Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tanya Mittal Marriage : શું બિગ બોસ 19 તાન્યાના લગ્ન નક્કી થયા? વાયરલ વીડિયો

બિગ બોસ 19ની સ્પર્ધક તાન્યા મિત્તલના લગ્ન વિશે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં તેના લગ્ન વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે.
tanya mittal marriage   શું બિગ બોસ 19 તાન્યાના લગ્ન નક્કી થયા  વાયરલ વીડિયો
Advertisement
  • બિગબોસની સ્પર્ધક તાન્યા મિત્તલના લગ્ન નક્કી (Tanya Mittal Marriage)
  • તાન્યા અને તેની મિત્ર નીલમની વાતચીત વાયરલ
  • વાયરલમાં તે કરવા ચોથનું વ્રત કરશે તેવી કરી વાત
  • હું સારા વરની પ્રાપ્તિ માટે વ્રત કરીશ : તાન્યા
Tanya Mittal Marriage : બિગ બોસ 19ની સ્પર્ધક તાન્યા મિત્તલ તેના બિન્દાસ અંદાજ અને બોસ લેડીની છબીને કારણે ચર્ચામાં છે. ઘરમાં તે અવારનવાર પોતાની અંગત જિંદગી અને પ્રેમ સંબંધો વિશે ખુલાસા કરતી જોવા મળે છે. તાજેતરમાં, તાન્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્નની તારીખ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે.
વીડિયોમાં તાન્યા તેની મિત્ર નીલમ સાથે વાત કરતી જોવા મળે છે. તે કહે છે કે તે કરવા ચોથનું વ્રત કરશે. આ સાંભળીને નીલમ તેને પૂછે છે કે હજુ તો તારા લગ્ન નથી થયા, તો વ્રત કેમ? ત્યારે તાન્યા જવાબ આપે છે કે, 'આ વ્રત સારા વરની પ્રાપ્તિ માટે પણ કરવામાં આવે છે.'

શું તાન્યાના લગ્ન નક્કી થઈ ગયા છે? (Tanya Mittal Marriage)

આ જ વીડિયોમાં તાન્યા એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળે છે, જે તેના લગ્ન વિશે ભવિષ્યવાણી કરે છે. તાન્યા તે વ્યક્તિને કહે છે કે બે વાર દિલ તૂટ્યા પછી તેને લગ્ન પરથી ભરોસો ઉઠી ગયો છે. જેના જવાબમાં તે વ્યક્તિ કહે છે કે, 'ના, એવું નથી, તમારા લગ્ન થશે અને ચોક્કસ થશે.' આ સાંભળીને તાન્યા તેને પૂછે છે કે તેના લગ્ન ક્યારે થશે?

આ વર્ષે થશે તાન્યાના લગ્ન!

સામે બેઠેલા તે વ્યક્તિ અરવિંદ સૂદ દાવો કરે છે કે, 'તમારા લગ્ન આવતા વર્ષે એટલે કે 2026ના ફેબ્રુઆરીથી ડિસેમ્બરની વચ્ચે થઈ જશે.' આ સાંભળીને તાન્યા શરમાઈ જાય છે અને હસતા હસતા કહે છે, 'હું એ પણ જોવડાવીશ કે મારો થનાર પતિ કેવો હશે અને કોણ કોણ મારી સાથે ઝઘડો કરશે.' તાન્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

યુઝર્સે કેવી પ્રતિક્રિયા આપી?

વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, "તાન્યા તો કહે છે કે તેને માત્ર એક જ વ્યક્તિ ગમે છે, હવે જોઇએ કે શું તે લગ્ન કરશે કે નહીં." બીજા યુઝરે લખ્યું, "અમને પણ જોવાની ઉત્સુકતા છે કે તાન્યા મિત્તલનો થનાર પતિ કેવો હશે."
Advertisement
Tags :
Advertisement

.

×