'તે સિંગલ...' પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel? એક્ટ્રેસે તોડ્યું મૌન
- પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel
- પાકિસ્તાની એક્ટર અફેર અંગે કર્યો ખુલાસો
- અમીષા હવે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે
Ameesha Patel:અમીષા પટેલે વર્ષ 2000માં ફિલ્મ (Ameesha Pate)કહો ના પ્યાર હૈ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.અમીષાની કારકિર્દી એક બ્લોકબસ્ટર ફિલ્મથી શરૂ થઈ હતી અને બીજા જ વર્ષે 2001 માં તેની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ "ગદર: એક પ્રેમ કથા રિલીઝ થઈ.
એક્ટ્રેસ 49 વર્ષની થઈ ગઈ
અમીષાની શરૂઆતની કારકિર્દી સારી રહી હતી પરંતુ પછીથી ફ્લોપ ફિલ્મો પણ આવી.આજે એક્ટ્રેસ 49 વર્ષની થઈ ગઈ છે.પણ તેના હજુ લગ્ન થયા નથી.આ એક્ટ્રેસનું નામ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ સાથે પણ ઘણી ચર્ચામાં છે.જ્યારે અમિષા પટેલને આ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એક્ટ્રેસે કહ્યું કે આ બધી ચર્ચાઓ છે અને તેમાં કોઈ સત્ય નથી
પાકિસ્તાની એક્ટર સાથેના અફેર અંગે અમીષા પટેલનો ખુલાસો
તાજેતરમાં જ અમીષા પટેલે મીડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.આ દરમિયાન અમીષા પટેલને પૂછવામાં આવ્યું કે,ઈમરાન અબ્બાસ નામનો એક પાકિસ્તાની એક્ટર છે. તમારી સાથેના તેના કેટલાક ફોટા વાયરલ થયા અને લોકોએ વાયરલ કરી દીધું કે અમીષા હવે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે.આ પાછળનું કારણ શું છે?
આ પણ વાંચો-Saif Ali Khan: બંધ રૂમમાંથી આ રીતે ભાગ્યો આરોપી, સૈફના સ્ટાફ અંગે નવા ખુલાસા
આના પર અમિષા પટેલે શું કહ્યું
આના પર અમિષા પટેલે કહ્યું કે 'આ બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે, શું તમે લગ્ન કરી લીધા?' અમે કાર્યક્રમોમાં મળીએ છીએ, અમે સારા મિત્રો છીએ, જો ભારતની બહાર કોઈ કાર્યક્રમ હોય તો અમે મળીએ છીએ, અમે સારા મિત્રો છીએ, બીજું કંઈ નહીં. લોકોને ફક્ત એક તકની જરૂર હોય છે; જો બે સારા દેખાવવાળા લોકો એકસાથે જોવા મળે છે, તો અફવાઓ શરૂ થાય છે. તે પણ સિંગલ છે, હું પણ સિંગલ છું, તેથી ક્યારેક લોકો એવું જાહેર કરે છે કે કદાચ તેઓ લગ્ન કરશે અને પછી અફવાઓ શરૂ થાય છે, તેથી તેને અફવા કહેવામાં આવે છે.
આ પણ વાંચો-Saif Ali Khan ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, બહેન સોહાએ આપી અપડેટ, કહ્યું- હું ભાગ્યશાળી છું કે...
કોણ છે ઈમરાન અબ્બાસ?
15 ઓક્ટોબર 1982ના રોજ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જન્મેલા ઈમરાન અબ્બાસ પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ અને ટીવીના પોપ્યુલર એક્ટર છે. તેને ફિલ્મ ક્રિએચર 3D (2014) થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું અને ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ (2016) માં પણ જોવા મળ્યો. ઈમરાન અબ્બાસે ઘણી પાકિસ્તાની ફિલ્મો અને સિરીઝ કરી છે, જે ત્યાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઈમરાનને અમીષા પટેલ સાથે ઘણી વખત જોવામાં આવ્યો છે.