Heer Express : મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હીર એક્સપ્રેસ' નું બીજું ટ્રેલર લોન્ચ, જાણો રિલીઝ ડેટ
- આજે મોસ્ટ અવેટેડ Heer Express નું બીજું ટ્રેલર લોન્ચ થયું
- ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું
- ફિલ્મમાં દિવિતા જુનેજા, પ્રીત કામાની, આશુતોષ રાણા જોવા મળશે
- ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા જેવા કલાકારો પણ ફિલ્મનો મહત્ત્વનો ભાગ
Heer Express : મિત્રો, રાહ જોવાનો સમય પૂરો થયો છે... અને આજે હીર એક્સપ્રેસનું (Heer Express) બીજું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ખરેખર, હીર એક્સપ્રેસનું ટીઝર (Heer Express Teaser) અને પાંચ શાનદાર ગીતો રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
આ પણ વાંચો - ભારતમાં The Conjuring: Last Rites એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનર બની!
Heer Express ની સૌથી મોટી ખાસિયત ચંદીગઢની દિવિતા જુનેજા!
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત ચંદીગઢની દિવિતા જુનેજા (Divita Juneja) છે. દિવિતા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. હીરના રોલમાં દિવિતાની માસૂમ સ્મિત, તેની સરળ શૈલી અને મજબૂત સ્ક્રીન હાજરીએ દર્શકોનાં દિલ જીતી લીધા છે. તેની સાથે પ્રીત કામાની (Preet Kamani) જોવા મળશે, અને અનુભવી કલાકારોમાં આશુતોષ રાણા (Ashutosh Rana), ગુલશન ગ્રોવર (Gulshan Grover) અને સંજય મિશ્રાનો (Sanjay Mishra) સમાવેશ થાય છે, જેમની હાજરી ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.
View this post on Instagram
આ પણ વાંચો -તાન્યા મિત્તલના રાઝ ખોલવા લઈ રહ્યો છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી? વાંચો બિગબોસમાં આવી રહેલા ટ્વિસ્ટ વિશે
12 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત, હીર એક્સપ્રેસનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે અને તેને ભાવનાત્મક સંગીત યાત્રા કહેવામાં આવી રહી છે. તનિષ્ક બાગચી દ્વારા સંગીત આપવામાં આવેલી આ ફિલ્મમાં જાવેદ અલી (Javed Ali), નિકિતા ગાંધી, નક્કાશ અઝીઝ અને જસબીર જસ્સી જેવા ગાયકો પોતાના અવાજનો જાદુ ફેલાવશે. નિર્માતાઓનું કહેવું છે કે આ એક સ્વચ્છ પારિવારિક ફિલ્મ છે જે 12 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને દર્શકોને આ વર્ષનું સૌથી સુંદર સરપ્રાઈઝ આપવાનું વચન આપે છે.
આ પણ વાંચો -Ashish Warang : અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કરનારા એક્ટરનું નિધન


