Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાઉથ સુપર સ્ટાર Actor Unni Mukundan નું Ahmedabad સાથે છે આ ખાસ કનેક્શન

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી પ્રગતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં તેઓએ અભ્યાસ કર્યો હતો.
સાઉથ સુપર સ્ટાર actor unni mukundan નું ahmedabad સાથે છે આ ખાસ કનેક્શન
Advertisement
  1. સાઉથનાં સ્ટાર એક્ટર ઉUnni Mukundan અમદાવાદની મુલાકાતે
  2. એક્ટર ઉન્ની મુકુંદને ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
  3. સાઉથનાં સ્ટાર એક્ટરનું ભણતર અને ઘડતર અમદાવાદમાં થયું હતું
  4. ખોખરાની પ્રગતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

સાઉથ ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં જાણીતું નામ એક્ટર ઉન્ની મુકુંદન (Unni Mukundan) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. સાઉથ એક્ટર ઉન્ની મુકુંદને આ વાતચીત દરમિયાન અમદાવાદ સાથેનાં તેમનાં કનેક્શન અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમનું ભણતરા અને ઘડતર અમદાવાદમાં થયું હતું. તેમણે જે તે સમયે આશ્રમરોડ ખાતે આવેલી એક ટેલિકોમ કંપનીનાં કોલ સેન્ટરમાં કામ પણ કર્યું હતું.

આ પણ વાંચો - સોનાક્ષી અને ઝહીરની ઉડી ઉંઘ! કપલનો અલાર્મ ક્લોક બન્યો સિંહ?

Advertisement

સાઉથનાં સ્ટાર એક્ટરનું ભણતર અને ઘડતર અમદાવાદમાં થયું હતું

સાઉથનાં સુપર સ્ટાર (South film industry) અને એક્ટર ઉન્ની મુકુંદન (Actor Unni Mukundan) અમદાવાદની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. અભિનેતા ઉન્ની મુકુંદને નાનપણથી સ્ટાર અને પ્રોડ્યુસર બનવા સુધીની સંપૂર્ણ કહાની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર વર્ણવી હતી. તેમણે કહ્યું કે, અમદાવાદમાં તેમનું ભણતર અને ઘડતર થયું છે. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી પ્રગતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ જે તે સમયે તેમણે આશ્રમરોડ ખાતે આવેલી એક ટેલિકોમ કંપનીનાં કોલ સેન્ટરમાં નોકરી પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - ઝીનત અમાન કરી રહી છે કમબેક, 2 વર્ષ પહેલા લીધી હતી નિવૃત્તિ

ગુજરાતી અને સાઉથની ફિલ્મો વચ્ચેની ભેદરેખા પણ સમજાવી

જણાવી દઈએ કે, સાઉથનાં સુપર સ્ટાર અને એક્ટર ઉન્ની મુકુંદને 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને 4 ફિલ્મને પોતે ડિરેક્ટ પણ કરી છે. હાલમાં, તેમની ફિલ્મ 'માર્કો' (Marco) થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન એક્ટરે પોતાની ફિલ્મ જોવા માટે દર્શકોને અપીલ પણ કરી હતી. સાથે જ ગુજરાતી અને સાઉથની ફિલ્મો વચ્ચેની ભેદરેખા પણ સમજાવી હતી.

આ પણ વાંચો - WAVES Summit નું આયોજન કરશે ભારત, PM Modi એ વિશ્વના કલાકારોને આપ્યું આમંત્રણ

Tags :
Advertisement

.

×