Game Changer: રામ ચરણની ફિલ્મ 'Game Changer' ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર
- રામ ચરણ હાલમાં ગેમ ચેન્જરની રિલીઝને લઈને ચર્ચામાં
- ફિલ્મનું ટ્રેલર સાંજે 5:04 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે
- ગેમ ચેન્જરની એડવાન્સ બુકિંગ વિદેશમાં પણ શરૂ થઈ
Game Changer Trailer Release Date: સાઉથના ફેમસ અભિનેતાઓમાંના એક રામ ચરણ (ram charan)હાલમાં તેની નવી ફિલ્મ ગેમ ચેન્જર(Game Changer)ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હવે નવા વર્ષના અવસર પર, નિર્માતાઓએ તેની રિલીઝની તારીખ અને સમય જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.
નિર્માતાએ પોસ્ટ કરી
નિર્માતાઓએ ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સને તેની રિલીઝની તારીખ અને સમય જણાવીને નવા વર્ષની ભેટ આપી છે. ફિલ્મના નિર્માતાએ જણાવ્યું છે કે ટ્રેલર આ નવા વર્ષમાં ચાહકો માટે ભેટ તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-સૌથી હિંસક ફિલ્મ 'માર્કો'એ દર્શકોના દિલ જીત્યા, ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ
ગેમ ચેન્જરનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?
પ્રોડક્શન હાઉસ વેંકટેશ્વર ક્રિએશને X પર ફિલ્મને લઈને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે ગેમ ચેન્જરના ટ્રેલર રિલીઝ વિશે જણાવ્યું છે જે 2 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યું છે. નિર્માતાઓએ રિલીઝના સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. હા, ફિલ્મનું ટ્રેલર સાંજે 5:04 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. આ સમાચારથી અભિનેતાના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગેમ ચેન્જરની એડવાન્સ બુકિંગ વિદેશમાં પણ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો-Squid Game season 2: એક ચૂક જિંદગીનો ખેલ ખતમ! 93 દેશોમાં નંબર 1 પર ચાલી રહી છે આ લેટેસ્ટ સીરિઝ
થોડા સમય પહેલા વિજયવાડામાં ફિલ્મની એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મ મેકર દિલ રાજુએ કહ્યું હતું કે, 'ગેમ ચેન્જર' ની પ્રી-રીલીઝ ઈવેન્ટ ઇતિહાસ રચશે. આ સાથે કહ્યું કે, અમેરિકામાં ઈવેન્ટની સફળતા બાદ અમે તેલુગુ રાજ્યોમાં એક મોટો ઈવેન્ટ આયોજિત કરવાનું વિચારી રહ્યા છીએ, જેમાં આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી શક્યતા છે.