ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tamil New Year 2025: એ. આર. રહેમાને તમિલ ફેન્સને આપી ભેટ, Tamil Memorial Digital ની કરી જાહેરાત

સંગીતકાર A. R. Rahman તમિલ ભાષાને સંગીતના માધ્યમથી વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. તેમણે આજે 14મી એપ્રિલથી શરૂ થતાં Tamil New Year 2025 નિમિત્તે તમિલ ભાષાનું Digital Rendering રજૂ કર્યું છે.
07:28 PM Apr 14, 2025 IST | Hardik Prajapati
સંગીતકાર A. R. Rahman તમિલ ભાષાને સંગીતના માધ્યમથી વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. તેમણે આજે 14મી એપ્રિલથી શરૂ થતાં Tamil New Year 2025 નિમિત્તે તમિલ ભાષાનું Digital Rendering રજૂ કર્યું છે.
Tamil New Year 2025, Gujarat First,

Chennai: 14મી એપ્રિલે Tamil New Year 2025 શરૂ થઈ રહ્યું છે. આ અવસરે ઓસ્કર એવોર્ડ વિનર ભારતીય સંગીતકારે એ આર રહેમાને Tamil Memorial Digital રજૂ કર્યુ છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વિકસાવવાની યોજના છે. તમિલ સિનેમાના 'આલાપોરન તમિઝઝાન' જેવા પ્રતિષ્ઠિત ગીતો અને તમિલ પરિષદો માટે રચાયેલા 'સેમોઝિયાન તમિલ મોઝિયામ' જેવા આલ્બમ્સ દ્વારા, રહેમાનની સંગીત રચનાઓએ વિશ્વભરના Tamil Audiencesનું ખૂબ મનોરંજન કર્યુ છે.

Tamil Sangam નું યોગદાન

એ.આર. રહેમાને Tamil Memorial Digital લોન્ચ કરતી વખતે પોતાના વિચારો શેર કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, Tamil વિશ્વની સૌથી જૂની અને સતત વિકસતી શાસ્ત્રીય ભાષાઓમાંની એક છે. તેમણે ભાષાને સમૃદ્ધ અને મજબૂત બનાવવામાં પ્રાચીન તમિલ એકેડેમી (Tamil Sangam) અને ભાષાકીય સંશોધન પ્રયાસોના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કર્યો. ગાયકે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "Tamil વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક જે હજુ પણ વિકસિત થઈ રહી છે. ખાસ કરીને, Tamil Sangam એ સંશોધન દ્વારા ભાષાને મજબૂત બનાવવામાં અને તેને સુધારીને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આપણી તમિલ ભાષાનો આ અવિરત વિકાસ આગામી પેઢી સુધી પહોંચાડવાની આપણી જવાબદારી નક્કી કરે છે.

આ પણ વાંચોઃ    Mehul Choksi-કેટરિના વચ્ચે શું છે સંબંધ, કેમ થઇ રહી છે ચર્ચા?

ARR ઈમર્સિવ એન્ટરટેઈનમેન્ટ ટીમના પ્રયત્નો

એ.આર. રહેમાને પોસ્ટમાં આગળ લખ્યું છે કે, 'આ આધારે, ARR ઈમર્સિવ એન્ટરટેઈનમેન્ટ ટીમ તમિલ ભાષા માટે ગૌરવનું પ્રતીક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જે તમિલ સાહિત્યને વિવિધ નવા સ્વરૂપોમાં રજૂ કરી રહી છે. ARR ઈમર્સિવ એન્ટરટેઈનમેન્ટ ટીમ આ તમિલ ગૌરવ પ્રતીકને Digital Rendering તરીકે બનાવશે. ભવિષ્યમાં, ગૌરવના આ પ્રતીક માટે એક ઈમારત પણ બનાવી શકાય છે. અમે આ વિશે વધુ માહિતી જણાવીશું. મને આશા છે કે આ પ્રયાસ આપણા બધા તમિલોને પ્રેરણા આપશે. ચાલો Tamil નો આનંદ માણીએ. ઉલ્લેખનીય છે કે ઓસ્કાર જેવા મોટા એવોર્ડ સમારંભ કે અન્ય કોઈ કાર્યક્રમમાં A. R. Rahman ને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ હંમેશા Tamil માં 'એલા પુગાઝુમ ઈરૈવાનુક્કે (ભગવાનનો જય હો) સાથે પોતાનું વક્તવ્ય સમાપ્ત કરે છે.

આ પણ વાંચોઃ    પવન કલ્યાણની રશિયન પત્નીએ કરાવ્યું મુંડન , તિરુમાલામાં વાળ કર્યા અર્પણ

Tags :
A R Rahman Tamil cultureA. R RahmanAlaporan ThamizhanARR Immersive EntertainmentClassical Tamil languageDigital Tamil literaturedigital Tamil memorialGujarat FirstGUJARAT FIRST NEWSSemoziyaan Tamil MoziyamTamil digital presentationTamil language preservationTamil language promotionTamil literature digital artTamil Memorial projectTamil New Year 2025Tamil New Year announcementsTamil pride symbolTamil Sangam
Next Article