આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી શરમાઈને હસી પડી. જ્યારે ઇન્ટરવ્યુઅરે સ્પષ્ટતા કરી કે અભિનંદન તેમની નવી પરફ્યુમ લાઇન માટે હતા, ત્યારે રશ્મિકાએ મજાકમાં કહ્યું, "ના, ના... ખરેખર તો ઘણું બધું ચાલી રહ્યું છે. તેથી હું તમારા બધા અભિનંદન સ્વીકારીશ." આ જવાબથી વિજય દેવરકોંડા સાથેના તેના સંબંધોની અફવાઓને વધુ બળ મળ્યું છે.

રિંગ્સ દેખાતા અટકળો થઈ તેજ (Geetha Govindam Couple)

રશ્મિકા અને વિજયે અગાઉ 'ગીતા ગોવિંદમ' (2018) અને 'ડિયર કૉમરેડ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ઑન-સ્ક્રીન તેમની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી હતી, ત્યારથી જ તેમના રિલેશનશિપની અટકળો થતી રહી છે. તાજેતરના મહિનાઓમાં વિજય દેવરકોંડાને આંગળીમાં રિંગ પહેરેલા અને રશ્મિકાને પણ એક વીડિયોમાં ડાયમંડ રિંગ પહેરેલી જોવામાં આવી હતી. આ દ્રશ્યોએ સગાઈના સમાચારોને વધુ વેગ આપ્યો હતો.

વર્ક ફ્રન્ટ પર વ્યસ્ત રશ્મિકા ( Bollywood Tollywood Couple)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા મંદાના જલ્દી જ 'થામા' ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ હૉરર-કૉમેડી ફિલ્મ દિવાળીના અવસરે 21 ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત પણ રશ્મિકા અન્ય ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : VocalForLocal ની ઝૂંબેશમાં સેલિબ્રિટી જોડાયા, લખ્યું, 'નાની દુકાનધારક પાસે મોટું દિલ હોય'

Tags :
Advertisement

.

×