સન્ની દેઓલની મચ અવેટેડ ફિલ્મ JAATનું ટ્રેલર રિલીઝ થયું, પુષ્પાના મેકર્સે કોઈ કસર છોડી નથી
- જ્યારથી નિર્માણ શરૂ થયું ત્યારથી જ હેડલાઈન્સમાં રહી છે ફિલ્મ
- પુષ્પાના મેકર્સે કોઈ કસર છોડી નથી
- સાઉથ ફિલ્મોના એક્શન સ્વેગમાં સન્ની દેઓલ છવાઈ ગયો છે
Mumbai: આજે સન્ની દેઓલના ફેન્સ એક્સાઈટેડ છે. તેનું મુખ્ય કારણ એ છે કે સન્ની દેઓલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ જે ફિલ્મથી કરી રહ્યો છે તે ફિલ્મ જાટનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં ધમાકેદાર એક્શન સીન્સ અને ધારદાર ડાયોલોગ્સ દર્શકોનું મન મોહી રહ્યા છે.
જ્યારથી નિર્માણ શરૂ થયું ત્યારથી જ હેડલાઈન્સમાં રહી છે ફિલ્મ
જાટ ફિલ્મનું નિર્માણ જ્યારથી શરૂ થયું ત્યારથી જ હેડલાઈન્સમાં આ ફિલ્મ અવારનવાર ચમકતી રહી છે. પહેલું તો આ ફિલ્મનો હિરો સન્ની દેઓલ છે. જે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યો છે. તેથી આ ફિલ્મ પેન ઈન્ડિયા કમાણી કરશે તે વાત નક્કી છે. ઉત્તર ભારતમાં સન્ની દેઓલની લોકપ્રિયતા આસમાને છે. જે ગદર-2 વખતે સાબિત થઈ ગયું હતું. બીજું આ ફિલ્મ બની રહી છે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અને તે પણ સાઉથ એક્શન્સના સીન સાથે. તેથી સાઉથ ઓડિયન્સ પણ આ ફિલ્મને ઉત્તર ભારતના ઓડિયન્સ જેટલો જ પ્રેમ આપશે તે નક્કી છે.
આ પણ વાંચોઃ JUNAID KHAN: લવયાપા ફ્લોપ થયા બાદ જુનૈદ ખાન કરશે રનઅવે બ્રાઈડ્સ પ્લે
પુષ્પાના મેકર્સે કોઈ કસર છોડી નથી
સન્ની દેઓલની સાઉથ ડેબ્યૂ માસ એક્શન ફિલ્મ 'જાટ'નું ટ્રેલર આજે 24 માર્ચે રિલીઝ થયું છે. 'જાટ' 'પુષ્પા' ના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી છે અને આમાં સની દેઓલ એક એક્શનથી ભરપૂર સાઉથની ફિલ્મ જેવા સ્વેગમાં જોવા મળશે. સન્ની દેઓલના ચાહકો ફિલ્મ 'જાટ'ના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 'જાટ'નું ટ્રેલર પહેલા 22 માર્ચે રિલીઝ થવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તેને આજે એટલે કે 24મી માર્ચે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ શિંદે પર કટાક્ષ બાદ કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ, 40 શિવસૈનિકો સામે FIR


