Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંઈ બાબાનો રોલ કરનાર અભિનેતા સુધીર દલવી સેપ્સિસ સામે ઝઝૂમ્યા; મદદ માટે વિનંતી

બોલિવૂડ અને ટીવીના પીઢ અભિનેતા સુધીર દલવી, જેઓ 'શિરડી કે સાંઈ બાબા' અને 'રામાયણ' માં ઋષિ વશિષ્ઠના પાત્રથી જાણીતા છે, તેઓ હાલમાં સેપ્સિસની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેમની સારવારનો ખર્ચ ₹10 લાખ વટાવી ગયો છે. આર્થિક તંગીને કારણે, તેમના પરિવારે સારવાર માટે ફિલ્મ જગત અને સામાન્ય જનતા પાસે ₹15 લાખની મદદ માટે વિનંતી કરી છે.
સાંઈ બાબાનો રોલ કરનાર અભિનેતા સુધીર દલવી સેપ્સિસ સામે ઝઝૂમ્યા  મદદ માટે વિનંતી
Advertisement
  • 'સાંઈ બાબા' ફેમ સુધીર દલવી સેપ્સિસને કારણે હોસ્પિટલમાં (Sudhir Dalvi Financial Help)
  • પીઢ અભિનેતા સુધીર દલવી સેપ્સિસની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે
  • લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલુ, ખર્ચ રૂ.10 લાખ વટાવી ગયો
  • પરિવારે સારવાર માટે રૂ.15 લાખની આર્થિક મદદની અપીલ કરી
  • 'શિરડી કે સાંઈ બાબા' અને 'રામાયણ' માં ઋષિ વશિષ્ઠનો રોલ ભજવ્યો હતો

Sudhir Dalvi Financial Help : બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા સુધીર દલવી (Sudhir Dalvi Health Update) હાલમાં ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સેપ્સિસ (Sepsis) નામની ગંભીર બીમારીના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રૂ.15 લાખની આર્થિક મદદ (Sudhir Dalvi Financial Help)

રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાનો હોસ્પિટલનો ખર્ચ અત્યાર સુધીમાં રૂ.10 લાખને વટાવી ચૂક્યો છે, અને પરિવાર હવે રૂ.15 લાખની આર્થિક મદદ (Sudhir Dalvi Financial Help) માટે વિનંતી કરવા મજબૂર બન્યો છે. એક સમય હતો જ્યારે સુધીર દલવી તેમના ટીવી સિરિયલોના કારણે ઘરે-ઘરે જાણીતા હતા, પરંતુ આજે તેઓ ગુમનામી અને નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને સામાન્ય જનતા પાસે મદદની વિનંતી કરી છે.

Advertisement

સાંઈ બાબાના કિરદારે બનાવી હતી અનોખી ઓળખ – Shirdi Sai Baba Actor

સુધીર દલવીએ વર્ષ 1977માં આવેલી ફિલ્મ 'શિરડી કે સાંઈ બાબા' (Shirdi Sai Baba Actor)માં સાંઈ બાબાનું પાત્ર ભજવીને દર્શકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું હતું. તેમના અભિનયથી દર્શકો એટલા પ્રભાવિત થયા હતા કે લોકોને લાગતું હતું કે જાણે તે ખરેખર સાંઈ બાબા જ છે. મનોજ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આજે પણ બોલિવૂડની ક્લાસિક ફિલ્મોની યાદીમાં સામેલ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રામાયણ' સહિત અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ – Sudhir Dalvi Roles

મનોજ કુમારની આ ફિલ્મ ઉપરાંત, સુધીર દલવીએ અનેક લોકપ્રિય ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેના કારણે તેઓ ઘરે-ઘરે પ્રખ્યાત થયા હતા.

  • ટીવી: તેમણે દૂરદર્શનના સુપ્રસિદ્ધ ધાર્મિક શો 'રામાયણ' (Sudhir Dalvi Roles)માં ઋષિ વશિષ્ઠનો યાદગાર રોલ ભજવ્યો હતો.
  • ફિલ્મો: સુધીર દલવી 1989ની 'ચાંદની', 1978ની 'જૂનૂન' અને 2003ની 'એક્સક્યૂઝ મી' જેવી ફિલ્મોમાં પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા.
  • અંતિમ કાર્ય: તે છેલ્લે વર્ષ 2006માં આવેલી ટીવી સિરિયલ 'વો હુએ ના હમારે' માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ટીવી અને ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયા અને ગુમનામીમાં જીવવા લાગ્યા.

લાંબા સમયથી બીમાર: રોગપ્રતિકારક શક્તિનું સંક્રમણ –What is Sepsis Disease?

સુધીર દલવીની આ હાલત જોઈને તેમના ચાહકો પણ આઘાતમાં છે. પરિવાર લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનો સામનો કરી રહ્યો છે. સુધીર દલવી લાંબા સમયથી ઇમ્યુન સિસ્ટમ ઇન્ફેક્શન (રોગપ્રતિકારક શક્તિનું સંક્રમણ) એટલે કે સેપ્સિસ (Sepsis Disease) સામે લડી રહ્યા છે. આ બીમારીના કારણે તેમના શરીરના અન્ય અંગો પર પણ અસર થઈ છે, જેના લીધે તેઓ ખૂબ જ નબળા પડી ગયા છે. તેમના પરિવારજનોએ સારવારના ખર્ચ માટે ઉદ્યોગના કલાકારો તેમજ સામાન્ય જનતા પાસેથી સહાયની વિનંતી કરી છે.

આ પણ વાંચો : વૈશ્વિક લોકચાહના ધરાવતા Diljit Dosanjh ને ધમકી, આ રહ્યું અમિતાભ બચ્ચન કનેક્શન

Tags :
Advertisement

.

×