Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આર્યન ખાનની વેબ સીરીઝ પર સમીર વાનખેડેનો મોટો હુમલો: ₹2 કરોડનો કેસ દાખલ

પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાનની નવી વેબ સીરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ' પર ₹2 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો. જાણો આખો મામલો શું છે.
આર્યન ખાનની વેબ સીરીઝ પર સમીર વાનખેડેનો મોટો હુમલો  ₹2 કરોડનો કેસ દાખલ
Advertisement
  • ધ બેડ્સ ઓફ બોલિવુડ ફરી એક વખત વિવાદમાં (Sameer Wankhede defamation)
  • NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડે કર્યો માનહાનીનો દાવો
  • 2 કરોડ રૂપિયાનો દાવો દિલ્હી હાઈકોર્ટમાં દખલ
  • સીરીઝમાં છબી ખોટી રીતે રજૂ કરાઈ હોવાનો આરોપ

Sameer Wankhede defamation : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પોતાની પ્રથમ વેબ સીરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ' સાથે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો છે, પરંતુ આ સીરીઝ હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. પૂર્વ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાન, ગૌરી ખાન અને તેમના પ્રોડક્શન હાઉસ રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ સામે દિલ્હી હાઈકોર્ટમાં ₹2 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેનો આરોપ છે કે આ સીરીઝમાં તેમની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો? (Sameer Wankhede defamation)

સમીર વાનખેડે 2021માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાને લગભગ 27 દિવસ જેલમાં વિતાવ્યા હતા, જોકે બાદમાં તેને ક્લીન ચિટ મળી ગઈ હતી. હવે આર્યનની નવી સીરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ'ના પહેલા જ એપિસોડમાં ડ્રગ્સ કેસ અને સમીર વાનખેડે પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

Advertisement

બોલીવુડ પાર્ટીનો હતો સીન (Sameer Wankhede defamation)

આ સીરીઝના એક દ્રશ્યમાં, એક પાર્ટી ચાલી રહી છે જેમાં બોલીવુડ કલાકારો હાજર છે. ત્યાં સમીર વાનખેડે જેવો દેખાતો એક કેરેક્ટર આવે છે, જે ડ્રગ્સ લેતા લોકોને શોધે છે. આ પાત્ર પોતાને NCG (NCB જેવી એજન્સી)નો અધિકારી ગણાવે છે. આ પાત્ર સૌપ્રથમ એક સામાન્ય માણસને પકડે છે, પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે તે બોલીવુડનો નથી, ત્યારે તે તેને છોડી દે છે. ત્યારબાદ તે એક બોલીવુડ સ્ટારને પકડે છે, જેણે માત્ર દારૂ પીધો હતો, કોઈ ડ્રગ્સ લીધા નહોતા.

Advertisement

સમીર વાનખેડેના આરોપ

આ સીન પર વાંધો ઉઠાવતા સમીર વાનખેડેએ કહ્યું છે કે આ સીરીઝ જાણીજોઈને તેમની અંગત અને વ્યવસાયિક છબીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. તેમણે આ શોને 'ખોટો, દ્વેષપૂર્ણ અને માનહાનિ કરનારો' ગણાવ્યો છે. વાનખેડેએ દાવો કર્યો છે કે આ સીરીઝ ડ્રગ્સ વિરોધી એજન્સીઓની છબીને નકારાત્મક રીતે રજૂ કરે છે, જેનાથી લોકોનો તેના પરનો વિશ્વાસ ઘટી શકે છે.

સમીર વાનખેડેની ઉડાવી મજાક

આર્યન ખાનની આ સીરીઝ તાજેતરમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ખાસ સીનને કારણે સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ બન્યા હતા અને લોકોએ આર્યનની પ્રશંસા કરીને સમીર વાનખેડેની મજાક પણ ઉડાવી હતી.

આ પણ વાંચો :  Tanya Mittal Marriage : શું બિગ બોસ 19 તાન્યાના લગ્ન નક્કી થયા? વાયરલ વીડિયો

Tags :
Advertisement

.

×