SRK in MCU : શું શાહરુખ MCU ફિલ્મમાં દેખાશે ? વાંચો વિવિધ ફેન્સ થીયરીઝ...
- શું શાહરુખ MCU ફિલ્મથી હોલિવૂડ ડેબ્યૂ કરશે ?
- ફેન્સે અત્યારથી જ એકસાઈટેડ થીયરીઝ એપ્લાય કરવાનું શરુ કરી દીધું છે
- કેટલાક ફેન્સ ઈચ્છે છે કે રોબર્ટ ડાઉનીના બદલે Shah Rukh Khan ને ડોક્ટર ડૂમ બનાવવામાં આવે
SRK in MCU : માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)માં શાહરુખ ખાન (Shah Rukh Khan) હશે કે નહીં આ પ્રશ્નનો જવાબ તો સમય જ આપશે પરંતુ ફેન્સે અત્યારથી જ વિવિધ થીયરીઝ એપ્લાય કરવાનું શરુ કરી દીધું છે. કેટલાક ફેન્સે Shah Rukh Khan ડો. ડુમ્સનું પાત્ર ભજવશે તેવી થીયરી પણ રજૂ કરી છે. લાંબા સમયથી Shah Rukh Khanના હોલિવૂડ ડેબ્યૂ પર ચર્ચાઓ થઈ રહી છે. અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે. હવે આ દિવસોમાં શાહરુખ ખાન MCU ફિલ્મથી હોલિવૂડ ડેબ્યૂ કરશે તેવી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ક્યાંથી શરુ થઈ ચર્ચા ?
Shah Rukh Khan વિશે આ ચર્ચા સૌપ્રથમ 'માર્વેલ લીક્સ' નામના સોશિયલ મીડિયા એકાઉન્ટે 'કિંગ ખાન'ના MCU માં ડેબ્યૂનો સંકેત આપ્યો ત્યારથી શરૂ થઈ. જોકે, તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે Shah Rukh Khan ની ફિલ્મનો Avengers: Doomsday સાથે કોઈ સંબંધ નથી, તેથી માર્વેલના મલ્ટિવર્સમાં કંઈક નવું બનવાનું પોસિબલ છે.
Doctor Doom હશે શાહરુખ ખાન
રોબર્ટ ડાઉની જુનિયર 'એવેન્જર્સ: ડૂમ્સડે' માં MCU માં પરત ફરી રહ્યો છે. હવે તે સુપરહીરો આયર્ન મેન નહિ પરંતુ સૌથી ખતરનાક વિલન ડોક્ટર ડૂમ તરીકે સ્ક્રીન પર આવી રહ્યો છે. જો કે કેટલાક ફેન્સે થીયરી રજૂ કરી છે કે ભલે Shah Rukh Khan 'એવેન્જર્સ: ડૂમ્સ ડે'માં જોવા નહીં મળે, પરંતુ હકીકતમાં તે ડોક્ટર ડૂમ સાથે સંકળાયેલ ભૂમિકા કરશે.
આ પણ વાંચોઃ Rishi Kapoor's Death Anniversary : ઋષિ કપૂરના જીવનની આ અજાણી બાબતો જાણીને આપ પણ થઈ જશો આશ્ચર્યચકિત...
એવેન્જર્સને લીડ કરશે Shah Rukh Khan
એક ફેન્સ થીયરી એવી પણ છે જેમાં Avengers: Doomsday માં Shah Rukh Khan ડોક્ટર ડૂમ નહીં બને પરંતુ કિંગ ખાન એવેન્જર્સને લીડ કરશે અને ડોક્ટર ડૂમના પાત્રને હરાવવામાં મદદ કરશે. શાહરૂખ ખાન એ માસ્ટરમાઈન્ડ હશે જે આખી એવેન્જર્સ ટીમને એકસાથે લાવશે અને સૌથી મોટા ખલનાયક, Doctor Doom ને મારી નાખશે. ગમે તે હોય MCU ની આગામી ફિલ્મમાં 'એવેન્જર્સ' ની સાથે 'એક્સ-મેન', 'ફેન્ટાસ્ટિક ફોર' અને 'થંડરબોલ્ટ્સ' ફ્રેન્ચાઈઝના પાત્રો ઉમેરવામાં આવી રહ્યા છે. જેમાં થોર અને લોકી પણ ફરીથી સાથે જોવા મળશે. કેટલાક ફેન્સે શાહરુખ ખાન માટે માસ્ટરમાઈન્ડ વિલનનો રોલ બહેતર ગણાવ્યો છે.
MCU સાથે Shah Rukh Khan નું કનેક્શન
MCUના વિવિધ પાત્રો પૈકીનું એક ફેમસ પાત્ર છે મિસ માર્વેલ. આ પાત્રની વેબ સિરીઝ મિસ માર્વેલ પોતાને શાહરુખ ખાન અને તેની રોમેન્ટિક ફિલ્મોની ફેન ગણાવે છે. આ કનેકશનને લઈને ફેન્સ એમ પણ કહી રહ્યા છે કે, Doctor Doom ની ભૂમિકામાં થોડો રોમેન્ટિક એન્ગલ ઉમેરીને આ પાત્ર માટે શાહરુખ ખાનને કાસ્ટ કરાશે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : આમિર ખાનની સિતારે જમીન પરના ટ્રેલર રિલીઝ પર શી થઈ અસર ?