60 કરોડની ઠગાઈ કેસમાં શિલ્પા શેટ્ટીની 5 કલાક પૂછપરછ, તપાસમાં શું આવ્યું બહાર?
- બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો (Shilpa Shetty EOW Inquiry)
- આર્થિક ગુના નિવારણ વિભાગ દ્વારા છેતરપિંડીના કેસમાં પૂછપરછ
- EOW ટીમે શિલ્પા શેટ્ટીની પાંચ કલાક સુધી કરી પૂછપરછ
- અભિનેત્રી સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાનો અહેવાલ
Shilpa Shetty EOW Inquiry : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈ પોલીસના આર્થિક ગુના નિવારણ વિભાગ (EOW) એ રુ.60 કરોડની કથિત છેતરપિંડીના એક મોટા કેસના સંદર્ભમાં અભિનેત્રીની આશરે પાંચ કલાક સુધી લાંબી પૂછપરછ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, EOW ટીમે શિલ્પા શેટ્ટીના નિવાસસ્થાને જઈને તેમનું નિવેદન નોંધ્યું હતું. આ કેસમાં અગાઉ તેમના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની પણ બે વખત પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
EOW દ્વારા શિલ્પા શેટ્ટીને લગભગ પાંચ કલાક સુધી વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પૂછપરછમાં અભિનેત્રીએ સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાના અહેવાલ છે.
હજુ સુધી કોઈ ચાર્જસીટ દાખલ કરાઈ નથી (Shilpa Shetty EOW Inquiry)
તપાસમાં એવું બહાર આવ્યું છે કે કથિત છેતરપિંડીની રકમનો એક ભાગ શિલ્પા શેટ્ટીના બેંક ખાતામાં પણ જમા થયો હતો, જેના કારણે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ હાલમાં એ વાતની તપાસ કરી રહી છે કે શું શિલ્પા શેટ્ટી આ નાણાકીય લેવડદેવડથી માહિતગાર હતા કે પછી તેઓ અજાણ હતા. નોંધનીય છે કે, આ કેસમાં હજુ સુધી કોઈની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.
खबर है कि मुंबई पुलिस की आर्थिक अपराध शाखा (EOW) ने 60 करोड़ रुपये की ठगी के मामले में अभिनेत्री शिल्पा शेट्टी से करीब चार घंटे तीस मिनट तक पूछताछ की।
सूत्रो के मुताबिक यह मामला बेस्ट डील टीवी प्राइवेट लिमिटेड कंपनी से जुड़ा है, जिसमें शिल्पा शेट्टी और उनके पति राज कुंद्रा… pic.twitter.com/hflO8kgsDT
— Shivani (@shivani_di) October 7, 2025
શું છે રુ.60 કરોડની છેતરપિંડીનો મામલો? (Shilpa Shetty EOW Inquiry)
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી અન્ય એક રુ.60.4 કરોડની છેતરપિંડીના મામલામાં તપાસનો સામનો કરી રહ્યા છે. આ કેસ હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.
છેતરપિંડી કરવા બદલ કેસ
આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ સ્ટાર કપલ અને અન્ય લોકો વિરુદ્ધ ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે ઋણ-સહ-રોકાણ (Loan-cum-Investment) સોદામાં છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી હવે બંધ થઈ ચૂકેલા 'બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ'ના ડિરેક્ટર હતા.
દીપક કોઠારીના આરોપો:
ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે તેમણે વર્ષ 2015 થી 2023 વચ્ચે, વ્યવસાયિક વિસ્તરણના નામે 'બેસ્ટ ડીલ ટીવી'માં કુલ રુ.60.48 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, તેમના કહેવા મુજબ, આરોપીઓ દ્વારા આ રોકાણનો ઉપયોગ પોતાના અંગત લાભ માટે કરવામાં આવ્યો હતો.EOW આ સમગ્ર પ્રકરણમાં નાણાકીય માર્ગો અને શિલ્પા શેટ્ટીની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Vijay Deverakonda Accident : રશ્મિકા સાથે સગાઈના ચર્ચા વચ્ચે વિજય દેવરકોંડાનો કાર અકસ્માત


