Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khan : લાડો લગને લગને કુંવારો

કંકોત્રીઓ ય લખાઈ ગઈ હતી પણ છેલ્લી ઘડીએ ટાંય ટાંય ફિશ
salman khan   લાડો લગને લગને કુંવારો
Advertisement

Salman Khan ક્યારે લગ્ન કરશે? છેલ્લા 50 વર્ષથી લોકોના મનમાં આ પ્રશ્ન છે. સલમાન ખાનના અફેરની યાદી લાંબી છે. આ યાદીમાં શાહીન જાફરીથી લઈને યુલિયા વંતુર સુધીની જાણીતી અભિનેત્રીઓ છે. તેની ઉંમરના એક તબક્કે તેણે તેના લગ્નનું તમામ આયોજન કરી લીધું હતું. કન્યા અને વરરાજા તૈયાર હતા, સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પછી એક  જ ઝપાટામાં બધું સમાપ્ત થઈ ગયું. આવું બીજા કોઈના કારણે નહીં પરંતુ એક પાકિસ્તાની સુંદરીને કારણે થયું અને તેથી જ ભાઈજાન હજુ પણ બેચલર છે.

પાકિસ્તાની સુંદરીનું ગ્રહણ 

પાકિસ્તાનની એક સુંદરી જે બોલીવુડમાં હિરોઈન બનીને આવી અને હાલ અમેરિકામાં રહે છે. જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેણે બોલિવૂડ, પાકિસ્તાની સિનેમામાં કામ કર્યું છે, તે એક મોડેલ, લેખિકા, ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર્તા અને પત્રકાર પણ છે. તેણીએ ઘણું કામ કર્યું છે અને ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. જો તમે સિનેમા પ્રેમી છો તો તમે સમજી જ ગયા હશો કે અમે  Somi Ali -સોમી અલી વિશે વાત કરી રહ્યા છીએ.

Advertisement

90ના દાયકામાં ભારત આવેલી આ સુંદરીની વાર્તા એકદમ ફિલ્મી છે. એવું કહેવાય છે કે સોમી અલીને જોતાં જ  સલમાન ખાન પ્રેમમાં પડ્યો, પરંતુ તેણે તેની સાથે લગ્ન  કરવાની પ્રતિજ્ઞા લીધી. 

Advertisement

સલમાન ખાન પર ગંભીર આરોપ

સોમી અલી સલમાન ખાન-Salman Khan સાથેના સંબંધો વિશે ખુલીને બોલી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને અનેક ઈન્ટરવ્યુમાં તેણે સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે કેવી રીતે તે તેને મેળવવાની ઈચ્છા સાથે અહીં પહોંચી. તેણે સલમાન ખાન પર દુર્વ્યવહાર અને મારપીટ જેવા આરોપો પણ લગાવ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે સંગીતા બિજલાની સાથે સલમાનનું કહેવાતું લગ્ન કેટલું વિષમ હતું? 

શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં તેણે પોતાના જીવનના ઘણા પાના ફેરવ્યા. તેણે કહ્યું હતું કે 'મૈંને પ્યાર કિયા' જોયા બાદ તે સલમાન ખાનને એકતરફી પ્રેમ કરવા લાગી હતી. હું તેને મળવા ભારત આવી હતી પરંતુ જ્યારે હું તેને મળી ત્યારે સમજાયું કે સલમાન અને પ્રેમમાં રાત-દિવસ જેવો તફાવત છે. તેણે કહ્યું કે તે વાતએ વાતએ ગુસ્સે થઈ જતો હતો. મારઝૂડ કરતો હતો પરંતુ  જાહેરમાં રમુજી સ્વભાવનો દેખાતો હતો.

સલમાન અને સંગીતા બીજલાણી 

સોમી અલી એક પત્રકાર પણ છે એણે  કહ્યું  કે જ્યારે તે પહેલીવાર સલમાન ખાનને મળી તેણે કહ્યું હતું કે હું ખૂબ ફ્લર્ટ કરું છું, મારી એક ગર્લફ્રેન્ડ છેલ્લા 5 વર્ષથી છે. સોમીએ જણાવ્યું કે તે બીજું કોઈ નહીં પણ સંગીતા બિજલાની હતી. સલમાનની આ વાત સાંભળ્યા પછી પણ સોમીએ સલમાન ખાનને કહ્યું કે તે ઠીક છે... સંગીતા સાથે તારું અફેર છે એ ઠીક છે, પણ તું અને હું કપલ બનીશું, Salman Khan સાથે લગ્ન કરવા માટે હું મક્કમ હતી. 
સોમીએ જણાવ્યું કે આ સાંભળીને Salman Khan  હસવા લાગ્યો. અમે સાથે ફિલ્મ 'બુલંદ'નું શૂટિંગ શરૂ કર્યું. પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ આવી શકી નથી. પણ ધીમે ધીમે અમે બંને નજીક આવ્યા અને મેં સંગીતા સાથેનું Salman Khanનું   બ્રેકઅપ કરાવ્યું. 

આ તે સમય હતો જ્યારે સંગીતા અને સલમાન ખાન લગ્ન કરવાના હતા. કાર્ડ છપાયા હતા. પરંતુ એક દિવસ સંગીતાએ વિંધ્યાચલમાં મારા ઘરે સલમાનને રંગે હાથે પકડી લીધો હતો. અમે બંને બેસીને વાતો કરતા હતા. અમને જોયા પછી સંગીતાએ કહ્યું કે બેમાંથી હું કે સોમીએ પસંદ કરવું પડશે 

સોમીએ કહ્યું કે મને એ વાતનો બિલકુલ અફસોસ નથી કે મેં સંગીતાનો સલમાન સાથેનો સંબંધ તોડી નાખ્યો, પરંતુ કહેવાય છે કે કોઈને પ્રેમ કરે છે, તેની સાથે પણ એવું જ થાય છે.

સંગીતા સાથેના સંબંધો તોડીને સલમાને કબૂલાત કરી હતી કે "મારા કારણે તેના લગ્ન તૂટી ગયા હતા." 

સોમી અલી પણ લટકતી રહી ગઈ અને એનું બોલિવૂડનું કેરિયર પણ ખતમ થઈ ગયું અને એ પાકિસ્તાન પરત ગઈ. હાલ એ અમેરિકામાં છે અને 'ભાઈજાન સલ્લુમિયાં હાલ પણ સિંગલ  છે. 

આ  પણ વાંચો- Bhojpuri Cinema નો 'ચહેરો' છે આ અભિનેત્રી! દમદાર એક્ટિંગ,ફિટનેસ માટે છે જાણીતી

Tags :
Advertisement

.

×