Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tanya Mittal controversy : અંબાણી સાથે કરે છે પોતાની તુલના, તાન્યા મિત્તલ બોલી, 7 સ્ટાર હોટેલથી પણ મોટુ છે મારું ઘર, 5 નોકર અને...

બિગ બોસ 19'ની કન્ટેસ્ટન્ટ તાન્યા મિત્તલ તેના ઘર વિશે મોટી મોટી વાતો કરતા જ વાયરલ થઈ. લોકો તેને જૂઠી ગણાવી રહ્યા છે.
tanya mittal controversy   અંબાણી સાથે કરે છે પોતાની તુલના  તાન્યા મિત્તલ બોલી  7 સ્ટાર હોટેલથી પણ મોટુ છે મારું ઘર  5 નોકર અને
Advertisement
  • બિગબોસ 19ની કન્ટેસ્ટન્ટ્સ તાન્યા મિત્તલનો વધુ એક વિવાદ (Tanya Mittal controversy )
  • પોતાની જાતને અંબાણી સાથે સરખાવતા લોકો ભડક્યા
  • લોકોએ તાન્યા મિત્તલને એકદમ જૂઠી કહીને રોષ ઠાલવ્યો
  • પોતાની પાસે 7 સ્ટારથી મોટુ ઘર છે તેવો કર્યો હતો દાવો

Tanya Mittal controversy  : બિગ બોસ 19 સિઝન તેના અનોખા કન્ટેસ્ટન્ટ્સને કારણે ચર્ચામાં છે, જેમાં સૌથી વધુ ધ્યાન તાન્યા મિત્તલ ખેંચી રહી છે. એક તરફ તે પોતાને 'સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુએન્સર' ગણાવે છે, જ્યારે બીજી તરફ તેના બોલ્ડ લુક અને જીવનશૈલીને કારણે તે ટીકાનો શિકાર બની રહી છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે તેના ઘર વિશે મોટી મોટી વાતો કરી રહી છે, જેને કારણે લોકો તેને 'નકલી પર્સનાલિટી' ગણાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @mriidul_bb

Advertisement

તાન્યાએ તેના ઘરને 'ધરતી પરનું સ્વર્ગ' ગણાવ્યું (Tanya Mittal controversy )

વાયરલ વીડિયોમાં અન્ય કન્ટેસ્ટન્ટ નીલમ ગિરી તાન્યાને તેના ઘર વિશે પૂછે છે. આના જવાબમાં તાન્યા કહે છે કે, "મારું ઘર ધરતી પરનું સ્વર્ગ છે, સપના જેવું... જો તમે બહાર કોઈ 5 કે 7 સ્ટાર હોટેલમાં પણ જાવ, તો તે મારા ઘર સામે સસ્તી લાગશે. તમને એવું લાગશે કે તમે ક્યાં આવી ગયા છો." તે વધુમાં જણાવે છે કે તેના કપડાં માટે એક આખો ફ્લોર છે, જે 2500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તાન્યા અહીં જ અટકતી નથી, તે કહે છે કે તેના દરેક ફ્લોર પર 5 નોકરો, કિચન સ્ટાફ અને 7 ડ્રાઈવરો રહે છે.

Advertisement

વીડિયો જોયા બાદ લોકોએ તાન્યાને 'જૂઠી' ગણાવી

તાન્યાના આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સની લાંબી કોમેન્ટ્સની લાઈન લાગી ગઈ છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, "બસ કર બેન, પોતાને અંબાણી સમજી રહી છે કે શું?" જ્યારે બીજા યુઝરે લખ્યું, "ખબર નહીં તેના ઘરવાળા તેને કેવી રીતે સહન કરી રહ્યા છે." એક અન્ય યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, "મારું ઘર તેની ઘરની સામે જ છે. નીચે કેનરા બેંક છે. તેનું ઘર સાવ સામાન્ય છે, આ બધું જૂઠું બોલી રહી છે." તાન્યાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ બલરાજ પણ તેને જૂઠી ગણાવી ચૂક્યા છે. લોકો તાન્યાની આ વાતને જોરદાર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :   Sara Tendulkar viral photos : સારા તેંડુલકરનો 'ખાસ' મિત્ર કોણ? શુભમન ગિલનું પત્તુ કપાયુ?

Tags :
Advertisement

.

×