Tanushree Dutta : શા માટે અભિનેત્રીનો રડતો વીડિયો થયો વાયરલ ? જાણો શું છે હકીકત
- Tanushree Dutta નો રડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
- ઘરે કામવાળી પરેશાન કરી રહી હોવાનો દાવો કર્યો છે તનુશ્રી દત્તાએ
- Tanushree Dutta થોડા સમય અગાઉ મી ટૂ મૂવમેન્ટના લીધે પણ ચર્ચામાં રહી હતી
Tanushree Dutta : આજે સોશિયલ મીડિયામાં તનુ શ્રી દત્તા (Tanushree Dutta) નો રડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તનુશ્રીને પોતાના જ ઘરમાં પરેશાન કરવામાં આવતી હોવાનો દાવો કરી રહી છે. આ વીડિયો પર તનુશ્રી દત્તાના ફેન્સ ઉપરાંત યુઝર્સ અને નેટિઝન્સ તેણીને સપોર્ટ કરતી કોમેન્ટ કરી રહ્યા છે. તનુશ્રી દત્તા થોડા સમય અગાઉ મી ટૂ મૂવમેન્ટ (Me Too movement) ના લીધે પણ ચર્ચામાં રહી હતી.
વીડિયોમાં તનુશ્રીનો આક્ષેપ
'આશિક બનાયા આપને' ફેમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ 22 જુલાઈની રાત્રે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી રડી રહી છે અને મદદ માટે વિનંતી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તનુશ્રી જણાવી રહી છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ ઘરમાં તેણી ઉત્પીડનનો સામનો કરી રહી છે. મારા પોતાના ઘરમાં મને હેરાન કરવામાં આવી રહી છે, હું મારા પોતાના ઘરમાં પરેશાન છું. તેથી મેં દુઃખમાં પોલીસને ફોન કર્યો. પોલીસે મને ફરિયાદ નોંધાવવા કહ્યું છે. હું કાલે કે પરમ દિવસે ફરિયાદ નોંધાવવા જઈશ મારી તબિયત હમણાં સારી નથી. મારા પોતાના ઘરમાં મને એટલી હેરાન કરવામાં આવી કે છેલ્લા 4-5 વર્ષથી મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું કોઈ કામ કરી શકતી નથી. મારું આખું ઘર વેરવિખેર છે. હું મારા ઘરમાં એક નોકરાણી પણ રાખી શકતી નથી, કારણ કે ઘરમાં એક નોકરાણીને પ્લાન્ટ કરવામાં આવી છે. તેણી સાથેનો મારો અનુભવ સારો નથી રહ્યો. આ નોકરાણી ઘરનો સામાન પણ ચોરી રહી છે.
આ પણ વાંચોઃ Avatar 3ની પહેલી ઝલક, રૂ.21,56,28,58,750 માં બનેલ ફિલ્મના ખલનાયક Varang નું પોસ્ટર વાયરલ
મદદની માંગણી કરી
Tanushree Dutta એ વિનંતી કરતાં આગળ કહ્યું કે, હું મારા પોતાના ઘરમાં મુશ્કેલીમાં છું. કોઈ કૃપા કરીને મને મદદ કરો. આ વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે, વર્ષ 2020 થી, દરરોજ મારા છત અને દરવાજાની બહાર મોટા અવાજો આવે છે. મેં આ અંગે બિલ્ડિંગ મેનેજમેન્ટને ઘણી વખત ફરિયાદ પણ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે હું મૃત્યુ કરતાં પણ ખરાબ જીવન જીવી રહી છું. આ બાબતોથી બચવા માટે હું મંત્રો સાંભળું છું, હું છેલ્લા 5 વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ખૂબ થાકી ગઈ છું, જરા વિચારો, મેં ગઈકાલે પોસ્ટ કરી હતી અને આજે આ બધું ફરીથી મારી સાથે થઈ રહ્યું છે, હવે તમે સમજો છો કે હું કઈ સ્થિતિમાં છું, હું FIR નોંધાવીશ.
‘મારી મદદ કરો... નહીં તો બહુ મોડું થઈ જશે...’, Tanushree Dutta નો મોટો ધડાકો#TanushreeDutta #MeToo #Bollywood #Harassment #WomenSafety #TanushreeDuttaVideo #HindFirst pic.twitter.com/Xsh2l4uWKg
— Gujarat First (@GujaratFirst) July 23, 2025
સપોર્ટિવ કોમેન્ટ્સ
22 મી જુલાઈના રોજ Tanushree Dutta એ પોસ્ટ કરેલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઉપરાંત યુઝર્સ અને નેટિઝન્સ અભિનેત્રીને સપોર્ટ કરતી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રીને ટેગ કરો અને બધું સ્પષ્ટ કરો કદાચ તેઓ જોશે અને સાંભળશે. બીજા યુઝરે લખ્યું છે કે, ચિંતા કરશો નહીં, બધું જલ્દી સારું થઈ જશે, હવે હિંમત ન હારશો. ત્રીજા યુઝરેએ લખ્યું કે, મહિલાઓ સાથે આવું વર્તન સહન ન કરવું જોઈએ, ચાલો આપણે બધા અભિનેત્રી માટે અવાજ ઉઠાવીએ. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Entertainment: પ્રેમમાં દગો, બ્રેકઅપ પછી ગર્લફ્રેન્ડને નફરત? અભિનેતાએ કહ્યું - હૃદયમાં...


