Sidhu Moose Wala statue attack: સુદ્ધુ મુસેવાલાની સ્ટેચ્યૂ પર ફાયરિંગ, માતા થયા ભાવુક
સિદ્ધુ મૂસેવાલાની મૂર્તિ પર ગોળીબારથી ખળભળાટ. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી. માતા ચરણ કૌરે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, 'મૃત્યુ પછી પણ મારા પુત્રને શાંતિ નથી.'
Advertisement
- પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાની મૂર્તિ પર ગોળીબાર
- ડબવાલી સ્થિત સાવંતખેડામાં ગોળીબાર
- હુમલાની જવાબદારી લોરેન્સની ગેંગે લીધી
- મૂસેવાલાની માતા ચરણ કૌરે ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યું
Sidhu Moose Wala statue attack: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે તેમની પ્રતિમા (Sidhu Moose Wala statue attack) પર પણ હુમલો થયો છે. હરિયાણાના ડબવાલી સ્થિત સાવંતખેડા ગામમાં ગત મંગળવારે (5 ઓગસ્ટ) અજાણ્યા બદમાશોએ મૂસેવાલાની મૂર્તિ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ મૂસેવાલાના માતા ચરણ કૌરે સોશિયલ મીડિયા પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં તેને પોતાના પુત્રની આત્મા પરનો હુમલો ગણાવ્યો છે.
આ પણ વાંચો: No Entry 2 Update: 'નો એન્ટ્રી 2'માં દિલજીત દોસાંઝની ફરી એન્ટ્રી,ટૂંક સમયમાં શરૂ કરશે ફિલ્મની શુટિંગ
'લાઈવ હિન્દુસ્તાન'ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. ગેંગના સભ્યો ગોલ્ડી ઢિલ્લોં અને અર્જૂ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર દિગ્વિજય ચૌટાલા અને ગગન ખોખરીને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ મૂસેવાલાને શહીદનો દરજ્જો આપીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમના મતે, શહીદની મૂર્તિઓ ભગત સિંહ અથવા કોઈ સૈનિકની હોવી જોઈએ, નહિ કે કોઈ ગાયકની. આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો છે.
View this post on Instagram
માતા ચરણ કૌરની ભાવુક પોસ્ટ (Sidhu Moose Wala statue attack)
સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌરે ભાવુક થતા કહ્યું કે, તેમના પુત્રના દુશ્મનો તેને મૃત્યુ પછી પણ શાંતિથી રહેવા દેતા નથી. ઉલ્લેખનીય છે કે 2022માં ગેંગસ્ટરોએ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી હતી અને હવે ફરીથી તેમની પ્રતિમા પર થયેલા હુમલાએ એ જ ઘાને ફરી તાજો કર્યો છે.
મૂસેવાલાએ માત્ર નામ નથી આંદોલન છે
ચરણ કૌરે ઇન્સ્ટાગ્રામ પર પંજાબીમાં પોસ્ટ કરીને લખ્યું, "મારો પુત્ર લોકોના હકની વાત કરતો હતો અને હવે તે ભગવાન પાસે ગયા પછી પણ તેને ચૂપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે." તેમણે કહ્યું કે સિદ્ધુ મૂસેવાલા માત્ર એક નામ નથી, પરંતુ એક આંદોલન છે જે હંમેશા ચાલુ રહેશે. તેમણે દોષિતોને કડક સજા મળે તેવી આશા વ્યક્ત કરી અને કહ્યું કે, "અમારી ચૂપકીદી અમારી હાર નથી."
Advertisement


