ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sudha Murty એ ફિલ્મ સિતારે જમીન પરનો રીવ્યૂ આપ્યો, જાણો શું કહ્યું દેશની આ અગ્રણી મહિલાએ ?

આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. જેમાં દેશના અગ્રણી મહિલા સુધા મૂર્તિ પણ ફિલ્મ જોવા પધાર્યા હતા. તેમણે ફિલ્મને રીવ્યૂ કરી છે. વાંચો સુધા મૂર્તિએ કરેલા ફિલ્મ રીવ્યૂ વિશે.
07:53 PM Jun 10, 2025 IST | Hardik Prajapati
આમિર ખાને તેની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. જેમાં દેશના અગ્રણી મહિલા સુધા મૂર્તિ પણ ફિલ્મ જોવા પધાર્યા હતા. તેમણે ફિલ્મને રીવ્યૂ કરી છે. વાંચો સુધા મૂર્તિએ કરેલા ફિલ્મ રીવ્યૂ વિશે.
Aamir Khan Gujarat First-+

Sudha Murty : આમિર ખાને પોતાની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેમાંથી એક હતા દેશના અગ્રણી મહિલા એવા સુધા મૂર્તિ (Sudha Murty). તેમણે સિતારે જમીન પર ફિલ્મનો રીવ્યૂ પણ લખ્યો છે. તેમણે ફિલ્મને આંખો ખોલનાર અને ભાવનાત્મક ગણાવી છે.

સુધા મૂર્તિનો ફિલ્મ રીવ્યૂ

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની, એન્જિનિયર, લેખિકા, સમાજસેવી, રાજ્યસભા સાંસદ અને પદ્મ ભૂષણ સુધા મૂર્તિ (Sudha Murty) એ તાજેતરમાં એક ખાસ સ્ક્રીનિંગમાં આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર જોઈ. આ ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું કે, સિતારે જમીન પર ખૂબ જ ભાવનાત્મક અને આંખ ખોલનારી ફિલ્મ છે. સુધા મૂર્તિ (Sudha Murty) એ સિતારે જમીન પરને ખૂબ જ સુંદર ફિલ્મ ગણાવી છે. તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોનું હૃદય ખૂબ જ સ્વચ્છ હોવાનું જણાવ્યું અને કહ્યું કે, તેમનો જીવન પ્રત્યેનો અભિગમ બહુ શુદ્ધ હોય છે. અમને એક શાનદાર ફિલ્મ જોવાની તક આપવા બદલ હું આમિર ખાન (Aamir Khan)નો આભાર માનું છું.

આમિર ખાનની માતા સાથે કનેકશન

બોલિવૂડના પરફેક્ટનિસ્ટ એક્ટર, સ્ટાર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર એવા Aamir Khan ની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પરનું આમિર ખાનની માતા સાથે પણ ખાસ કનેક્શન છે. આ ફિલ્મના એક સીનમાં આમિર ખાનની માતા ઝીનત પણ કેમિયો કરી રહ્યા છે. ફિલ્મના એક મહત્વના દ્રશ્યમાં આમિર ખાનની માતાએ પણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આપને એ પણ જણાવી દઈએ કે સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ (Champions) ની ઓફિશિયલ રીમેક છે.

આ પણ વાંચોઃ  Aamir Khan નો રોડ પર વડાપાવ બનાવતો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી મિશ્ર પ્રતિક્રિયા

3 વર્ષ પછી આમિરનું કમબેક

સિતારે જમીન પર ફિલ્મ અનેક રીતે ખાસ ફિલ્મ છે. આ ફિલ્મ આમિર ખાનની વર્ષ 2007માં આવેલ તારે જમીન પર ફિલ્મની સીક્વલ છે. બીજું આ ફિલ્મ આમિર ખાનની કમબેક ફિલ્મ બની શકે છે. લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) બાદ આમિર 3 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. સિતારે જમીન પર ફિલ્મને આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે જેનેલિયા ડિસોઝા દેશમુખ, અરોશ દત્તા, ગોપી કૃષ્ણન વર્મા, વેદાંત શર્મા, નમન મિશ્રા, ઋષિ સાહની, ઋષભ જૈન અને આશિષ પેન્ડસે જેવા કલાકારો પણ છે. ફિલ્મની વાર્તા દિવ્યા નિધિ શર્મા દ્વારા લખવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Farah Khan એ માલદીવ વેકેશનનો ફોટો કર્યો શેર અને વાયરલ થયો તેનો કૂક દિલીપ, જાણો કેમ ?

Tags :
aamir khanAamir Khan's mothercongratulated Aamir Khangave a reviewGenelia D'Souza DeshmukhGujarat FirstGUJARAT FIRST NEWSR.S. PrasannaSitare Zameen ParSpanish film ChampionsSpecial screeningSudha MurtyTaare Zameen Parvery emotional
Next Article