રાજ કુંદ્રાનો મોટો ખુલાસો: પિતાએ શિલ્પા શેટ્ટી માટે કહ્યું હતું કે, "દારૂ પીએ છે, સિગારેટ પીએ છે"
- મહેર ફિલ્મના પ્રમોશનમાં રાજકુંદ્રાએ જણાવી પોતાની લવસ્ટોરી ( Shilpa Raj love story)
- ફરાહખાનના વ્લોગમાં રાજકુંદ્રાએ શિલ્પા શેટ્ટી અંગે કર્યા ખુલાસા
- રાજકુંદ્રાના પિતાને શિલ્પા શેટ્ટી સાથેનો સંબંધ મંજૂર ન હતો
- શિલ્પા સિગારેટ અને દારુ પીતી હોવાની વાત નહતી મંજૂર
Shilpa Raj love story : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા આ દિવસોમાં અનેક કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે રૂ.60 કરોડની ઠગાઈના મામલે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, શિલ્પા શેટ્ટીની મુંબઈમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ બંધ થવાના સમાચાર પણ લોકોમાં ચિંતાનો વિષય બન્યા છે. આ બધાની વચ્ચે રાજ કુંદ્રા પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ 'મેહર'ને લઈને પણ ચર્ચામાં છે.
રાજ કુંદ્રાની આ પંજાબી ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે રાજ કુંદ્રા ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે અને તેઓ ઘણા ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ફરહા ખાનના બ્લોગમાં પોતાની અને શિલ્પા શેટ્ટીની લવ સ્ટોરી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
View this post on Instagram
રાજ કુંદ્રાએ જણાવ્યું કે જ્યારે તેમણે પહેલીવાર શિલ્પા શેટ્ટીને જોઈ, ત્યારે જ તેઓ તેમને પ્રેમ કરવા લાગ્યા હતા. તેઓ પહેલી જ નજરમાં શિલ્પાને દિલ દઈ બેઠા હતા. જોકે, શરૂઆતમાં રાજ કુંદ્રાના પિતાને આ સંબંધ મંજૂર નહોતો. તેઓ આ લગ્નથી બિલકુલ ઉત્સાહિત નહોતા. હકીકતમાં, તેમને એ વાત પસંદ નહોતી કે તેમનો દીકરો કોઈ અભિનેત્રી સાથે સંબંધ રાખે.
શિલ્પા શેટ્ટી માટે કહી હતી આવી વાત
રાજ કુંદ્રાએ ખુલાસો કર્યો કે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે, "અરે યાર, અભિનેત્રીના ચક્કરમાં કેમ ફસાઈ ગયો? તે દારૂ પીએ છે, સિગારેટ પણ પીએ છે." પરંતુ પછી પરિવારના કેટલાક નજીકના લોકોએ તેમને સમજાવ્યું કે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં શિલ્પા શેટ્ટીને મળી લે. આ પછી, જ્યારે પરિવારે શિલ્પા સાથે મુલાકાત કરી, તો તેમનો વિચાર સંપૂર્ણપણે બદલાઈ ગયો.
પરિવારને પહેલી જ નજરમાં શિલ્પા પસંદ આવી
રાજ કુંદ્રાએ હસતાં હસતાં જણાવ્યું કે, શિલ્પા શેટ્ટીને મળ્યા બાદ મારા પરિવારના સભ્યોએ મને કહ્યું હતું કે, "તું તો સાઈડ પર થઈ જા, હવે અમે બંને તેની સાથે વાત કરીશું." રાજ કુંદ્રાના કહેવા મુજબ, તેમના પરિવારના સભ્યોને પહેલી નજરમાં જ શિલ્પા ખૂબ પસંદ આવી ગઈ હતી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની લવ સ્ટોરી ( Shilpa Raj love story)
વ્યવસાયી રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની પહેલી મુલાકાત વર્ષ 2007માં થઈ હતી. ધીમે ધીમે તેમનો પ્રેમ વધુ ગાઢ બન્યો અને બંનેએ 22 નવેમ્બર, 2009ના રોજ લગ્ન કરી લીધા. આ પછી, 2012માં તેમને એક દીકરો થયો, જ્યારે 2020માં શિલ્પા શેટ્ટી સરોગસી દ્વારા એક સુંદર દીકરીની પણ માતા બની છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની આ લવ સ્ટોરી તેમના ચાહકો માટે હંમેશા એક પ્રેરણાસ્ત્રોત રહી છે, અને બંને આજે પણ એકબીજા સાથે ખૂબ ખુશ છે.
આ પણ વાંચો : Shilpa Shetty-Raj Kundra સામે Lookout Notice જાહેર, મુંબઈ પોલીસની કાર્યવાહી


