Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Samantha Ruth Prabhu ની ધોરણ-10 માર્કશીટ થઈ વાયરલ, એક સ્કોલર સ્ટુડન્ટ બની સ્ટાર

સોશિયલ મીડિયામાં સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) ની ધોરણ-10ની માર્કશીટ વાયરલ થઈ રહી છે. જેમાં તેના ગણિતમાં 100 અને અંગ્રેજીમાં 90 માર્કસ મળ્યા હોવાનું જણાઈ રહ્યું છે. વાંચો વિગતવાર.
samantha ruth prabhu ની ધોરણ 10 માર્કશીટ થઈ વાયરલ  એક સ્કોલર સ્ટુડન્ટ બની સ્ટાર
Advertisement
  • સામંથા રુથ પ્રભુની ધોરણ-10ની માર્કશીટ વાયરલ થઈ રહી છે
  • સામંથાને ધોરણ-10માં ગણિત વિષયમાં 100 માર્ક મળ્યા હતા
  • સામંથા ધ ફેમિલી મેન-2 અને સિટાડેલઃ હની-બનીમાં જોવા મળી હતી

Samantha Ruth Prabhu : સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સ ભણવામાં નબળા હોવાની માન્યતા પ્રચલિત છે. બોલીવૂડ હોય કે સાઉથ ઈન્ડસ્ટ્રી, એવા અનેક ઉદાહરણ છે જેમાં અનેક સ્ટાર્સ અભ્યાસમાં નબળા હોય પરંતુ અભિનયમાં અવ્વલ હોય. જો કે કેટલાક અપવાદ સીતારા એવા પણ હોય છે જે ભણવામાં પણ અવ્વલ હોય છે અને અભિનયમાં પણ એક્કા હોય છે. આવું જ એક ઉદાહરણ સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) નું છે. અત્યારે સોશિયલ મીડિયામાં સામંથા રુથ પ્રભુની ધોરણ-10ની માર્કશીટ વાયરલ થઈ રહી છે. જેમાં તેને મળેલા માર્ક જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છે.

ગણિતમાં 100 અને અંગ્રેજીમાં 90

આજે સામંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) પેન ઈન્ડિયા સ્ટાર બની ગઈ છે. તેના અભિનય અને દેખાવના અનેક પ્રશંસકો મોજૂદ છે. જો કે અત્યારે સામંથા સોશિયલ મીડિયામાં તેના દેખાવ કે અભિનય નહિ પરંતુ તેની શૈક્ષણિક કાબેલિયતને લીધે ચર્ચામાં છે. સામંથાને ધોરણ-10માં ગણિતમાં 100, અંગ્રેજીમાં 90, તમિલમાં 88 અને ઈતિહાસમાં 91 માર્ક મળ્યા હતા. સામંથાના આ માર્ક દર્શાવતી માર્કશીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ માર્કશીટ પર તેણીના તત્કાલીન શિક્ષકે એક રીમાર્ક પણ કરી છે. જેમાં તેમણે સામંથાને સ્કૂલ માટે મહત્વની ગણાવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ F1 Movie : Brad Pitt અને Tom Cruise 24 વર્ષ બાદ સાથે જોવા મળ્યા, ફોટો-વીડિયો થયા વાયરલ

ફેન્સ થઈ ગયા ફિદા

સામંથા રુથ પ્રભુની ધોરણ-10ની માર્કશીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેણી સ્કોલર હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સામંથાને તેના તત્કાલીન શિક્ષકે શાળા માટે અત્યંત મહત્વની ગણાવીને રીમાર્ક પણ લખ્યા હતા. આ વાયરલ માર્કશીટ જોયા બાદ ફેન્સ સામંથાની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેણી આટલી હોંશિયાર હોવા છતાં સરળ છે. બીજા યુઝરે લખ્યું કે, ધોરણ-10માં બહુ સરસ માર્ક મેળવ્યા છે. ત્રીજા યુઝરે લખ્યું કે, બહુ સરસ કલેવર ગર્લ. ફેન્સની આ કોમેન્ટ્સ પર સામંથા રુથ પ્રભુએ પ્રતિક્રિયા પણ આપી છે. તેણીએ ફેન્સની કોમેન્ટ્સનો જવાબ આપતા લખ્યું કે, હા...આ રીઝલ્ટ ફરીથી સામે આવી ગયું. સામંથા રુથ પ્રભુ 'ધ ફેમિલી મેન 2' અને 'સિટાડેલ-હની બની'માં જોવા મળી હતી. અત્યારે સામંથા રક્ત બ્રહ્માંડ અને બંગરમ ફિલ્મોમાં કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ Hardik Pandyaનું આ 6 અભિનેત્રીઓ સાથે જોડાયું નામ, જુઓ લિસ્ટ

Tags :
Advertisement

.

×