Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shehnaaz Gill અને Honey Singh ની જોડી પહેલીવાર સ્ક્રીન પર! પોસ્ટર રિલીઝ

Shehnaaz Gill and Honey Gill : ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ચાહકો માટે ખુશખબર છે. લોકપ્રિય ગાયિકા અને અભિનેત્રી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને દેશના પ્રખ્યાત રેપર હની સિંહ (Honey Singh) પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.
shehnaaz gill અને honey singh ની જોડી પહેલીવાર સ્ક્રીન પર  પોસ્ટર રિલીઝ
Advertisement
  • Shehnaaz Gill અને Honey Singh ની જોડી પહેલી વાર સ્ક્રીન પર
  • “When and Where” પોસ્ટરે મચાવ્યો સોશિયલ મીડિયામાં ધમાકો
  • ચાહકોમાં ઉત્સાહ : 18 ઑગસ્ટે આવશે Shehnaaz-Honey નું ગીત

Shehnaaz Gill and Honey Gill : ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ચાહકો માટે ખુશખબર છે. લોકપ્રિય ગાયિકા અને અભિનેત્રી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને દેશના પ્રખ્યાત રેપર હની સિંહ (Honey Singh) પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંનેનો આવનારો મ્યુઝિક વીડિયો "When and Where" ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે, અને તેનો પ્રથમ પોસ્ટર પહેલેથી જ સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યું છે.

ગીતનું પોસ્ટર અને શહેનાઝનો ખુલાસો

શહેનાઝ ગિલ (Shehnaaz Gill) એ ઇન્સ્ટાગ્રામ પર ગીતનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે પોતાના ગ્લેમરસ લુકમાં નજરે પડે છે. હની સિંહ (Honey Singh) પોતાના ખાસ સ્ટાઇલ અને હટકે અંદાજમાં જોવા મળે છે. પોસ્ટર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ઉત્સાહની લહેર દોડી ગઈ છે. Bigg Boss 13 ની ભૂતપૂર્વ સ્પર્ધકે પોતાના પોસ્ટ સાથે ચાહકોને વાયદો કર્યો છે કે આ ગીત ‘આતશબાજી’થી ભરપૂર રહેશે. આખું ગીત 18 ઑગસ્ટે રિલીઝ થવાનું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

Advertisement

Shehnaaz–Honey ની કેમિસ્ટ્રી પર ચર્ચા

"When and Where" ના પોસ્ટરમાં બંને આર્ટિસ્ટ ખૂબ જ આકર્ષક પોઝમાં જોવા મળે છે. ફોટોમાં બંને વચ્ચેની સહજ કેમિસ્ટ્રી સ્પષ્ટપણે દેખાય છે. એવું લાગે છે કે આ જોડીને નાઇટક્લબ જેવા માહોલમાં પોઝ આપતા કેદ કરવામાં આવ્યા છે. ચાહકોનું કહેવું છે કે પોસ્ટરમાં જ બંનેની ઉર્જા એટલી જબરદસ્ત લાગી રહી છે કે ગીત રિલીઝ થયા પછી તે સંગીત અને વિઝ્યુઅલ – બંને રીતે લોકોના દિલ જીતી લેશે.

ચાહકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયામાં આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ ચાહકો કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. કોઈએ લખ્યું "વાહ, ઇક્ક કુડી," તો કોઈએ "સો એક્સાઇટેડ" કહીને પોતાની ખુશી વ્યક્ત કરી. જાણીતી સેલિબ્રિટી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પણ રિએક્ટ કરતા લખ્યું "ઉફ્ફ". સ્પષ્ટ છે કે આ મ્યુઝિક વીડિયો રિલીઝ પહેલાં જ ચર્ચાનો વિષય બની ગયો છે.

શહેનાઝની આવનારી ફિલ્મ "ઇક્ક કુડી"

માત્ર ગીત જ નહીં, શહેનાઝ ગિલ હાલમાં પોતાની આવનારી પંજાબી ફિલ્મ ઇક્ક કુડી ને લઈને પણ ચર્ચામાં છે. થોડા મહિના પહેલા તેણે આ ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મથી શહેનાઝ માત્ર અભિનેત્રી તરીકે નહીં પરંતુ પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યુ કરી રહી છે. આ પ્રોજેક્ટ કૌશલ જોશીની રાય પિક્ચર્સ, શહેનાઝ ગિલ પ્રોડક્શન અને અમરજીત સિંહ સરોનની અમોર ફિલ્મ્સનું સંયુક્ત સાહસ છે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન અમરજીત સિંહ સરોન કરી રહ્યા છે. આ ફિલ્મ 13 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે તેને 19 સપ્ટેમ્બર, 2025 સુધી માટે મુલતવી રાખવામાં આવી છે, જેથી તહેવારોના સીઝનમાં તેને વધુ પ્રેક્ષકો મળી શકે.

આ પણ વાંચો :  બોલિવૂડ અભિનેત્રી Shilpa Shetty એ પતિ રાજ કુન્દ્રા સાથે મળીને 60 કરોડનું કરી નાંખ્યું!

Tags :
Advertisement

.

×