Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી
- જબરદસ્ત હાઈપ ક્રિયેટ થઈ છે સિકંદર ફિલ્મની
- સિકંદર સલમાનની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ હશે
- ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે
Mumbai: 30મી માર્ચે સલમાન ખાનની મચ અવેટેડ ફિલ્મ સિકંદર રિલીઝ થવાની છે. આ રિલીઝ અગાઉ સલમાન ખાને એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યુ હતું. જેમાં સલમાન ખાન અને તેનો પરિવાર, મિત્રો અને ફિલ્મના ડાયરેક્ટર આર. મુર્ગાદોસ આવ્યા હતા.
જબરદસ્ત હાઈપ ક્રિયેટ થઈ છે સિકંદર ફિલ્મની
સલમાન ખાનની આવનાર ફિલ્મ Sikandarનો ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ક્રિટિક્સ કહી રહ્યા છે કે આ ફિલ્મ બહુ સફળ થાય તેવી પૂરી શક્યતાઓ છે. આ ફિલ્મ બનવાની શરૂ થઈ ત્યારથી જ તેના વિશે બઝિંગ સતત થઈ રહ્યું છે. સિકંદર ફિલ્મ સલમાન ખાને માટે એક ખાસ ફિલ્મ બની રહેશે તેમ ફિલ્મી પંડિતો કહી રહ્યા છે. સલમાન ખાને ખુદ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા માટે બહુ મહેનત કરી છે.
સલમાન ખાન સાથે હતી બોડીગાર્ડની ફોઝ
સિકંદરની સ્ક્રિનિંગમાંથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સલમાન કડક સુરક્ષા વચ્ચે સિકંદરની સ્ક્રીનિંગમાં પ્રવેશ્યો હતો. સ્થળની અંદર જતા પહેલા, તે બહાર આવ્યો અને પાપારાઝી માટે પોઝ આપ્યો. આ દરમિયાન તેણે બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું.
View this post on Instagram
સલમાન ખાનનો આખો પરિવાર આવ્યો
જ્યારે સલમાનની બે બહેનો અર્પિતા અને અલવીરા પોતપોતાના પરિવારો સાથે સિકંદરની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી, ભાઈ Arbaaz Khan અને ભાભી શુરા ખાન પણ હાજર રહ્યા હતા. અરબાઝ અને તેની પહેલી પત્ની મલાઈકાનો પુત્ર અરહાન પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. સલમાનના પિતા સલીમ ખાન પણ તેમના પ્રિય ટાઈગરની ફિલ્મ જોવા પહોંચ્યા હતા.
View this post on Instagram
શું કહે છે ફિલ્મના ડાયરેક્ટર?
સિકંદર વિશે વાત કરતાં, તેના ડિરેક્ટર એઆર મુરુગાદોસે તાજેતરમાં કહ્યું હતું કે તેમાં ગજની જેવો ટ્વિસ્ટ હશે. તેમજ આ ફિલ્મ માત્ર માસ એન્ટરટેનર નથી પણ મજબૂત પારિવારિક લાગણીઓથી પણ ભરપૂર છે. મુરુગાદોસે એમ પણ કહ્યું કે સિકંદર સલમાનની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ હશે. ફિલ્મમાં Rashmika mandana, સત્યરાજ, કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતિક બબ્બર છે. વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન પણ તેનો એક ભાગ છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને રનટાઈમ 2 કલાક 20 મિનિટનો છે.
આ પણ વાંચોઃ Chiranjeevi : બ્રિટિશ સરકાર તરફથી મળ્યો 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'


