Shahid Kapoor ની ફિલ્મ દેવાની રિલીઝ ડેટ કરી શેર, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ
- Shahid Kapoorનો ખૂંખાર લૂક જોવા મળી રહ્યો છે
- અમિત બચ્ચનના રોલ સાથે શાહિદનું ખાસ કનેક્શન
- શાહિદ પોલીસ ઓફિસર દેવાના રોલમાં જોવા મળશે
Shahid Kapoor Film Deva : આ વર્ષે અભિનેતા Shahid Kapoor ની સૌથી મોસ્ટ અવેટેડ Film Deva રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મમાં ફરી એકવાર Shahid Kapoor નો માસ લૂક જોવા મળશે. જોકે આ ફિલ્મની રિલીઝ તારીખને ગત દિવસોમાં જાહેર કરવામાં આવી હતી. પરંતુ તે તારીખને બદલીને અન્ય નવી તારીખ શેર કરવામાં આવી છે. શાહિદ Film Deva માં પોલીસ ઓફિસર તરીકે જોવા મળશે અને આ ફિલ્મ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Shahid Kapoorનો ખૂંખાર લૂક જોવા મળી રહ્યો છે
અગાઉ આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થવાની હતી. પરંતુ Shahid Kapoor એ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફિલ્મની નવી તારીખની જાહેરાત કરી હતી. Shahid Kapoor એ Film Deva નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આમાં Shahid Kapoor દેવાના લુકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, લૉક એન્ડ લોડ... દેવા, 31 જાન્યુ. 2025 ના રોજ સિનેમાઘરોમાં મળીશું. ફિલ્મના પોસ્ટરમાં Shahid Kapoorનો ખૂંખાર લૂક જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Diljit Dosanjh ને પોતાના ગાયન કારણે ફરી પંજાબ સરકારના સકંજામાં
View this post on Instagram
અમિત બચ્ચનના રોલ સાથે શાહિદનું ખાસ કનેક્શન
શાહિદની પાછળ અમિતાભ બચ્ચનની ફિલ્મ દીવારનો લુક જોવા મળી રહ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફિલ્મમાં અમિત બચ્ચનના રોલ સાથે શાહિદનું ખાસ કનેક્શન જોવા મળશે. અત્યારે તો આનો અંદાજો જ લગાવી શકાય છે. અગાઉ શેર કરવામાં આવ્યું હતું કે, જ્યારે આ ફિલ્મને 19 જુલાઈ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. પરંતુ હવે, ફિલ્મની નવી તારીખ શેર કરી છે. ત્યારે આ ફિલ્મને 31 જાન્યુ. ના દિવસે રિલીઝ કરવામાં આવશે.
View this post on Instagram
શાહિદ પોલીસ ઓફિસર દેવાના રોલમાં જોવા મળશે
Film Deva નું નિર્દેશન મલયાલમ ફિલ્મ નિર્દેશક રોશન એન્ડ્રુઝે કર્યું છે. ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર છે. આ ફિલ્મમાં શાહિદ પોલીસ ઓફિસર દેવાના રોલમાં જોવા મળશે છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી પૂજા હેગડે છે અને તેના સિવાય કુબ્રા સૈત અને પાવેલ ગુલાટી જેવા કલાકારો પણ જોવા મળશે.
આ પણ વાંચો: અંબાણી પરિવારના નવા વર્ષને યાદગાર બનાવવા બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો


