Swati Sachdeva Controversial Joke : 'શરમજનક!' આવી સ્ત્રીઓ..., રણવીર પછી હવે સ્વાતિ સચદેવાએ પોતાની જ માતા પર અશ્લીલ કોમેડી કરી
- રણવીર બાદ કોમેડિયન સ્વાતિ સચદેવાએ તોડી હદો
- સ્વાતિ સચદેવાની ટિપ્પણીઓ મુદ્દે લોકોએ લીધો ઉધડો
- કોમેડીના નામે મા-બાપને પણ નથી છોડતા : યુઝર્સ
Swati Sachdeva Controversial Joke : આજકાલ, આપણે કોમેડી શોના નામે ઘણા બધા અશ્લીલ સ્પર્ધકો જોઈ રહ્યા છીએ. તાજેતરમાં, સમય રૈનાના યુટ્યુબ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ને લઈને ઘણો વિવાદ થયો હતો. રણવીર અલ્લાહબાડિયાએ શોમાં માતા-પિતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પછી ઘણા રાજ્યોમાં તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. હવે, રણવીર પછી, વધુ એક મહિલા સ્ટેન્ડ-અપ કોમેડિયને સેક્સ ટોય વાઇબ્રેટરના નામે શોમાં બધાની સામે તેની માતા વિશે કંઈક એવું કહ્યું છે, જેનાથી લોકો ગુસ્સે થયા છે.
View this post on Instagram
સ્વાતિ સચદેવાએ પોતાના એક્ટથી લોકોમાં ફરી રોષ ભડકાવ્યો
યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાના વિવાદાસ્પદ નિવેદનથી શરૂ થયેલી મુશ્કેલીઓ હજુ શાંત નથી થઈ ત્યાં ફીમેલ સ્ટેન્ડઅપ કોમેડિયન સ્વાતિ સચદેવાએ પોતાના એક્ટથી લોકોમાં ફરી રોષ ભડકાવ્યો છે. સ્વાતિ સચદેવાનો પોતાની જ માતા પર અશ્લીલ કોમેડીનો વીડિયો વાયરલ થતાં લોકોએ ટ્રોલ કરી છે. વાઈબ્રેટરનો ઉલ્લેખ કરીને સ્વાતિએ જે વાત કરી તેને સાંભળીને લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે. લોકોએ ટિપ્પણીઓને અપમાનજક અને બેશરમ ગણાવી છે. નેટીઝન્સે શબ્દોને અશ્લીલ ગણાવીને કોમેડિયન સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
हम कुछ बोलेंगे तो विवाद हो जाएगा pic.twitter.com/sDoN6oogAy
— Kreately.in (@KreatelyMedia) March 28, 2025
'મારી માતા એક કૂલ મમ્મી બનવાનો પ્રયાસ કરી રહી છે'
આ સ્ટેન્ડ-અપ કોમેડિયન બીજું કોઈ નહીં પણ સ્વાતિ સચદેવા છે. સ્વાતિનો એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની માતા વિશે અશ્લીલ વાતો કહેતી જોવા મળી રહી છે. વાયરલ ક્લિપમાં, સ્વાતિ કહી રહી છે કે, 'મારી માતા એક કૂલ મમ્મી બનવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે કરી શકતી નથી.' તાજેતરમાં જ મારી સાથે એક ઘટના બની, તેમણે મારું વાઇબ્રેટર પકડી લીધું, તે પૂરા આત્મવિશ્વાસથી મારી તરફ આવી અને મારી બાજુમાં બેસી, અને કહ્યું હું તારી સાથે મિત્રની જેમ વાત કરવા માંગુ છું. 'તે ચોક્કસપણે મારું વાઇબ્રેટર ઉધાર લેવાનું કહેશે.'
માતાપિતાને પોતાના પર શરમ આવવી જોઈએ
આ વીડિયો ક્લિપ જોયા પછી લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. લોકો સ્વાતિથી ખૂબ ગુસ્સે છે. એટલું જ નહીં, લોકોએ સ્વાતિ સામે કાર્યવાહીની માંગ કરી છે. એક યુઝરે લખ્યું, 'બેશરમ... શરમજનક.' મજાક અને હાસ્ય ચાલી રહ્યું છે પણ હવે આ હદ વટાવી રહ્યું છે... "પોતાને પ્રખ્યાત બનાવવા માટે માતાપિતાનો કોઈ આદર નથી," એક ગુસ્સે ભરાયેલા યુઝરે લખ્યું. બીજાએ લખ્યું: 'શરમજનક.' કોમેડી અને સ્વતંત્રતાના નામે, કેટલીક મહિલાઓ સમગ્ર સમુદાયને બદનામ કરી રહી છે. "ઘૃણાસ્પદ, તેના માતાપિતાને પોતાના પર શરમ આવવી જોઈએ,". એટલું જ નહીં, કેટલાક યુઝર્સે દિલ્હી પોલીસને પણ ટેગ કરીને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી.
આ પણ વાંચો: Rajkot : ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા


