Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Saif Ali Khan હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની અને મા લેવા આવ્યા

સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પત્ની અને મા લેવા આવ્યા ચાહકોએ રાહતનો શ્વાસ લીધો Saif Ali Khan  :બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા (Saif Ali Khan Discharged)આપવામાં આવી છે જેના પછી તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો...
saif ali khan હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  પત્ની અને મા લેવા આવ્યા
Advertisement
  • સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
  • પત્ની અને મા લેવા આવ્યા
  • ચાહકોએ રાહતનો શ્વાસ લીધો

Saif Ali Khan  :બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા (Saif Ali Khan Discharged)આપવામાં આવી છે જેના પછી તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી ઘરે લઈ જતી વખતે તેની પત્ની કરીના કપૂર પણ તેની સાથે જોવા મળી હતી.

સૈફની તબિયતમાં સુધારો

સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ મળતા પહેલા કરીના કપૂર હોસ્પિટલ પહોંચી હતી. તેના ચહેરા પર રાહતની લાગણી હતી કે 5 દિવસ પછી તેના સૈફને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. ડોક્ટરોના મતે, સૈફની તબિયતમાં સુધારો થયો છે અને તેની હાલત હવે એકદમ સ્થિર છે.

Advertisement

Advertisement

સોમવારે મળવાની હતી રજા

સૈફ અલી ખાનને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. તુ ડોક્ટરોએ તેને થોડા સમય માટે મુલતવી રાખવાની સલાહ આપી ડોક્ટરોએ સૈફને વધુ એક કે બે દિવસ નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય લીધો છે. સૈફની બહેન સબા પટૌડીએ સૈફને મળ્યા બાદ કહ્યું હતું કે, સૈફની તબિયત સુધારા પર છે

આ પણ  વાંચો-Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

ડોક્ટરોએ સૈફ અલી ખાનને આપી આ સલાહ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ડૉક્ટરે આરામ કરવાની અને વજન ન ઉપાડવાની, જીમમાં જવાની કે શૂટિંગ કરવાની સલાહ આપી છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય. સૈફ અલી ખાન પર થયેલા હુમલાના મુખ્ય શંકાસ્પદ, મોહમ્મદ શરીફુલ ઇસ્લામ ઉર્ફે શહજાદની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, જેને ૧૯ જાન્યુઆરીએ થાણેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, પોલીસે તેને રિમાન્ડ પર લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે.

આ પણ  વાંચો-'તે સિંગલ...' પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel? એક્ટ્રેસે તોડ્યું મૌન

આરોપી પોલીસ કસ્ટડીમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ શરીફુલ ઇસ્લામ શહજાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર તરીકે થઈ છે. એક અહેવાલ મુજબ, આરોપીએ પોતાનું નામ બદલીને બિજોય દાસ રાખ્યું હતું અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં આરોપી મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.

Tags :
Advertisement

.

×