The Great Indian Kapil Show : ગૌતમ ગંભીરે કપિલ શર્માની ઉડાવી જબરદસ્ત મજાક, એપિસોડનો પ્રોમો થયો વાયરલ
- The Great Indian Kapil Show અત્યારે ઘણા કારણોથી હોટ ફેવરિટ છે
- આ સીઝનમાં Navjot Sidhu ની પણ વાપસી થઈ છે
- ક્રિકેટરવાળા એપિસોડનો પ્રોમો થઈ રહ્યો છે વાયરલ
- ગૌતમ ગંભીરે કપિલ શર્મા પર કરી ધારદાર કોમેન્ટ
The Great Indian Kapil Show : કપિલ શર્મા (Kapil Sharma) ના કોમેડી શોની લેટેસ્ટ સીઝન The Great Indian Kapil Show અત્યારે ઘણા કારણોથી હોટ ફેવરિટ છે. આ સીઝનમાં નવજોત સિધ્ધુ (Navjot Sidhu) ની પણ વાપસી થઈ છે. આ ઉપરાંત આ શોનો આગામી એપિસોડ કે જેમાં ભારતીય ક્રિકેટર આવવાના છે તેનો પ્રોમો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પર કપિલ શર્મા કટાક્ષ કરે છે. જેના જવાબમાં ગૌતમ ગંભીર કપિલ શર્મા પર પણ કોમેન્ટ કરતો જોવા મળે છે. આ કોમેન્ટનો દર્શકો ભરપૂર આનંદ લઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ ઋષભ પંત, અભિષેક શર્મા, યુઝવેન્દ્ર ચહલ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' સીઝન 3 ના આગામી એપિસોડમાં જોવા મળવાના છે. પ્રોમોમાં ક્રિકેટરો અને કપિલ વચ્ચેની મજેદાર વાતચીત જોઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. પ્રોમોમાં કપિલ શર્મા (Kapil Sharma) એ મજાકમાં પૂછ્યું, 'ડ્રેસિંગ રૂમનો સીન કેવો છે? શું ગૌતમ ભાઈ તમારા બધા સાથે ગંભીર છે?' ઋષભ પંત હસતા હસતા જવાબ આપે છે, 'જ્યારે મેચમાં ઉતાર-ચઢાવ હોય છે, ત્યારે આપણે બધા ટેન્શનમાં આવી જઈએ છીએ. તેમાં કંઈ મોટું નથી.' ગૌતમ ગંભીરે આ પ્રસંગે કપિલ પર પણ કટાક્ષ કરવાની તક ઝડપી લીધી. ગૌતમ ગંભીરે રમુજી રીતે જવાબ આપતા જણાવ્યું કે, જ્યારે તમારો શો સારો નથી ચાલતો, ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
આ પણ વાંચોઃ શું તમે પણ યૌવન ટકાવી રાખવા ખાઓ છો Anti Aging Medicines? તો થઇ જજો સાવધાન!
ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો
આ એપિસોડના પ્રોમોમાં ગૌતમ ગંભીરે મેદાન પર પોતાના વર્તન વિશે ખુલાસો આપ્યો છે. ગંભીરે ક્યું કે, લોકો ઘણીવાર કહે છે કે હું મેદાન પર લડું છું. પણ હું કોના માટે લડી રહ્યો છું? તે ક્યારેય મારા માટે નથી - તે મારા દેશ માટે છે. દર્શકો આ પાવર-પેક્ડ એપિસોડ માટે પહેલાથી જ ઉત્સાહિત છે.
શા માટે સીઝન 3 બની રહી છે લોકપ્રિય ?
કપિલ શર્માના કોમેડી શોની લેટેસ્ટ સીઝન The Great Indian Kapil Show અત્યારે ઘણા કારણોથી હોટ ફેવરિટ છે. આ સીઝનમાં નવજોત સિધ્ધુની પણ વાપસી થઈ છે. અર્ચના પૂરણસિંહ સાથે નવજોત સિધ્ધુ પણ મહેમાનો સાથે મજાક મશ્કરી કરીને માહોલ જમાવે છે. તેમાંય ક્રિકેટ સ્ટાર્સ અને કપિલ શર્માએ કરેલ મજાક મસ્તીવાળા એપિસોડની દર્શકોમાં ખૂબ ઈન્તેજારી છે.
આ પણ વાંચોઃ ગ્લેમરસ ખુશી મુખર્જીએ ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું,'મારે કેટલું બતાવવું....!'


