Son of Sardaar 2 Review: અજય દેવગણ અને રવિ કિશનની કોમેડીએ દર્શકોના દિલ જીત્યા!
Son of Sardaar 2 Review : અજ્ય દેવગણ(Ajay Devagan)ની મોસ્ટ વેઇટેડ ફિલ્મ 'સન ઓફ સરદાર 2'(Son of Sardaar 2 Review) 1લી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દર્શકોમાં આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.2012માં આવેલી ફિલ્મ 'સન ઓફ સરદાર'ની આ સિક્વલ ફિલ્મ છે. સન ઓફ સરદાર 2ની ફિલ્મનો રિવ્યુ સામે આવ્યો છે. આ ફિલ્મમાં દેશી કોમેડી જોવા મળી રહી છે. પહેલા દિવસનો ફર્સ્ટ શો જોનારા દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.દર્શકોને આ ફિલ્મ સારી લાગી રહી છે.
દેશી કોમેડી સાથે ફેમિલી ડ્રામાનો તડકો
નોંધનીય છે કે આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devagan) ફરી એકવાર જસ્સી રંધાવાના રોલ નિભાવતો જોવા મળે છે.સન ઓફ સરદાર-2માં (Son of Sardaar 2 Review) ટવિસ્ટથી ફિલ્મ જોવાની દર્શકોને મજા પડિ જાય છે. જસ્સી પોતાનો પ્રેમ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સફરમાં તેની સાથે મૃણાલ ઠાકુર છે, જે 'રાબિયા'ની ભૂમિકા ભજવી રહી છે. અજય સાથે મૃણાલની આ પહેલી ફિલ્મ છે અને ચાહકો બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે.આ ઉપરાંત રવિ કિશન (ravi kishan) 'રાજા' ની ભૂમિકામાં પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોના દિલ જીતી લે છે. નીરુ બાજવા (ડિમ્પલ), દીપક ડોબરિયાલ (ગુલ), કુબ્રા સૈત (મેવિશ) અને ચંકી પાંડે (દાનિશ) જેવા કલાકારોએ ફિલ્મમાં સારો કામ કર્યો છે, ફિલ્મને જકડી રાખવામાં આ કલાકારોએ સારી એકટિંગ કરી છે. શરત સક્સેના, મુકેશ દેવ, વિંદુ દારા સિંહ, સંજય મિશ્રા, અશ્વિની કાલસેકર અને ડોલી આહલુવાલિયા જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મને વધુ મજેદાર બનાવે છે
#SonOfSardaar2 Review : ⭐️⭐️⭐️½
A full-on #AjayDevgn show with desi comedy and family drama. #MrunalThakur looks stunning and delivers a solid performance. Some scenes feel stretched, but overall it's a fun ride that gives the same entertainment as part one.
Recommended 👍🏻 pic.twitter.com/gp4em26vun
— Asad (@KattarAaryan) July 31, 2025
આ પણ વાંચો -71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર,જુઓ લિસ્ટ
X પર દર્શકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર 'સન ઓફ સરદાર 2' ફિલ્મની પ્રતિક્રિયા સામે આવી છે. X પર એક યુઝરે લખ્યું, "શુદ્ધ દેશી કોમેડી, ફેમિલી ડ્રામા અને અજય દેવગનની દમદાર એકટિંગ. મૃણાલ ઠાકુરનો અભિનય પણ શાનદાર છે. કેટલાક દ્રશ્યો થોડા લાંબા લાગ્યા, પરંતુ એકંદરે તે એક મજેદાર ફિલ્મ છે. જોવી જ જોઈએ.


