તારક મહેતા સીરીયલની ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું, જાણો કેવી રીતે
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TRP ચાર્ટમાં ટોચ પર
- નવું હોરર ટ્રેક દર્શકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડી રહ્યું છે
- નવા હોરર ટ્રેકમાં એક ભૂતની ગોકુલધામ સોસાયટીના સભ્યોને ડરાવી રહી છે
- પોપટલાલ તેના પ્રેમમાં પડી જાય છે
- પ્રેમમાં પડ્યા બાદ પોપટલાલને ખબર પડે છે કે તે ભૂતની છે
- એપિસોડના અંતમાં આ ભૂતની પોપટલાલનું જ પોપટ કરી નાખે છે
Popatlal in big Trouble : લોકપ્રિય ટીવી કોમેડી શો ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ હાલમાં TRP ચાર્ટમાં ટોચ પર છે, અને તેનું નવું હોરર ટ્રેક (horror track) દર્શકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ નવા ટ્રેકમાં, ગોકુલધામ સોસાયટીના સભ્યો રજાઓ ગાળવા માટે એક હવેલીમાં ગયા છે, પરંતુ ત્યાં તેઓ ભૂતની ચકોરીનો સામનો કરી રહ્યા છે. આ ટ્રેકમાં ખાસ કરીને પોપટલાલ (Popatlal) ની વાર્તા ચર્ચાનો વિષય બની છે, કારણ કે તે ભૂતની સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે! શોના નવા પ્રોમોમાં આ રોમાંચક અને રમૂજી ટ્વિસ્ટ (Funny Tweet) બતાવવામાં આવ્યું હતું, જે દર્શકોને હસાવી રહ્યું હતું. પણ શું તમને ખબર છે આ ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું છે. કેવી રીતે આવો જાણીએ.
ભૂતનીનો આતંક અને પોપટલાલની મુસીબત
નવા એપિસોડ્સમાં, ગોકુલધામના રહેવાસીઓ ભૂતની ચકોરીને જોઈને ડરથી હવેલીમાંથી ભાગી જાય છે. જોકે, પોપટલાલ ત્યાં એકલા રહી જાય છે. વાર્તા ત્યારે રસપ્રદ બને છે જ્યારે પોપટલાલ ચકોરીને માનવ સમજીને તેના પ્રેમમાં પડે છે અને લગ્ન માટે પ્રપોઝ કરે છે. પરંતુ ભીડે દ્વારા ખુલાસો થાય છે કે ચકોરી ખરેખર એક ભૂતની છે. આ સમાચારથી પોપટલાલ હક્કાબક્કા રહી જાય છે, પરંતુ તે હવે ચકોરીના ચુંગાલમાં ફસાઈ ચૂક્યો છે. શોમાં ચકોરીનું પાત્ર ભજવતી અભિનેત્રી સ્વાતિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે દુલ્હનના પોશાકમાં જોવા મળે છે અને પોપટલાલને લગ્ન માટે તૈયાર થવા કહે છે.
પોપટલાલના લગ્ન, સપનું કે હકીકત?
પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે ચકોરીના ઉગ્ર સ્વરૂપને જોઈને ગોકુલધામના લોકો ચીસો પાડે છે, પરંતુ પોપટલાલની સ્થિતિ વધુ ખરાબ થાય છે જ્યારે ચકોરી તેની સાથે લગ્નની વાત કરે છે. સ્વાતિ શર્માએ શેર કરેલા એક વીડિયોમાં તે કહે છે, “બધી તૈયારીઓ થઈ ગઈ છે, દુલ્હન તૈયાર છે, વરરાજા તૈયાર છે, બારાતી અને મંડપ પણ તૈયાર છે.” આ દરમિયાન પોપટલાલ ડરથી થરથર કાંપતો જોવા મળે છે અને ભાગવાની વાત કરે છે. એક વાયરલ પોસ્ટમાં પોપટલાલ અને ચકોરીની તસવીરો સાથે બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, “જબ પ્યાર કિયા તો ડરના ક્યા?” આ દ્રશ્યો દર્શકો માટે હાસ્ય અને રોમાંચનું સંયોજન બની રહ્યું છે.
View this post on Instagram
શું ખરેખર પોપટલાલ ભૂતની સાથે લગ્ન કરશે?
આ નવું ટ્રેક દર્શકો માટે રસપ્રદ બની રહ્યું છે, કારણ કે પોપટલાલના લગ્નનો મામલો સપનું છે કે હકીકત, તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. ગત રાત્રિએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભૂતની વાર્તાનો અંતિમ એપિસોડ બતાવવામાં આવ્યો, જેમા ઘણા ખુલાસાઓ થયા અને અહીં પણ પોપટલાલનું પોપટ થઇ ગયું. આ એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે, ભૂતનીની ખરેખર ભૂતની છે જ નહીં તે એક સામાન્ય માણસ જ છે. આ વાતની ખબર પડ્યા બાદ પોપટલાલ તેની સાથે લગ્નના સપનાઓ જોવા લાગે છે અને એપિસોડના અંતમાં તે પોતાની દિલની વાત ચકોરીને કરે છે. આ દરમિયાન ચકોરી કહે છે કે તેના પહેલાથી જ લગ્ન થઇ ચુક્યા છે. અને આ રીતે એકવાર ફરી પોપટલાલનું પોપટ થઇ જાય છે. પોપટલાલને ફરી આવી પરિસ્થિતિમાં જોતા દર્શકો હસવું રોકી શકતા નથી. આ ટ્રેકની લોકપ્રિયતાને જોતા, શોની TRPમાં વધારો થયો છે.
આ પણ વાંચો : ભારતીય ઇન્ફ્લુએન્સર Archita Phukan ના એડલ્ટ સ્ટાર સાથેના ફોટાએ વિવાદનો વંટોળ ઉભો કર્યો


