Saiyaara એ ધૂમ મચાવી! વીકેન્ડ કરતા મંગળવારે ચાલ્યો ફિલ્મનો જાદુ
- Saiyaara એ જીત્યું દર્શકોનું દિલ
- Saiyaara ફિલ્મથી ફરી થઇ રોમેન્ટિક ફિલ્મોની વાપસી
- થિયેટરોમાં ધ્રુસકે-ધ્રુસકે રડતા દર્શકો
- શનિવાર કરતા મંગળવારે સૈયારાનો ચાલ્યો જાદુ
Saiyara Box Office Collection : એક સમય હતો જ્યારે બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મોનો જાદુ ચાલતો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોએ કોઇ રોમેન્ટિક ફિલ્મ જોવા મળી નહીં. ત્યારે તાજેતરમાં અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ 'Saiyaara' એ દર્શકો પર જાદુ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. જ્યારે ઘણા એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમા થિયેટરોમાં દર્શકો ફિલ્મને જોયા બાદ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી શક્યા નહીં અને ધ્રુસકે-ધ્રુસકે રોતા જોવા મળ્યા. ફિલ્મની લોકપ્રિયતા એટલી હદે વધી કે ગઇકાલે મંગળવારના રોજ ફિલ્મનું કલેક્શન શનિવાર-રવિવાર કરતા વધુ નોંધાયું.
મોટા પડદે સૈયારાની ધૂમ
જણાવી દઇએ કે, 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થયેલી અહાન પાંડે અને અનિત પદ્દા અભિનીત ફિલ્મ ‘Saiyaara’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે, અને એવું લાગે છે કે મોટા પડદા પર ‘Saiyaara’ જોવી એ દર્શકો માટે એક મિશન બની ગયું છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે અઠવાડિયાના વર્કિંગ ડે હોવા છતાં સાંજના શો માં હાઉસફુલનો દરજ્જો મેળવ્યો છે. સિંગલ-સ્ક્રીન થિયેટરોથી લઈને મલ્ટિપ્લેક્સ સુધી, ‘સૈયારા’નો ક્રેઝ ચરમસીમાએ છે, અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.
બોક્સ ઓફિસ પર ‘સૈયારા’ની શાનદાર શરૂઆત
ફિલ્મ ‘સૈયારા’એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણીની શરૂઆત કરી હતી. શુક્રવારે 22 કરોડ રૂપિયાના ઓપનિંગ સાથે શરૂ થયેલી આ ફિલ્મે સપ્તાહાંત દરમિયાન શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. ખાસ વાત એ છે કે સોમવારે, જે સામાન્ય રીતે થિયેટરો માટે કોઇ ખાસ દિવસ નથી હોતો, ત્યારે ‘સૈયારા’એ શુક્રવાર કરતાં પણ વધુ કમાણી કરી છે. આ ટ્રેન્ડ મંગળવારે પણ યથાવત રહ્યો, જે ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવે છે.
મંગળવારનું કલેક્શન: નવો રેકોર્ડ
મંગળવાર, 22 જુલાઈ 2025ના રોજ, ‘સૈયારા’ના શોએ સવારથી જ દર્શકોની ભીડ નોંધાવી હતી, જે સોમવાર કરતાં પણ વધુ હતી. PVR-INOXની ‘બ્લોકબસ્ટર ટ્યુઝડે’ ઓફરનો લાભ લઈને, જેમાં સસ્તી ટિકિટો ઉપલબ્ધ હતી, થિયેટરોમાં દર્શકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ‘સૈયારા’એ મંગળવારે લગભગ 25-26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, અને અંતિમ આંકડો 27 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ કમાણી ખાસ કરીને સિંગલ-સ્ક્રીન થિયેટરો અને નાના શહેરોમાં મજબૂત પ્રદર્શનને કારણે શક્ય બની છે.
મંગળવારનું કલેક્શન શા માટે ખાસ?
મંગળવાર એ સામાન્ય રીતે કાર્યકારી દિવસ હોય છે, જ્યારે થિયેટરોમાં દર્શકોની સંખ્યા ઓછી હોય છે. જોકે, ‘સૈયારા’નો ક્રેઝ એટલો જબરદસ્ત છે કે તેણે શુક્રવાર અને સોમવારની કમાણીને પણ પાછળ છોડી દીધી. 2025માં અત્યાર સુધીના બોલિવૂડના મંગળવારના સૌથી મોટા કલેક્શનનો રેકોર્ડ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ના નામે હતો, જેણે 25.75 કરોડ રૂપિયા કમાયા હતા. ‘સૈયારા’નું મંગળવારનું કલેક્શન આ રેકોર્ડને તોડવાની ધારણા રાખે છે, જે ફિલ્મની અસાધારણ લોકપ્રિયતાને દર્શાવે છે.
સૈયારા ફિલ્મની કુલ કમાણી અને રેકોર્ડ્સ
મંગળવારના 25 કરોડના અંદાજિત કલેક્શન સાથે, ‘સૈયારા’એ પોતાના પ્રથમ 5 દિવસમાં લગભગ 134 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે, ફિલ્મે 2025ની ટોચની 5 બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જેમાં ‘કેસરી ચેપ્ટર 2’, ‘જાટ’ અને ‘ભૂલ ચૂક માફ’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મનું દૈનિક કલેક્શન હજુ સુધી 22 કરોડથી નીચે ગયું નથી, જે તેની સતત વધતી લોકપ્રિયતાને દર્શાવે છે.
આગળની સફર અને અનુમાન
મંગળવારની જોરદાર કમાણી બાદ, બુધવારે પણ ‘સૈયારા’નું બુકિંગ શાનદાર જોવા મળી રહ્યું છે. હાલના ટ્રેન્ડને જોતા, ફિલ્મ પોતાના પ્રથમ અઠવાડિયામાં 165-170 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. ટ્રેડ વિશ્લેષકોનું અનુમાન છે કે ‘સૈયારા’નું લાઇફટાઇમ કલેક્શન 300 કરોડ રૂપિયાને પાર કરી શકે છે, જે તેને 2025ની સૌથી સફળ બોલિવૂડ ફિલ્મોમાં સામેલ કરશે.
આ પણ વાંચો : OMG ! Saiyaara ફિલ્મ જોઈને દર્શકો થિયેટરમાં રડી પડ્યા, જાણો એવું શું ખાસ છે


