Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cafe firing : કેનેડામાં Kapil Sharmaના રેસ્ટોરન્ટ પર ફાયરિંગ, 3 દિવસ પહેલા જ થયું હતું ઓપનિંગ

કોમેડિયન કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફાયરિંગ કપિલનો આ કાફે થોડા દિવસ પહેલા જ ખુલ્યો હતો એક વીડિયો સોશિયલ મીડિયા સામે આવ્યો  kapil sharma cafe firing : કોમેડિયન કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર...
cafe firing   કેનેડામાં kapil sharmaના રેસ્ટોરન્ટ પર ફાયરિંગ  3 દિવસ પહેલા જ થયું હતું ઓપનિંગ
Advertisement
  • કોમેડિયન કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર
  • કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફાયરિંગ
  • કપિલનો આ કાફે થોડા દિવસ પહેલા જ ખુલ્યો હતો
  • એક વીડિયો સોશિયલ મીડિયા સામે આવ્યો 

kapil sharma cafe firing : કોમેડિયન કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં કપિલ શર્માના કાફેમાં Kap’s પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલનો આ કાફે થોડા દિવસ પહેલા જ ખુલ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ કારમાં છે અને આ વીડિયો પણ ત્યાંથી જ બનાવવામાં આવ્યો છે.

કેનેડાના "કેપ્સ કેફે" પર ફાયરિંગ

કોમેડિયન કપિલ શર્માના કેનેડાના "કેપ્સ કેફે"ની ખિડકી પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. હુમલાખોર કારમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. કપિલનું આ કેફે કેનેડાના સરે વિસ્તારમાં છે. થોડા દિવસ અગાઉ આ કેફેનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ ફાયરિંગ રાત્રે કરવામાં આવી હતી. હુમલાખોર ખિડકીના કાળા કાચ પર ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -પૂર્વ કેન્દ્રિય મંત્રી જૂના અંદાજમાં દર્શકો વચ્ચે જશે, 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ફરી દિલ જીતવા મેદાને

Advertisement

તાજેતરમાં ખુલ્યું

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા હાલમાં તેના નેટફ્લિક્સ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની ત્રીજી સીઝનમાં વ્યસ્ત છે. આ સાથે કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં એક કાફે ખોલ્યો હતો. કપિલ શર્માએ પણ તેના સોફ્ટ લોન્ચમાં હાજરી આપી હતી. તાજેતરમાં કપિલ શર્માની પત્ની ગિન્નીએ પણ કાફેનો એક વીડિયો શેર કર્યો હતો અને અહીં આવનારા લોકોનો આભાર માન્યો હતો. હવે કેનેડાથી એક આતંકવાદીએ કપિલના આ કાફે પર ગોળીબાર કર્યો છે. હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ ગોળીબારનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો -TMKOC: તારક મહેતા શૉ છોડવા અંગે સોનુ ભિડેએ ખોલ્યા અંદરના રાઝ

રેસ્ટોરન્ટ ખુલતા જ હોબાળો મચી ગયો હતો

તમને જણાવી દઈએ કે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરમીત સિંહ કપિલ શર્માના કેટલાક નિવેદનોથી ગુસ્સે થયા હતા અને તેમણે આ ગોળીબારની જવાબદારી લીધી છે. તાજેતરમાં કપિલ શર્માએ આ કાફે ખોલ્યો છે અને તેની પત્ની ગિન્ની ચતરથ સાથે તેને ચલાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં કપિલ શર્માની પત્ની ગિન્નીએ તેનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેનો લક્ઝરી લુક સામે આવ્યો હતો. આ રેસ્ટોરન્ટ પછી, ફિલ્મ સ્ટાર્સે તેમને અભિનંદન આપ્યા હતા. કિકુ શારદાએ પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી અને ગિન્નીને નવા કાફે માટે અભિનંદન આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલના કેનેડામાં લાખો ચાહકો છે

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા હવે ભારતની બહાર પણ સ્ટાર માનવામાં આવે છે. કપિલ શર્માના ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઘણા ચાહકો છે. એટલું જ નહીં, કપિલ શર્માને ઘણીવાર આ દેશોમાં શો માટે આમંત્રિત કરવામાં આવે છે. કપિલ શર્માએ કેનેડામાં પણ ઘણા શો કર્યા છે. આ કારણે કપિલે અહીં પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું.

Tags :
Advertisement

.

×