Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rekha-દિવાનગી હો તો ઐસી…

Rekha અને અમિતાભ બચ્ચનના અફેયર (Bollywood Actress Rekha And Actor Ambitabh Bachchan Affair)ની ચર્ચા કોઈ નવી વાત નથી. વર્ષો બાદ આજે પણ બંનેના મનના કોઈ ખૂણે એકબીજા માટે કૂણી લાગણી તો ઝલકાઈ જ જાય છે. રેખાજીની વાત કરીએ તો અત્યાર...
rekha દિવાનગી હો તો ઐસી…
Advertisement

Rekha અને અમિતાભ બચ્ચનના અફેયર (Bollywood Actress Rekha And Actor Ambitabh Bachchan Affair)ની ચર્ચા કોઈ નવી વાત નથી. વર્ષો બાદ આજે પણ બંનેના મનના કોઈ ખૂણે એકબીજા માટે કૂણી લાગણી તો ઝલકાઈ જ જાય છે. રેખાજીની વાત કરીએ તો અત્યાર સુધી અનેક વખત તેઓ બિગ બીને લઈને પોતાની લાગણીઓ ખુલીને વ્યક્ત કરી ચૂક્યા છે તો બિગ બી જાહેરમાં આ વિશે કંઈ પણ બોલવાનું ટાળે છે.

Rekhaએ પરિણીત પુરુષને પ્રેમ કરવાને લઈને પોતાના વિચારો સિમી ગ્રેવાલના ચેટ શોમાં વ્યક્ત કર્યા હતા. રેખાનો આ વીડિયો જોઈને જયા બચ્ચન શું રિએક્શન આપે છે ?

Advertisement

શું કહ્યું રેખાએ…?

રેખા અને અમિતાભની એક વાત તો માનવી પડે કે તેમણે ક્યારેય પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી એ જ રીતે ક્યારેય આ સંબંધને નકાર્યો પણ નથી. રેખા અને અમિતાભ બચ્ચને આશરે 10 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને રેખાએ સિમી ગ્રેવાલના ચેટ શો પર પણ પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો.

Advertisement

નેશનલ ટેલિવિઝન પર Rekha પોતાની અધૂરી પ્રેમકહાનીને લઈને એવું કંઈક બોલી ગયા હતા કે જે સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકો હેરાન-પરેશાન રહી ગયા હતા. વાત જાણે એમ છે કે રેખા જ્યારે રિયાલિટી સિંગિગ શો ઈન્ડિયન આઈડલ પર પહોંચ્યા હતા એ સમયે રેખાએ પોતાના મસ્તીવાળા અંદાજમાં અધૂરી પ્રેમ કહાની વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

યે લગા સિક્સર

શોના હોસ્ટ જય ભાનુશાલીએ ઉપસ્થિત જજને પૂછ્યું હતું કે “ રેખાજી, શું તમે ક્યારેય કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પાગલ મહિલાને જોઈ છે?”આ સવાલના જવાબમાં એક પણ ક્ષણ ગુમાવ્યા વિના રેખાએ જયને જવાબ આપ્યો હતો કે મને પૂછો ને…Rekha નો આ જવાબ સાંભળીને હાજર તમામ લોકો હસી પડે છે. રેખાજીનો આ જવાબ સાંભળીને હોસ્ટ જય શાહે કહ્યું હતું કે શું વાત છે યે લગા સિક્સર…આ જ શોમાં રેખાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મારી લાઈફમાં કોઈ વાતનો પસ્તાવો નથી, ફરિયાદ નથી…

રેખાનો આ જવાબ સાંભળીને જયા બચ્ચને શું રિએક્શન આપ્યું હશે? એની તો કલ્પના જ કરવી રહી. પણ એક વાત તો છે કે રેખાએ પ્રેમને જાહેરમાં શોમાં સ્વીકારવાની હિંમત દેખાડીને એક વાત તો સાબિત કરી દીધી કે ”ભાઈ, દિવાનગી હો તો ઐસી…”

આ પણ વાંચો- Malaika Arora-લગ્ને લગ્ને કુંવારી

Advertisement

.

×