ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan ની Battle of Galwan નો ફર્સ્ટ લુક થયો રિલીઝ!ભાઈજાનને જોઈ ફેન્સ પણ ચોંક્યા

Battle of Galwan'નો ફર્સ્ટ લુક થઈ  રિલીઝ  સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે લોહિયાળ અથડામણ પર આધારિત છે Battle of Galwan First Look Out: સલમાન ખાનની (Salman Khan)ફિલ્મ 'Battle of Galwan'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેમની...
04:03 PM Jul 05, 2025 IST | Hiren Dave
Battle of Galwan'નો ફર્સ્ટ લુક થઈ  રિલીઝ  સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે લોહિયાળ અથડામણ પર આધારિત છે Battle of Galwan First Look Out: સલમાન ખાનની (Salman Khan)ફિલ્મ 'Battle of Galwan'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેમની...
Battle of Galwan First Look Out

Battle of Galwan First Look Out: સલમાન ખાનની (Salman Khan)ફિલ્મ 'Battle of Galwan'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેમની ફિલ્મના આ મોશન પોસ્ટરમાં તેઓ એક આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. આંખોમાં ગુસ્સો, ચહેરા પર લોહી અને હાથમાં હથિયાર સાથે સલમાન ખાન ખૂબ જ ડેશિંગ લાગી રહ્યા છે.

પોસ્ટરમાં જોવા મળી મોટી સ્ટોરીની એક નાની ઝલક

આ ફિલ્મ વર્ષ 2020 માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી લોહિયાળ અથડામણ પર આધારિત છે. પોસ્ટરમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, 'ભારતે સમુદ્ર સપાટીથી 15000 ફૂટ ઉપર તેનું સૌથી લોહિયાળ યુદ્ધ લડ્યું હતું, તે પણ એક પણ ગોળી ચલાવ્યા વગર'આ મોશન પોસ્ટરમાં સલમાન ખાન હાથમાં કાંટાળા તારથી બાંધેલી લાકડી પકડીને જોવા મળે છે. પોસ્ટર જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે સલમાન ખાન ફિલ્મમાં ખતરનાક ભૂમિકામાં જોવા મળશે.

બેટલ ઓફ ગલવાન' ના સ્ટાર કાસ્ટ અને દિગ્દર્શક

આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને પોતે કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયા સંભાળશે અને સલમાન ખાન ઉપરાંત, અંકુર ભાટિયા, હર્ષિલ શાહ પણ ફિલ્મમાં જોવા મળશે.

'બેટલ ઓફ ગલવાન' ક્યારે રિલીઝ થશે

'સિકંદર' પછી હવે સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું પહેલું મોશન પોસ્ટર આવી ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2026 માં રિલીઝ થશે, પરંતુ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી.

સલમાન ખાનના ચાહકો આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે

સલમાન ખાનના ચાહકોએ આ ફિલ્મના પોસ્ટરની પ્રશંસા શરૂ કરી દીધી છે. યુઝરે લખ્યું, 'આ ગયા તૂફાન ભાઈજાન કા'. એક યુઝરે તો લખ્યું - 'મોશન પોસ્ટર જોઈને એવું લાગે છે કે તે ખૂબ જ અદ્ભુત બનવાનું છે. મારા રૂંવાડા ઉભા થઈ ગયા.'

ગલવાનમાં શું થયું ?

15-16 જૂન 2020 ની રાત્રે ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 સૈનિકો શહીદ થયા હતા. આ કિસ્સામાં ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 4 હતી, જોકે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે 40 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ચીને ભારતીય સેના દ્વારા પુલ બનાવવાનો વિરોધ કર્યો હતો.

Tags :
apoorva lakhiabattle of galwansalman khansalman khan apoorva lakhia moviesalman khan moviessalman khan upcoming movie
Next Article