Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khan security : સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, બિગબોસ શૉમાં મોટો ફેરફાર

Salman Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓ બાદ 'બિગ બોસ 19'ના સેટ પર સુરક્ષા કડક કરવામાં આવી. લાઈવ ઓડિયન્સ પર પણ પ્રતિબંધ મુકાયો
salman khan security   સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી  બિગબોસ શૉમાં મોટો ફેરફાર
Advertisement
  • સલમાન ખાનને ધમકી મળતા સુરક્ષામાં કરાયો વધારો (Salman Khan security)
  • બિગબોસ-19 સેટ પર સુરક્ષામાં કરાયો મોટો ફેરફાર
  • સેટ પર 600 લોકોની ટીમ સતત કામ કરી રહી છે
  • હવે સેટ પર લાઈવ ઓડિયન્સ બોલાવાતી નથી

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે જ તેઓ ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 19' પણ હોસ્ટ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તેમના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે 'બિગ બોસ 19'ના સેટ પર સલમાન ખાન અને શોની સુરક્ષામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સલમાનને સતત જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેને કારણે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

600 લોકોની ટીમ સતત કરી રહી છે કામ (Salman Khan security)

શોના મેકર ઋષિ નેગીએ આ અંગે એક ઈન્ટરવ્યૂમાં સુરક્ષા વધારવાના કારણો અને પગલાં વિશે માહિતી આપી હતી. ઋષિ નેગીએ જણાવ્યું કે, "બિગ બોસ 19'ના સેટ પર લગભગ 600 લોકોની ટીમ સતત કામ કરી રહી છે. અમે ત્રણ શિફ્ટ બનાવી છે, જેથી 24 કલાક કામ ચાલુ રહે."

Advertisement

Advertisement

સેટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ (Salman Khan security)

તેમણે વધુમાં જણાવ્યું કે, "ભાઈજાનને છેલ્લાં અઢી વર્ષથી સતત ધમકીઓ મળી રહી છે. આ ઘટનાઓ બાદ અમે સેટ પર સુરક્ષા ઘણી વધારી દીધી છે. જ્યારે સલમાન સેટ પર હોય છે, ત્યારે સુરક્ષા વધુ કડક થઈ જાય છે. આના કારણે અમે હવે સેટ પર લાઈવ ઓડિયન્સને પણ બોલાવતા નથી."

સલમાનને લોરેન્સ ગેંગ તરફથી મળી રહી છે ધમકી

સુરક્ષાની ગંભીરતા દર્શાવતા નેગીએ કહ્યું કે, "અમે સેટ પર કોણ હાજર રહેશે અને કોણ નહીં, તે માટે કડક સૂચનાઓ આપી છે. શોની કાસ્ટિંગ કરતી વખતે પણ અમે દરેક વ્યક્તિના બેકગ્રાઉન્ડની સંપૂર્ણ તપાસ કરીએ છીએ." આ તમામ કડક પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે, કારણ કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓને કારણે નિર્માતાઓએ સલમાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ પહેલીવાર નથી કે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરાયો હોય, પરંતુ 'બિગ બોસ' જેવા વિશાળ સેટ પર આટલી કડક વ્યવસ્થા દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે.

આ પણ વાંચો : Tanya Mittal Revelation : કુનિકાએ ઉછેર પર સવાલ કરતા તાનિયા થઈ ભાવુક, કહ્યું, મારા પિતા મને મારતા હતા

Tags :
Advertisement

.

×