ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો YODHA, સેનાના જવાન તરીકે ફરી સ્ક્રીન ઉપર ધૂમ મચાવશે

YODHA TEASER RELEASE : બોલીવુડના યંગ જનરેશનના સૌથી ગુણી કલાકારમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ગણતરી થાય છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કારકિર્દીની શુરાત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાને સાચી ઓળખાણ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન ઉપર આધારિત ફિલ્મ શેરશાહથી મળી હતી. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા...
02:59 PM Feb 19, 2024 IST | Harsh Bhatt
YODHA TEASER RELEASE : બોલીવુડના યંગ જનરેશનના સૌથી ગુણી કલાકારમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ગણતરી થાય છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કારકિર્દીની શુરાત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાને સાચી ઓળખાણ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન ઉપર આધારિત ફિલ્મ શેરશાહથી મળી હતી. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા...

YODHA TEASER RELEASE : બોલીવુડના યંગ જનરેશનના સૌથી ગુણી કલાકારમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ગણતરી થાય છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કારકિર્દીની શુરાત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાને સાચી ઓળખાણ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન ઉપર આધારિત ફિલ્મ શેરશાહથી મળી હતી. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા વધુ એક વખત ભારતીય જવાનના રૂપમાં જોવા મળવાના છે. જેની પહેલી ઝલક સામે આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ YODHA નું ટીઝર આજરોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે અને નિર્દેશક સાગર આંબરે અને પુષ્કર ઓઝા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આર્મી જવાનના રૂપમાં જોવા મળશે, આ ફિલ્મમાં તેમની સાથે રાશિ ખન્ના, દિશા પટણી અને રાહુલ ચૌધરી જોવા મળશે. ફિલ્મને 15 માર્ચ 2024 ના રોજ સિનેમઘરોમાં રીલિઝ કરવામાં આવશે.

હવે ફિલ્મની પહેલી ઝલક સામે આવ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળી ચૂક્યો છે. તેણે આ સિરીઝ સાથે ઘણી પ્રશંસા મેળવી છે. તે જ સમયે, હવે સિદ્ધાર્થ 'યોધા' તરીકે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

માત્ર નિર્માતાઓને જ નહીં પણ ચાહકોને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી શકે છે.  જોવાનું એ રહે છે કે 'YODHA' બોક્સ ઓફિસ પર શું કમાણી કરશે?

આ પણ વાંચો -- Rashmika: રશ્મિકા મંદાના માંડ માંડ બચી! ફ્લાઈટમાં કરી રહી હતી મુસાફરી અને…

 

Tags :
DharmaDISHA PATNIIndian-ArmyKARAN JOHARRASHI KHANNASIDDHARTH MALHOTRAteaserYODHA
Next Article