Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રીદેવી શા માટે પતિ સાથે શેર નહતી કરતી રૂમ? ખુદ બોની કપૂરે કર્યો ખુલાસો

શ્રીદેવીની જીવનકથાનો એક અજાણ્યો અધ્યાય! પોતાના કામ માટે શ્રીદેવીએ આપેલા બલિદાનની વાત સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા
શ્રીદેવી શા માટે પતિ સાથે શેર નહતી કરતી રૂમ  ખુદ બોની કપૂરે કર્યો ખુલાસો
Advertisement
  • દિવંગત અભિનેત્રી શ્રીદેવી અંગે પતિ બોની કપૂરે કર્યો ખુલાસો (Sridevi life story)
  • મોમ ફિલ્મ દરમિયાન શ્રીદેવી તેમની સાથે રૂમ શેર નહતી કરતી
  • અભિનયમાં તેને ડિસ્ટ્રેક્શન ન આવે તે માટે તેણે કર્યો હતો નિર્ણય
  • મોમ ફિલ્મ માટે તેણે પોતાની ફી પણ જતી કરી હોવાનો ખુલાસો

Sridevi life story : દિવંગત અભિનેત્રી શ્રીદેવી, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક યુગ તરીકે ઓળખાય છે, આજે પણ દર્શકોના મનમાં જીવંત છે. તાજેતરમાં જ તેમના પતિ અને જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક યુટ્યુબ ચેનલ 'ગેમ ચેન્જર્સ' પર શ્રીદેવીના સમર્પણ અને કામ પ્રત્યેની ધગશ વિશે કેટલાક અજાણ્યા કિસ્સાઓ શેર કર્યા છે. તેમના આ ખુલાસાઓ સાંભળીને સૌ કોઈ ભાવુક થઈ ગયા.

બોની કપૂરે જણાવ્યું કે, જ્યારે શ્રીદેવીએ હિન્દી સિનેમામાં કામ શરૂ કર્યું ત્યારે તેમને હિન્દી બોલતા આવડતું ન હતું. "તેમની શરૂઆતની 5-6 ફિલ્મોમાં તેમનો અવાજ ડબ કરવામાં આવતો હતો. પરંતુ, શ્રીદેવીને લાગ્યું કે આ કારણે તેમના અભિનયની અસરકારકતા ઘટી રહી છે, તેથી તેમણે હિન્દી શીખવાનો નિર્ણય કર્યો," બોનીએ કહ્યું. શ્રીદેવીએ ડબિંગ થિયેટરમાં એક હિન્દી શિક્ષક રાખ્યા અને સખત મહેનતથી ભાષા શીખી. આ જ કારણ છે કે પાછળથી તેમણે પોતાની હિન્દી ફિલ્મો માટે પોતે જ ડબિંગ કરવાનું શરૂ કર્યું.

Advertisement

Sridevi biography

Sridevi biography

Advertisement

શ્રીદેવીનું આ સમર્પણ તેમના જીવનની છેલ્લી ફિલ્મ 'મોમ' માં પણ યથાવત રહ્યું. બોની કપૂરે જણાવ્યું કે, "મોમ' માટે તેમણે તમિલ અને તેલુગુ વર્ઝનનું ડબિંગ જાતે જ કર્યું હતું. આ ઉપરાંત, મલયાલમ વર્ઝન માટે પણ તેઓ ડબિંગ આર્ટિસ્ટ સાથે બેસીને દરેક ડાયલોગ પર ધ્યાન આપતા, જેથી ડબિંગ તેમના અભિનય સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય. આવી સમર્પણ ભાવના બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે."

શ્રીદેવીએ પોતાની ફી લીધી ન હતી

બોની કપૂરે એક ભાવુક કિસ્સો શેર કરતા જણાવ્યું કે, 'મોમ' ફિલ્મ માટે તેઓ સંગીતકાર એ. આર. રહેમાનને લેવા માંગતા હતા, પરંતુ તેમની ફી ઘણી વધારે હતી. "અમારી પાસે શ્રીદેવીની ફી માટે એક નિશ્ચિત રકમ બાકી હતી. ત્યારે શ્રીદેવીએ મને કહ્યું કે તેમને તે રકમ, જે લગભગ 50 થી 70 લાખ રૂપિયા હતી, તે ન આપવી અને તેના બદલે એ. આર. રહેમાનને ફિલ્મમાં લેવા માટે તે પૈસાનો ઉપયોગ કરવો." શ્રીદેવીએ પોતાની ફીનો ત્યાગ કરીને ફિલ્મની ગુણવત્તા માટે એક મોટો નિર્ણય લીધો હતો.

Sridevi Mom Film

Sridevi Mom Film

શ્રીદેવીને કોઈ ડિસ્ટ્રેક્શન જોઈતુ નહતુ

આ ઉપરાંત, બોની કપૂરે જણાવ્યું કે 'મોમ'ના શૂટિંગ દરમિયાન શ્રીદેવીએ તેમની સાથે રૂમ પણ શેર નહોતો કર્યો. "નોઇડા અને જ્યોર્જિયામાં શૂટિંગ દરમિયાન અમે અલગ-અલગ રૂમમાં રહેતા હતા. શ્રીદેવીએ કહ્યું કે તેમને કોઈ પણ પ્રકારનો ડિસ્ટ્રેક્શન જોઈતો ન હતો. તે પોતાના 'મોમ' ના પાત્રમાં એટલી ડૂબી ગઈ હતી કે તે એક વાસ્તવિક પત્ની બનીને પોતાના પાત્રથી દૂર થવા માંગતી ન હતી." શ્રીદેવીનો આ સમર્પણભાવ દર્શાવે છે કે તેઓ શા માટે ભારતીય સિનેમાના મહાન કલાકારોમાંના એક ગણાય છે.શ્રીદેવી શા માટે પતિ સાથે શેર નહતી કરતી રૂમ? ખુદ બોની કપૂરે કર્યો ખુલાસો

આ પણ વાંચો :   Bigg Boss 19 માં લોકપ્રિય થયેલી Kunika Sadanand ની કહાની સાંભળશો, તો રડી પડશો

Tags :
Advertisement

.

×