Saiyaara ફિલ્મના હીરો અહાન પાંડેએ ખાધો ભરબજારમાં 'વિંછી', વીડિયો જોઈ લોકો ભડક્યા
- સૈયાંરા ફિલ્મનો હીરો અહાન પાંડે થયો ટ્રોલ
- ચંકી પાંડો ભત્રીજો છે અહાન પાંડે
- વીછીં ખાતા વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા
- લોકોએ કહ્યું, આવો હીરો ફિલ્મમાં જોઈએ જ નહીં
Ahan Pandey Trolled: બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મોહિત સુરીની ફિલ્મ 'સૈયાંરા' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને, આ ફિલ્મે શાનદાર કમાણી કરીને ઘણા જૂના રેકોર્ડ્સ તોડ્યા છે. આ ઉપરાંત, આ ફિલ્મમાં લોકોને એક નવી જોડી જોવા મળી છે, જેમાં અહાન પાંડેએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેના કઝિન બ્રધર અહાન પાંડેએ ફિલ્મ 'સૈયાંરા'થી પોતાનું એક્ટિંગ કરિયર શરૂ કર્યું છે. તે પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. આમ, 'સૈયાંરા'ની સફળતાને કારણે અહાન પાંડે હાલમાં ચર્ચામાં છે.
'વીંછી' ખાવાના કારણે ટ્રોલ થયા અહાન:
જોકે, તાજેતરમાં અહાન પાંડેનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં, તે 'વીંછી' ખાતા જોવા મળે છે. આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે 'પંડિત થઈને આવું કરવું શોભા નથી દેતું'. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું છે કે હવે આ એક્ટરની ફિલ્મ નહીં જોઈએ.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટીકા
જોકે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અહાનનો બચાવ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે ખાવા-પીવાની આદતો વ્યક્તિગત પસંદગીનો વિષય છે. તેથી, આમાં આટલી બધી ટીકા કરવી યોગ્ય નથી. એક ફેને લખ્યું છે કે દુનિયા ફરવાનો મતલબ જ નવી વસ્તુઓનો અનુભવ કરવો છે.
કોણ છે અહાન પાંડે?
અહાન પાંડે અભિનેતા ચંકી પાંડેના ભત્રીજા અને અનન્યા પાંડેના કઝિન ભાઈ છે. 27 વર્ષના અહાન, બિઝનેસમેન ચિક્કી પાંડેના પુત્ર છે. તેમની માતા ડાયન પાંડે એક ફિટનેસ એક્સપર્ટ અને રાઈટર છે..
આ ફિલ્મોમાં કર્યું છે કામ
અહાન પાંડેએ અગાઉ 'ફ્રીકી અલી' (2016), 'રોક ઓન 2' (2016) અને વેબ સિરીઝ 'ધ રેલવે મેન' (2023) જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેમને વાર્તા કહેવાની કળામાં પણ રસ છે. તે ઉપરાંત, તેમણે 'ફિફ્ટી' અને 'જોલીવુડ' જેવી શોર્ટ ફિલ્મો લખી અને તેમાં અભિનય પણ કર્યો છે. તેઓ કેટલાક સ્ક્રીનપ્લે પણ લખી ચૂક્યા છે.


