Zubeen Garg ના મૃત્યુ મામલે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરતી SIT
- સિંગર ઝુબિન ગર્ગનું સિંગાપોરમાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું
- ઘટના બાદ આસામ પોલીસની એસઆઇટીની રચના કરવામાં આવી હતી
- ઘટનાના 85 દિવસ બાદ ટીમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે
- ચાર ટ્રક ભરીને કોર્ટમાં ચાર્જશીટના કાગળિયા લાવવામાં આવ્યા હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું
SIT File Chargesheet In Zubeen Garg Death Case : આસામના સૌથી લોકપ્રિય ગાયિકા ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં 19 સપ્ટેમ્બરના રોજ ડૂબવાથી મૃત્યુ થયું હતું. સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહતા. ત્યારથી આ કેસની તપાસ ચાલી રહી છે. અહેવાલ અનુસાર, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શુક્રવારે ગુવાહાટી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 3,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
6 વાહનોમાં ટીમ કોર્ટમાં પહોંચી
ઘટનાના લગભગ ત્રણ મહિના પછી આસામ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં 3,500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં હત્યા અને કાવતરા સહિતની કલમો ઉમેરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, 3,500 પાનાની ચાર્જશીટ ચાર ટ્રકમાં કોર્ટમાં લાવવામાં આવી હતી. નવ સભ્યોની SIT ટીમ દસ્તાવેજો અને પુરાવાઓ સાથે કુલ છ વાહનોમાં કોર્ટમાં પહોંચી હતી.
પોલીસનું કામ સમાપ્ત
અહેવાલો અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે અને 300 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. અરજી દાખલ થાય તે પહેલાં, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જનતાને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "SIT તેની ચાર્જશીટ દાખલ કરશે, અને કોર્ટ તેની તપાસ કરશે. દોષિતોને કોર્ટ દ્વારા સજા આપવામાં આવશે. પોલીસનું કામ અને કોર્ટની ભૂમિકા શરૂ થશે. મને વિશ્વાસ છે કે કોર્ટ ન્યાય આપશે."
ઝુબિન ગર્ગ કેસમાં SIT તપાસ અંગે
SITના વડા, સ્પેશિયલ DGP (CID) એમપી ગુપ્તાએ અગાઉ પુષ્ટિ કરી હતી કે, તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને બધી માહિતી ચાર્જશીટમાં વિગતવાર શામેલ કરવામાં આવશે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને 300 થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં NEIFના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંત, ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા, તેમના બેન્ડના બે સભ્યો, તેમના પિતરાઈ ભાઈ અને આસામ પોલીસના DSP સંદીપન ગર્ગ અને બે PSOનો સમાવેશ થાય છે.
ઝુબીન ગર્ગનું મૃત્યુ ક્યારે થયું ?
આસામી ગાયક ઝુબીન ગર્ગનું મૃત્યુ 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિંગાપોરમાં યાટ પાર્ટીમાં હાજરી પહેલા સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયું હતું. તેમનો મૃતદેહ 21 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી પહોંચ્યો હતો, જ્યાં હજારો ચાહકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. 23 સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારથી આ કેસની તપાસ ચાલી રહી છે. દરમિયાન, સિંગાપોર પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. 17 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં, સિંગાપોરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં કોઈ ગેરરીતિનો સંકેત મળ્યો નથી. અંતિમ અહેવાલ તૈયાર થવામાં ત્રણ મહિના લાગવાની ધારણા છે અને પૂર્ણ થયા પછી સક્ષમ અધિકારીને સુપરત કરવામાં આવશે.
આ પણ વાંચો ------ Dhurandhar ની બોક્સઓફિસ પર ધમાલ, એક અઠવાડિયામાં કમાણી 200 કરોડને પાર


