ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સલમાનને મળી રહેલી ધમકીઓથી ડરી સોહેલની Ex-Wife, બાળકોની સુરક્ષાને લઈને થઇ ચિંતિત

સલમાન ખાનને ધમકીઓ: સીમાની ચિંતા સલમાનની સુરક્ષા વિશે સીમાએ ચિંતા વ્યક્ત કરી સીમા બાળકોની સુરક્ષાને લઈને થઇ ચિંતિત Seema Sajdeh : મુંબઈમાં બાબા સિદ્દિકી (Baba Siddiqui) ની સરાજાહેર હત્યા બાદથી સલમાન ખાન (Salman Khan) ને મારી નાખવાની ચર્ચાએ દુનિયાભરના...
10:43 AM Oct 29, 2024 IST | Hardik Shah
સલમાન ખાનને ધમકીઓ: સીમાની ચિંતા સલમાનની સુરક્ષા વિશે સીમાએ ચિંતા વ્યક્ત કરી સીમા બાળકોની સુરક્ષાને લઈને થઇ ચિંતિત Seema Sajdeh : મુંબઈમાં બાબા સિદ્દિકી (Baba Siddiqui) ની સરાજાહેર હત્યા બાદથી સલમાન ખાન (Salman Khan) ને મારી નાખવાની ચર્ચાએ દુનિયાભરના...
Sohail Ex-Wife Seema Sajdeh worried children safety afraid threats Salman Khan

Seema Sajdeh : મુંબઈમાં બાબા સિદ્દિકી (Baba Siddiqui) ની સરાજાહેર હત્યા બાદથી સલમાન ખાન (Salman Khan) ને મારી નાખવાની ચર્ચાએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કથિત રીતે એક જેલમાં બંધ ગેંગસ્ટર એક બોલિવૂડ સ્ટારને મારી નાખવાની ધમકી આપે છે જે તમામ લોકો માટે અવિશ્વનિય છે. સલમાન ખાનને ધમકી મળવાના કારણે તેના ફેન્સની સાથે સાથે તેના પરિવારજનો પણ ચિંતિત છે. ત્યારે હવે સોહેલ ખાનની એક્સ વાઈફ સીમા સજદેહની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

સલમાનને મળતી ધમકી પર સોહેલની પૂર્વ પત્નીએ શું કહ્યું?

જણાવી દઇએ કે, સલમાનના ઘરની બહાર કથિત રીતે જે ગેંગે ગોળીબાર કર્યો હતો તે જ ગેંગે NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આવી સ્થિતિમાં સલમાનનો આખો પરિવાર તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. વળી, સલમાનના નાના ભાઈ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા પણ તેના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. સીમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “જ્યારે અમે શોની પ્રથમ સીઝન (The Fabulous Lives of Bollywood Wives) નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે સોહેલ અને મારા છૂટાછેડા થયા ન હતા. મારે અને તેના (સોહેલ) ના બે સુંદર બાળકો છે, નિરવાન અને યોહાન. આવી સ્થિતિમાં, હું હંમેશા તેની (સોહેલ) અને ખાન પરિવાર સાથે જોડાયેલી રહીશ, ભલે સોહેલ અને હું પોતપોતાના જીવનમાં આગળ વધીએ." સીમાએ આગળ કહ્યું, “સાચું કહું તો, જ્યારે પહેલીવાર સમાચાર આવ્યા કે સલમાન ભાઈને ધમકીઓ મળી રહી છે, ત્યારે હું ચોક્કસપણે ડરી ગઈ હતી. હુ મારા બાળકો અને ખાન પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત હતી. કારણ કે તમે હંમેશા ઈચ્છો છો કે ગમે તે થાય, દરેક વ્યક્તિ સારા અને સલામત રહે.

24 વર્ષના લગ્નજીવનનો અંત

તાજેતરમાં સીમા સજદેહ બોલિવૂડ વાઈવ્સ વર્સિસ ફેબ્યુલસ લાઈવ્સમાં જોવા મળે છે. દરરોજ તે પરિવાર અને બાળકો વિશે નવા ખુલાસા કરતી જોવા મળે છે. સીમાએ હાલમાં જ સલમાન અને આખા ખાન પરિવારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે અરબાઝ ખાનથી છૂટાછેડા પછી પણ તેઓ જે રીતે મલાઈકા અરોરા સાથે ઉભા છે. તે પ્રશંસાને પાત્ર છે. આવી હિંમત ફક્ત આપણા જ વધારી શકે છે. જણાવી દઇએ કે, સીમા અને સોહેલ ભાગી ગયા અને પરિવારની સંમતિ વિના 1998માં લગ્ન કરી લીધા હતા. 24 વર્ષ સુધી પરિણીત જીવન જીવ્યા બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેના છૂટાછેડા 2022માં ફાઇનલ થયા હતા. સીમાએ અલગ થવાનું કારણ પરસ્પર ઝઘડો ગણાવ્યો હતો. સીમાના કહેવા પ્રમાણે, અમે દરરોજ દરેક બાબત પર એટલી લડાઈ કરતા હતા કે અમે થાકી જતા હતા. તે વધુ સારું હતું કે આપણે આ કડવાશનો અંત લાવીએ અને અલગ થઈએ.

આ પણ વાંચો:  હવે અભિનવ અરોરાને મળી જાનથી મારી નાખવાની ધમકી!

Tags :
Arbaaz KhanBaba SiddiquiBollywoodChildren's Safetydeath threatsDivorceFabulous Lives of Bollywood WivesGangsterGujarat FirstHardik Shahmalaika aroraNCP leaderPublic Reactionsalman khanSecurity concernsSeema SajdehSohail Khan
Next Article