Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ રિવિલ, જુઓ દમદાર લૂક

2 નવેમ્બર ના રોજ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે શાહરૂખ ખાનની અપકમિંગ એક્શન ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ રિવિલ કર્યું છે. આ 'પઠાન' બાદ બંનેની બીજી કોલોબ્રેશન છે. વીડિયોમાં શાહરૂખનો સિલ્વર હેર, ઇયરરિંગ્સ અને સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો, જેમાં તે 'કિંગ ઓફ હાર્ટ્સ' કાર્ડને હથિયાર તરીકે વાપરે છે. આ ફિલ્મ વર્ષ 2026માં રિલીઝ થશે અને સિદ્ધાર્થ આનંદની સૌથી મોટી મસાલેદાર એક્શન એન્ટરટેઈનર માનવામાં આવે છે.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ  કિંગ નું ટાઇટલ રિવિલ  જુઓ દમદાર લૂક
Advertisement
  • જન્મદિવસ પર જાહેરાત: શાહરૂખની ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ રિવિલ (Shah Rukh Khan King)
  • શાહરૂખના જન્મદિવસ પર ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ જાહેર થયું.
  • 'પઠાન' બાદ સિદ્ધાર્થ આનંદ સાથે શાહરૂખની આ બીજી ફિલ્મ
  • SRKનો સિલ્વર હેર અને સ્ટાઇલિશ લૂક વીડિયોમાં દમદાર જોવા મળ્યો
  • ફિલ્મનું પાત્ર 'કિંગ ઓફ હાર્ટ્સ' કાર્ડને હથિયાર તરીકે વાપરે છે

Shah Rukh Khan King : વિશ્વભરમાં 2 નવેમ્બર નો દિવસ SRK ડે તરીકે ઉજવવામાં આવે છે, અને આ વર્ષે આ દિવસ વધુ ખાસ બની ગયો છે. હકીકતમાં, શાહરૂખ ખાનના જન્મદિવસ પર ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે તેમની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિંગ' (KING)નો ટાઇટલ રિવિલ વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં SRKનો દમદાર લૂક દર્શાવવામાં આવ્યો છે અને આ 'પઠાન' પછી સિદ્ધાર્થ આનંદ સાથે તેમની બીજી કોલોબ્રેશન છે.

Advertisement

રેડ ચિલીઝ અને સિદ્ધાર્થ આનંદનો થ્રિલર એક્શન ડ્રામા – Pathaan Director SRK Film

'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ' અને 'માર્ફ્લિક્સ પિક્ચર્સ'ના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'કિંગ' વર્ષ 2026માં રિલીઝ થશે. આ ફિલ્મ દર્શકોને શાહરૂખ ખાનનું એવું રૂપ બતાવવા જઈ રહી છે જેવું તેમણે ક્યારેય જોયું નહીં હોય. આ એક શાનદાર અને જબરદસ્ત એક્શન એન્ટરટેઈનર છે, જે સ્ટાઈલ, કરિશ્મા અને થ્રિલને એક નવા સ્તરે રજૂ કરશે. સિદ્ધાર્થ આનંદની આ અત્યાર સુધીની સૌથી મોટી અને મસાલેદાર ફિલ્મ માનવામાં આવી રહી છે, જે તેમની એક્શન સ્ટોરીટેલિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જશે.

Advertisement

'કિંગ ઓફ હાર્ટ્સ'નું હથિયાર અને ડાયલોગ – SRK King Look

'કિંગ'નું ટાઇટલ રિવિલ વીડિયો શાહરૂખ ખાનની શાનદાર ઓળખની ઉજવણી છે, જે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ તરફથી ચાહકો માટે એક ભેટ છે. આ વીડિયો SRKના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યો, જ્યાં આપણે એ વ્યક્તિને જોઈએ છીએ જેને સૌ 'કિંગ ખાન' કહે છે, તે હવે તે જ નામના રોલમાં દમદાર અને જોશથી ભરેલા અંદાજમાં જોવા મળી રહ્યા છે. એક એવું પાત્ર જેનું નામ માત્ર ડર નહીં, પણ દહેશત ફેલાવે છે. વીડિયોમાં તેમનો જોરદાર ડાયલોગ છે: "સૌ દેશોમાં બદનામ, દુનિયાએ આપ્યું ફક્ત એક જ નામ - કિંગ". ચાહકોએ નોંધ્યું કે શાહરૂખ ખાન 'કિંગ ઓફ હાર્ટ્સ' કાર્ડને હથિયારની જેમ પકડેલા દેખાયા, જે તેમના 'દિલોના બાદશાહ' (King of Hearts) ના વાસ્તવિક નામ તરફ ઈશારો કરે છે.

શાહરૂખ ખાનનો સિલ્વર હેર લૂક થયો વાયરલ – Shah Rukh Khan New Movie

શાહરૂખ ખાનનો નવો સિલ્વર હેર લૂક, ઇયરરિંગ્સ અને સ્ટાઇલિશ અંદાજ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી, જે આ પાત્રને સંપૂર્ણપણે નવું અને અલગ બનાવે છે. ફિલ્મ 'કિંગ' વર્ષ 2026 માં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે..

આ પણ વાંચો :   Happy Birthday Shahrukh Khan : વાંચો ₹50ની પહેલી સેલરીથી ₹12,490 કરોડની સફર!

Tags :
Advertisement

.

×