SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ, હનુમાનના રોલમાં જોવા મળશે
- SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ,
- હનુમાનના રોલમાં જોવા મળશે
- ફિલ્મના બંને ભાગના શુટિંગ કર્યા પૂર્ણ
બોલિવૂડના એક્શન સ્ટાર સની દેઓલે નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’ના પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે, જેના બંને ભાગોમાં તેમનો અભિનય ચાહકોને જોવા મળશે. ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થયા બાદથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી દેવી સીતા અને યશ રાવણની ભૂમિકા ભજવશે.
SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ
મીડિયાના અહેવાલ મુજબ સની દેઓલે થોડા દિવસો પહેલા ‘રામાયણ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના નિર્માણમાં મોટાપાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય સિનેમાનો એક ઐતિહાસિક પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. ચાહકો સની દેઓલને આ નવી અને અનોખી ભૂમિકામાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જેમાં તેમની એક્શન અને ભાવનાત્મક અભિનયની શૈલી ફિલ્મમાં જોવા મળશે.
SunnyDeol હનુમાનમાં જોવા મળશે
નોંધનીય છે કે રામાયણ’ ફિલ્મના નિર્માતાઓએ આ પ્રોજેક્ટને ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓનું ભવ્ય નિરૂપણ બનાવવા માંગે છે, જેમાં અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ભવ્ય સેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સની દેઓલની હનુમાન તરીકેની ભૂમિકા ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે, અને ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સની દેઓલ છેલ્લે ફિલ્મ ‘જાટ’માં જોવા મળ્યા હતા, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાં રણદીપ હુડ્ડા તેમની સામે મુખ્ય ભૂમિકામાં હતા. આગામી દિવસોમાં સની દેઓલ ‘રામાયણ’ ઉપરાંત ‘લાહોર 1947’માં પણ દેખાશે. આ ફિલ્મ સની દેઓલ માટે એક ઐતિહાસિક ફિલ્મ સાબિત થશે. આ ફિલ્મને નીતિશ તિવારી ડાયરેકટ કરી રહ્યા છે. તે એક ફિલ્મ નિર્માતા તરીકે ફિલ્મના દરેક પાસાને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને શુટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Giorgio Armani passes away : ફેશન ડિઝાઇનર અરમાનીનું 91 વર્ષની વયે નિધન


