Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સલમાન ખાનને પાકિસ્તાને 'આતંકવાદી' જાહેર કર્યો! બલૂચિસ્તાન અંગેના નિવેદનથી પાકિસ્તાનમાં હંગામો

અભિનેતા સલમાન ખાન સાઉદી અરબમાં બલૂચિસ્તાનનો અલગ દેશ તરીકે ઉલ્લેખ કરવાથી વિવાદમાં આવ્યા. પાકિસ્તાન સરકારે તેમના નિવેદનને ગંભીરતાથી લઈ તેમને 'આતંકવાદી' જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે સલમાન ખાનનું નામ એન્ટી-ટેરરિઝમ એક્ટના 'ફોર્થ શેડ્યૂલ' માં મૂક્યું છે, જેના કારણે તેમની સામે પાકિસ્તાનમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
સલમાન ખાનને પાકિસ્તાને  આતંકવાદી  જાહેર કર્યો  બલૂચિસ્તાન અંગેના નિવેદનથી પાકિસ્તાનમાં હંગામો
Advertisement
  • પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો! (Salman Khan Pakistan Terrorist)
  • ભાઈજાનના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા
  • બલૂચિસ્તાનને અલગ દેશ કહ્યા બાદ પાક.નો બળાપો
  • પાક. ગૃહ મંત્રાલયે સલમાનને ચોથી અનુસૂચિમાં મૂક્યો
  • સાઉદી અરેબિયામાં શો દરમિયાન આપ્યું હતું નિવેદન

Salman Khan Pakistan Terrorist  : બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન (Salman Khan News) એક મોટા આંતરરાષ્ટ્રીય વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે બલૂચિસ્તાનનો ઉલ્લેખ પાકિસ્તાનથી અલગ દેશ (Salman Khan on Balochistan) તરીકે કરતાં પાકિસ્તાન સરકાર ભારે ગુસ્સે ભરાઈ છે.

પાકિસ્તાનની શાહબાઝ સરકારે (Shehbaz Sharif Government) આ નિવેદનને ગંભીરતાથી લેતા સલમાન ખાનને 'આતંકવાદી' (Salman Khan Declared Terrorist) જાહેર કરી દીધા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, સલમાન ખાનને એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ 'ફોર્થ શેડ્યૂલ' (Fourth Schedule Pakistan) માં મૂકવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાનમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ સંવેદનશીલ મામલે સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Advertisement

બલૂચિસ્તાન અંગેના નિવેદન પર વિવાદ – Salman Khan Balochistan Comment

આખો મામલો સાઉદી અરેબિયાના 'જૉય ફોરમ 2025' (Joy Forum 2025 Salman Khan) માં સલમાન ખાનના ભાષણ સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સલમાન ખાન વિવિધ દેશોના મહેનતુ લોકોનો ઉલ્લેખ કરતા સાંભળવા મળે છે. તેમણે કહ્યું: "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં સખત મહેનત કરી રહ્યા છે."

Advertisement

શાહબાઝ સરકારે 'ફોર્થ શેડ્યૂલ'માં નામ ઉમેર્યું – Pakistan Fourth Schedule Law

આ નિવેદનમાં તેમણે 'બલૂચિસ્તાન'નું નામ 'પાકિસ્તાન'થી અલગ લીધું. પાકિસ્તાન સરકારે તેને પોતાની સાર્વભૌમત્વ પરનો હુમલો (Attack on Pakistan Sovereignty) માનીને સખત વાંધો ઉઠાવ્યો છે. ગૃહ વિભાગે 'ફોર્થ શેડ્યૂલ'માં સમાવેશ કરીને તેમને આતંકવાદી જાહેર કર્યા છે, જે પાકિસ્તાનમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહીનો માર્ગ ખોલે છે.

શું છે આ 'ફોર્થ શેડ્યૂલ' કાયદો? – Pakistan Anti-Terrorism Act

પાકિસ્તાનનો 'ફોર્થ શેડ્યૂલ' એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ તૈયાર કરાયેલી એક યાદી છે. આ સૂચિમાં એવા વ્યક્તિઓના નામનો સમાવેશ થાય છે, જેના પર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અથવા તેમને સમર્થન આપવાનો સંદેહ હોય. આ યાદીમાં સામેલ વ્યક્તિ પર પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધ (Travel Ban), સંપત્તિની જપ્તી (Property Seizure), અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સલમાન ખાનને આ સૂચિમાં સામેલ કરવું એ ખૂબ જ ગંભીર પગલું છે.

બલૂચ નેતાઓએ વ્યક્ત કરી ખુશી – Baloch Leaders Reaction

જ્યાં એક તરફ પાકિસ્તાન સરકાર આ નિવેદનથી ગુસ્સે છે, ત્યાં બીજી તરફ બલૂચિસ્તાનની આઝાદીની માંગણી (Balochistan Independence) કરનારા અલગતાવાદી નેતાઓએ આ નિવેદન પર ખુશી વ્યક્ત કરી છે. બલૂચ નેતા મીર યાર બલૂચે (Meer Yar Baloch Reaction) સલમાન ખાનનો આભાર માનતા કહ્યું કે, સલમાન ખાને બલૂચિસ્તાનનો અલગથી ઉલ્લેખ કરીને છ કરોડ બલૂચ નાગરિકોને ખુશી આપી છે. તેમણે ઉમેર્યું કે આ 'સાંસ્કૃતિક માન્યતાના સંકેતો' છે, જે બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે વિશ્વને પ્રેરિત કરશે.

આ પણ વાંચો : આખરે થઈ સ્પષ્ટતા: મલાઈકા અરોરાની સાચી ઉંમર કેટલી છે? બહેને ખુલાસો કર્યો

Tags :
Advertisement

.

×