અંબાણી પરિવારના નવા વર્ષને યાદગાર બનાવવા બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો
- સેલિબ્રેશનમાં Bollywood ના ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા
- લગ્ન પછી રાધિકા અને અનંતનું આ પહેલું નવું વર્ષ છે
- વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા
Ambani’s Celebration on New Year : વર્ષ 2025 આવી ગયું છે. વિશ્વના ખુણે-ખુણે વિવિધ રીતે લોકોએ વર્ષ 2025 નું આગમન કર્યું હતું. લોકોએ વર્ષ 2025 ના આગમન પર આતશબાજી અને ઉલ્લાસથી નવા વર્ષનું આગમન કર્યું હતું. તો ગુજરાતમાં Ambani family એ ખુબ જ અનોખી રીતે નવા વર્ષની શરૂઆત કરી હતી. Ambani family ના આંગણે એક ખાસ જશ્નનું આયોજન કરાયું હતું.
સેલિબ્રેશનમાં Bollywood ના ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા
જોકે Ambani family એ આ કાર્યક્રમને વધુ શાનદાર બનાવવા માટે Bollywood ના દિગ્ગજ કલાકારો અને ગાયકોને બોલાવ્યા હતા. ત્યારે નવા વર્ષની ઉજવણી દરમિયાન Ambani family સાથે ગુજરાતના જામનગરમાં Salman Khan અને Shahrukh Khan પોતાના પરિવાર સાથે આવ્યા હતા. જોકે સોનાક્ષી-ઝહીર, આલિયા-રણબીર જેવા ઘણા સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી કરવા દેશની બહાર ગયા હતા.આ ખાસ સેલિબ્રેશનમાં Bollywood ના ઘણા મોટા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: Bollywood ક્યારે પણ પુષ્પા જેવી ફિલ્મ નહીં બનાવી શકે: Anurag Kashyap
View this post on Instagram
લગ્ન પછી રાધિકા અને અનંતનું આ પહેલું નવું વર્ષ છે
આ પ્રસંગે Bollywood અભિનેતા Shahrukh Khan તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ સાથે જામનગર પહોંચ્યા હતા. સુપરસ્ટાર Salman Khan એ પણ Ambani family ની 2025 ની New Year party માં હાજરી આપી હતી. આ શાનદાર પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પછી રાધિકા અને અનંતનું આ પહેલું નવું વર્ષ છે, તેથી Ambani family એ તેને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. તાજેતરમાં જ સલમાને તેનો 59 મો જન્મદિવસ તેના સમગ્ર પરિવાર, મિત્રો અને Ambani family સાથે ઉજવ્યો હતો.
Exclusive clip :-
MEGASTAR #SalmanKhan𓃵 meeting with Ambani family & piramal family#Sikandar #Salmankhan #SikandarTeaser #Ambani pic.twitter.com/0LSyXioSiV
— Sikandar 👑 (@TaufiqulT90790) December 31, 2024
વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા
View this post on Instagram
Ambani family ની New Year party ને મંત્રમુગ્ધ બનાવવા માટે સિંગર સુનિધિ ચૌહાણે જામનગરને પોતાના અવાજ ગુંજવ્યું હતું. તે ઉપરાંત કોમિક એક્ટર કીકુ શારદાએ પણ લોકોને ખૂબ હસાવ્યા હતા. નવા વર્ષ ઉપરાંત જામનગર રિલાયન્સ રિફાઈનરીની સિલ્વર જ્યુબિલીની પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ New Year party ના વિવિધ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સૌથી હિંસક ફિલ્મ 'માર્કો'એ દર્શકોના દિલ જીત્યા, ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ


