ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan House : 2 દિવસમાં 2 લોકોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા મચ્યો ભારે હડકંપ

અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં ચૂક 2 દિવસમાં 2 લોકોએ ઘૂસવાનો પ્રયાસ 20 મેના રોજ બનેલી ઘટનામાં ફરિયાદ દાખલ Salman Khan House: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman khan )ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં (galaxy apartment)2 દિવસમાં 2...
04:54 PM May 22, 2025 IST | Hiren Dave
અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં ચૂક 2 દિવસમાં 2 લોકોએ ઘૂસવાનો પ્રયાસ 20 મેના રોજ બનેલી ઘટનામાં ફરિયાદ દાખલ Salman Khan House: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman khan )ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં (galaxy apartment)2 દિવસમાં 2...
salman khan galaxy apartment

Salman Khan House: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman khan )ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં (galaxy apartment)2 દિવસમાં 2 લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 મે 2025ના રોજ સાંજે 7.15 વાગ્યે એક શખ્સે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જિતેન્દ્ર કુમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જિતેન્દ્ર કુમાર છત્તીસગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના પર BNSની કલમ 329 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

20 મેના રોજ એક શખ્સ ગેરકાયદેસર  ઘૂસવાનો પ્રયાસ

જે બાદ આજે પણ સલમાન ખાનના ઘરમાં એક યુવતીએ ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કર્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 20 મેના રોજ એક શખ્સ ગેરકાયદેસર રીતે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેને પોલીસના હવાલે કરાયો હતો, જે બાદ આજે ફરી એકવાર એક યુવતીએ (woman )સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી

સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી ચૂકી છે. તેમના ઘર પર ગોળીબારની ઘટના પણ બની હતી. આને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે સલમાન ખાનના ઘરે થયેલી ઘૂસણખોરીની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે "સલમાન ખાનને અત્યાર સુધી મળેલી ધમકીઓને કારણે સુરક્ષા આપવામાં આવી છે. એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક છે. સલમાનના જીવને કોઈ ખતરો નથી.

ઘૂસણખોરી પહેલા પણ થઈ ચૂકી છે

આ પહેલા પણ એક વ્યક્તિ બોલિવૂડ અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. આના કારણે સલમાનના ચાહકો પણ ચિંતિત થવા લાગ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 20 મેના રોજ સાંજે 7:15 વાગ્યે બની હતી. આ કેસમાં પોલીસે જીતેન્દ્ર કુમાર સિંહ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જીતેન્દ્ર કુમાર છત્તીસગઢના રહેવાસી છે.

આ પણ  વાંચો -અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો અજાણ્યો યુવક

સલમાનની સુરક્ષા માટે તૈનાત

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 329(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સલમાનની સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારીએ બાંદ્રા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 20 મેના રોજ સવારે લગભગ 9:45 વાગ્યે, ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં એક અજાણ્યો વ્યક્તિ ફરતો જોવા મળ્યો હતો. પછી અધિકારીએ તેને સમજાવ્યું અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. આના પર તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાનો મોબાઈલ જમીન પર ફેંકી દીધો અને તોડી નાખ્યો.

આ પણ  વાંચો -shaktimaan : હવે મુકેશ ખન્ના શક્તિમાનના રોમાંચક કિસ્સાઓ રેડિયો પર સંભળાવશે

તે વ્યક્તિ સલમાનને મળવા માંગતો હતો

આ પછી, સાંજે લગભગ 7:15 વાગ્યે, તે જ વ્યક્તિ ફરીથી ગેલેક્સી એપાર્ટમેન્ટના મુખ્ય દરવાજા પર આવ્યો અને એક રહેવાસીની કાર દ્વારા અંદર પ્રવેશ કર્યો. તે સમયે સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલોએ તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધો અને બાંદ્રા પોલીસને સોંપી દીધો. જ્યારે તે વ્યક્તિ સલમાન ખાનના ઘરમાં પ્રવેશતા પકડાયો, ત્યારે તેણે કહ્યું, 'હું સલમાન ખાનને મળવા માંગુ છું, પરંતુ પોલીસ મને તેને મળવા દેતી ન હતી, તેથી હું છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.'

Tags :
salman khan filmsSalman Khan Housesalman khan lawrence bishnoiSalman Khan Security BreachSalman Khan threatwoman arrested for trespassing salman khan galaxy apartment
Next Article