Ravi Teja : તેલુગુ અભિનેતા રવિ તેજાના પિતા ભૂપતિરાજુ રાજગોપાલ રાજુનું નિધન!
Ravi Teja father passes: તેલુગુ અભિનેતા રવિ તેજાના પિતા(Ravi Teja's father) ભૂપતિરાજુ રાજગોપાલ રાજુનું મંગળવાર (૧૫ જુલાઈ) રાત્રે 90 વર્ષની વયે અવસાન થયું. અહેવાલો અનુસાર, રાજગોપાલનું હૈદરાબાદમાં અભિનેતાના નિવાસસ્થાને અવસાન થયું. રાજગોપાલના મૃત્યુના સમાચાર તેમના પરિવાર અને મિત્રો માટે ભારે આઘાત સમાન હતા. અંતિમ સંસ્કાર અને અગ્નિસંસ્કાર અંગે વધુ વિગતોની હાલમાં રાહ જોવાઈ રહી છે.
હૈદરાબાદમાં તેમણે લો-પ્રોફાઇલ જીવન જીવ્યું
રાજગોપાલ રાજુ એક ફાર્માસિસ્ટ હતા અને તેમના પુત્ર રવિ તેજાના સ્ટારડમ છતાં હૈદરાબાદમાં તેમણે લો-પ્રોફાઇલ જીવન જીવ્યું. તેઓ અને તેમની પત્ની ભાગ્યે જ જાહેરમાં દેખાયા હતા. ભૂપતિરાજુ રાજગોપાલ રાજુ આંધ્રપ્રદેશના જગ્ગમપેટાના વતની હતા.
પુત્ર અને પિતા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો
રાજગોપાલ રાજુના પરિવારમાં તેમની પત્ની રાજ્ય લક્ષ્મી અને બે પુત્રો રવિ તેજા અને રઘુ રાજુ છે. તેમના પુત્ર ભરત રાજુનું થોડા વર્ષો પહેલા કાર અકસ્માતમાં અવસાન થયું હતું. રવિ તેજાએ 2021 માં ફાધર્સ ડે પર તેમના પુત્ર અને પિતા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
Ravi Teja's father passed away
Hero Ravi Teja's father, Rajagopal Raju (90), passed away last night. He breathed his last at Ravi Teja's residence in Hyderabad.#OmShanthi pic.twitter.com/WmIY4xJ3yd
— Ramesh Bala (@rameshlaus) July 16, 2025
આ પણ વાંચો -Film Ramayanaam: ફિલ્મ 'રામાયણ' જાણો કેટલા કરોડમાં બની, પહેલી વાર AIનો ઉપયોગ કરવામાં આવ્યો
રવિ તેજાએ ધાર્મિક વિધિ માટે રાજા લીધી
યાન, રવિ તેજા તેમની આગામી ફિલ્મ 'માસ જથારા' ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે, જે 27 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. શૂટિંગ પૂર્ણ થયા પછી, ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમના પિતાના અવસાન પછી, રવિ તેજાએ તેમના ધાર્મિક વિધિઓ કરવા માટે કામમાંથી થોડો સમય રજા લીધી હતી.
આ પણ વાંચો -Entertainment: ગાયક Rahul Fazilpuria પર ફાયરિંગ બાદ પોલીસ તપાસ શરુ
છેલ્લે 'મિસ્ટર બચ્ચન'માં જોવા મળ્યા હતા
રવિ તેજા અને તેમના પરિવારના સભ્યોએ હજુ સુધી રાજગોપાલના મૃત્યુ અને અન્ય વિગતો અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. રવિ તેજા અને તેમનો પરિવાર રાજગોપાલ રાજુના અવસાનથી ખૂબ જ દુઃખી છે. તેમના ચાહકો અને શુભેચ્છકો આ દુઃખની ઘડીમાં તેમની સાથે છે. તમને જણાવી દઈએ કે, તેઓ છેલ્લે 'મિસ્ટર બચ્ચન'માં જોવા મળ્યા હતા. જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી.


