Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મૂસેવાલાના નિધનનાં 3 વર્ષ પછી આ નવુ ગીત થશે રીલિઝ, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર જાહેર

દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનું નવું ગીત 'બરૌટા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. સિદ્ધુના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ગીતનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેના પર એક વૃક્ષ પર બંદૂકો જોવા મળે છે. પિતા બલકૌર સિંહે જણાવ્યું છે કે ગીતનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. સિદ્ધુના મૃત્યુ પછી આ તેનું નવું ગીત હશે.
સિદ્ધુ મૂસેવાલાના નિધનનાં 3 વર્ષ પછી આ નવુ ગીત થશે રીલિઝ  ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર જાહેર
Advertisement
  • Sidhu Moose Wala નું આગામી ગીત 'બરૌટા' ટૂંક સમયમાં રિલીઝ થશે.
  • ગીતનું પોસ્ટર સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરાયું.
  • પોસ્ટરમાં વૃક્ષ પર બંદૂકો દેખાય છે, જેણે ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે.
  • પિતા બલકૌર સિંહના મતે, ગીત આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.
  • સિદ્ધુના નિધન પછી 'એસવાયએલ' જેવા ઘણા ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે.

Sidhu Moose Wala : દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala)આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેના ચાહકોની સંખ્યા આજે પણ એટલી જ વિશાળ છે. વર્ષો પહેલા તેના ગીતોનો જે ક્રેઝ હતો તે આજે પણ યથાવત્ છે. આ બધાની વચ્ચે, સિદ્ધુના નિધનનાં લગભગ ત્રણ વર્ષ પછી હવે તેનું એક નવું ગીત આવી રહ્યું છે, જેને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Sidhu Moose Walaનું નવું ગીત

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું આગામી ગીત 'બરૌટા' (Barouta) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ માહિતી સિદ્ધુના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર કરવામાં આવી છે. સિદ્ધુ મૂસેવાલાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ગીતનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેના કેપ્શનમાં પૂછવામાં આવ્યું છે કે, 'શું તમે તૈયાર છો?' (Are you ready?)

Advertisement

Advertisement

Sidhu Moose Walaના ગીતનું નામ અને પોસ્ટર

ગીતના પોસ્ટર પર નજર કરીએ તો, તેમાં એક મોટું વૃક્ષ જોવા મળી રહ્યું છે, જેના પર અનેક બંદૂકો લટકાવેલી છે. પોસ્ટર પર મોટા અક્ષરોમાં ગીતનું નામ 'બરૌટા' લખેલું છે અને તેની નીચે 'સિદ્ધુ મૂસેવાલા' લખેલું છે. આ પોસ્ટર સામે આવતાની સાથે જ તે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયું છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

પિતા બલકૌર સિંહનું નિવેદન

સિદ્ધુના આ વાયરલ થઈ રહેલા પોસ્ટર પર ચાહકો હૃદયપૂર્વક પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ્સ દ્વારા પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. આટલું જ નહીં, સિદ્ધુના પિતા બલકૌર સિંહએ પણ તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ ગીતનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં સિદ્ધુનું એક ગીત રિલીઝ થઈ શકે છે."

Sidhu Moose Walaના મૃત્યુ પછી પણ અનેક ગીતો થયા રિલીઝ

નોંધનીય છે કે, 2022માં સિદ્ધુ મૂસેવાલાનું નિધન થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેના ઘણાં ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં 'ટેક નોટ્સ' (Take Notes), 'એસવાયએલ' (S.Y.L.), 'ધ લાસ્ટ રાઇડ' (The Last Ride), 'વૉર' (Vaar) અને 'નિયલ' (Niaal) જેવા હિટ ગીતોનો સમાવેશ થાય છે. હવે સિદ્ધુનું નવું ગીત 'બરૌટા' ચર્ચામાં આવ્યું છે, જોકે તેની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ચાહકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Udaipur Royal Wedding : નેત્રા અને વામસી લગ્નના તાંતણે બંધાયા, દુનિયાભરના દિગ્ગજો મહેમાન બન્યા

Tags :
Advertisement

.

×