Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લગ્નના બંધનમાં બંધાયો સિંગર દર્શન રાવલ, લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

પોપ્યુલર સિંગર દર્શન રાવલે તાજેતરમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. સિંગરના ગુપ્ત રીતે ઇન્ટીમેટ વેડિંગ હતા, જેમાં કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. સિંગરે લગ્નની પોસ્ટ દ્વારા લગ્નની જાહેરાત કરી છે.
લગ્નના બંધનમાં બંધાયો સિંગર દર્શન રાવલ  લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Advertisement
  • દર્શન રાવલે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
  • સિંગરના ગુપ્ત રીતે ઇન્ટીમેટ વેડિંગ હતા
  • કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંયુક્ત પોસ્ટ શેયર કરીને લગ્નના ફોટા શેર કર્યા

Singer Darshan Rawal got married : લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. ઘણા સેલિબ્રિટી લગ્નના બંધનમાં જોડાતા હોય છે. ત્યારે પોપ્યુલર સિંગર દર્શન રાવલના લગ્નના સમાચાર સામે આવ્યા છે. તેણે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ધરલ સુરેલીયા સાથે લગ્ન કરી લીધા છે. આ કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંયુક્ત પોસ્ટ શેયર કરીને લગ્નના ફોટા શેર કર્યા છે.

બોલીવુડનો ફેમસ સિંગર છે દર્શન રાવલ

દર્શન રાવલનો જન્મ 18 ઓક્ટોબર, 1994ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. દર્શન રાવલે સ્ટાર પ્લસના રિયાલિટી શો ઈન્ડિયાઝ રો સ્ટારમાં ભાગ લીધો હતો. દર્શન રાવલે 'મેરી પહેલી મોહબ્બત', 'ગુલાબી આંખેં', 'બેખુદી', 'તુમસે હી', 'જીના જીના' જેવા ગીતો ગાયા છે. દર્શન રાવલે 'રાની ઔર રોકી કી પ્રેમ કહાની' અને 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી' જેવી ફિલ્મો માટે ગીતો ગાયા છે.

Advertisement

દર્શન રાવલે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો

દર્શન રાવલ બોલીવુડના સૌથી પોપ્યુલર સિંગર્સમાંથી એક છે, જેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેના કેટલાક ફેમસ ગીતોમાં 'પ્રેમ રતન ધન પાયો' નું 'જબ તુમ ચાહો', 'તેરા સુરૂર' નું 'મૈં વો ચાંદ', 'સનમ તેરી કસમ' નું 'ખીચ મેરી ફોટો', 'લવયાત્રી' નું 'છોગડા', 'દિલ વીવર'નો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો :  Saif ali khan News: ન્યૂઝ ચેનલ જોતો, લોકેશન બદલતો, મોબાઈલ પણ બંધ, સૈફના હુમલાખોરે કર્યા ખુલાસા

લગ્નના ફોટા શેર કર્યા

દર્શન રાવલે હંમેશા પોતાના અવાજથી બધાનું દિલ જીતી લીધું છે અને હવે સિંગર દર્શન રાવલે આજે લાખો છોકરીઓના દિલ તોડી નાખ્યા છે. શનિવારે તેણે પોતાના લગ્નના ફોટા શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. ફોટામાં દર્શન રાવલ અને તેની પત્નિ ધરલ બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. દર્શને પોતે લગ્નના ફોટા શેર કરતા લખ્યું કે, તે મારી હંમેશાની બેસ્ટ ફ્રેન્ડ છે.

દર્શન રાવલની પત્ની કોણ છે?

ધરલ સુરેલિયા એક આર્કિટેક્ટ અને ડિઝાઈનર છે. તેણે બેબસન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને ઉદ્યોગસાહસિકતામાં એમ.એસસી. પણ કર્યું. દર્શન રાવલની પત્નીના લિંક્ડઈન મુજબ તે બટર કોન્સેપ્ટ્સના સ્થાપક છે જે એક ડિઝાઈન ફર્મ છે. ધરલ એક આર્કિટેક્ટ, ડિઝાઇનર અને કલાકાર છે. બંને પહેલા પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. થોડા વર્ષોના રિલેશનશિપ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે દર્શન પોતાના અંગત જીવનને અંગત રાખે છે. આજ પહેલા ન તો સોશિયલ મીડિયા પર કે ન તો કોઈ ઇન્ટરવ્યુમાં દર્શને ક્યારેય તેના સંબંધો વિશે વાત કરી છે. ધરલે પણ ક્યારેય સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું નથી.

સોશિયલ મીડિયા પ્રતિક્રિયા

દર્શનના લગ્નના ફોટા પર સેલેબ્સ અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે અને કેટલીક મહિલા ચાહકો ચોંકી ગઈ છે. કોઈ ટીમ છન્ના મેરેયા કે ટીમ સજના કહી રહ્યું છે. કોઈએ લખ્યું તમારા લગ્ન માટે અભિનંદન, પણ મારા આંસુ રોકાતા નથી. એકે લખ્યું કે, આજે મારું દિલ તૂટી ગયું છે.

આ પણ વાંચો :  ચૂમ દરંગ બાદ આ સ્પર્ધકને બહાર કાઢવામાં આવશે! જાણો ટોપ 3 માં કોણ છે?

Tags :
Advertisement

.

×