Param Sundari માં સિદ્ધાર્થ-જાહ્નવીની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીત્યા ,જાણો કેવી છે ફિલ્મ!
- Param Sundari સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ
- સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની કેમિસ્ટ્રી દર્શકોને પસંદ આવી
- ફિલ્મના ગીતો અને ટ્રેલરે પહેલાથી જ દર્શકોને ગમ્યા હતા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનીત રોમેન્ટિક ફિલ્મ Param Sundari સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ. તુષાર જલોટા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના ગીતો અને ટ્રેલરે પહેલાથી જ દર્શકોને ગમ્યા હતા. ફિલ્મમાં સિદ્ધાર્થ દિલ્હીના પંજાબી છોકરાની ભૂમિકામાં અને જાહ્નવી કેરળની છોકરીની ભૂમિકામાં છે, જેમની વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળે છે. સંજય કપૂર અને મનજોત સિંહ પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. હવે ફિલ્મના પહેલા દિવસના ફર્સ્ટ શો જોનારા દર્શકોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
Param Sundari માં સિદ્ધાર્થ-જાહ્નવીની કેમિસ્ટ્રીની પ્રશંસા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મ વિશે દર્શકોની પ્રતિક્રિયાઓ આવી છે. ઘણાએ તેને ક્લાસિક હિન્દી રોમેન્ટિક ફિલ્મ કહી છે, જ્યારે કેટલાકે સિદ્ધાર્થ અને જાહ્નવીની કેમિસ્ટ્રીની પ્રશંસા કરી છે.એક યુઝરે લખ્યું, પરમ સુંદરી પંજાબી સિનેમા અને સંસ્કૃતિના ડ્રામા સાથે ચાહકો માટે એક મનોરંજક ફિલ્મ છે. તે હૃદયસ્પર્શી ફિલ્મ છે. બીજા યુઝરે કહ્યું સિદ્ધાર્થ અને જાહ્નવીની અદ્ભુત કેમિસ્ટ્રી જોવા મળે છે. આ ફિલ્મ એક મનોરંજક, હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે, જે બે અલગ અલગ સંસ્કૃતિઓનું સુંદર મિશ્રણ જોવા મળે છે.
એક યુઝરે લખ્યું- આ ફિલ્મ મનોરંજક ફિલ્મ બનવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે તે એકદમ સપાટ લાગે છે. લેખન ખૂબ જ સામાન્ય સ્તરે છે, ટાઇમિંગ કોમેડી સારી છે. સિદ અને જાહ્નવી સારા લાગે છે. ફિલ્મની સંગીત સારી છે
Param Sundari ફિલ્મની ખાસિયત
ટ્વિટર પર ઘણા લોકો તેને 'ઉત્તમ હિન્દી રોમેન્ટિક ફિલ્મ' કહી રહ્યા છે, જેમાં રોમાંસ, સંગીત, બે સંસ્કૃતિઓ અને કૌટુંબિક લાગણીઓનું મિશ્રણ જોવા મળે છે. સોનુ નિગમનું ગીત 'પરદેશિયા' પણ દર્શકોને ગમ્યું.ફિલ્મમાં સિદ્ધાર્થ દિલ્હીના એક પંજાબી છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે જે કેરળની એક છોકરી જાહ્નવી સાથે પ્રેમમાં પડે છે. આ સાથે સંજય કપૂર અને મનજોત સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
Param Sundari વિશે તરણ આદર્શે શું લખ્યું
તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ, DELIGHTFUL માં લખ્યું., ફિલ્મને 3.5 સ્ટાર તેમણે આપ્યા છે, એક ફીલ-ગુડ એન્ટરટેઈનર જે સારૂં લાગે છે.. શાનદાર કેમિસ્ટ્રી. ઉત્તમ સંગીત, તેની સૌથી મોટી સ્ટ્રેન્થ અટકળોથી વિપરીત, પરમ સુંદરી... 2 સ્ટેટ્સ, ચેન્નાઈ એક્સપ્રેસ, કે RRKPK માંથી ઉધાર લેતી નથી... તે એક અલગ ટેસ્ટ સાથે રજૂ કરાઇ છે... દિગ્દર્શક તુષાર જલોટાએ રોમાંસ અને ડ્રામાને સરળ અને સુંદર રીતે રજૂ કર્યું છે, પરંતુ ઇન્ટરવલ પછી ફિલ્મ વધુ આકર્ષિત બની શકે છે
આ પણ વાંચો: Bigg Boss 19 ના ઘરમાં નવી એપ રૂમ લોન્ચ, દર્શકોમાં સસ્પેન્સ બરકરાર


