ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shefali Jariwalaનો પહેલો પતિ હતો આ ફેમસ સિંગર, જાણો કેમ લીધા છૂટાછેડા?

શેફાલી અને હરમીતના લગ્ન થયા હતા 2009માં તેમના છૂટાછેડા થયા હતા શેફાલીએ હરમીત પર ગંભીર આરોપો લગાવ્યા   Shefali Jariwala Passes away :કાંટા લગા'થી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું (Shefali Jariwala Passes away)શુક્રવારે 27 જૂનના રોજ હાર્ટ એટેકથી નિધન...
04:35 PM Jun 28, 2025 IST | Hiren Dave
શેફાલી અને હરમીતના લગ્ન થયા હતા 2009માં તેમના છૂટાછેડા થયા હતા શેફાલીએ હરમીત પર ગંભીર આરોપો લગાવ્યા   Shefali Jariwala Passes away :કાંટા લગા'થી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું (Shefali Jariwala Passes away)શુક્રવારે 27 જૂનના રોજ હાર્ટ એટેકથી નિધન...
Shefali Jariwala Passed Away

 

Shefali Jariwala Passes away :કાંટા લગા'થી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું (Shefali Jariwala Passes away)શુક્રવારે 27 જૂનના રોજ હાર્ટ એટેકથી નિધન થયું છે. તે ફક્ત 42 વર્ષની હતી અને અચાનક નિધન થતાં ફેન્સ સહિત ટીવીના સ્ટાર આઘાતમાં છે. અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો, તેણે બે લગ્ન થયા હતા અને તેનું પહેલું લગ્ન તૂટી ગયું હતું.

શેફાલીના પતિ હરમીત સિંહ કોણ હતા ?

પરાગ ત્યાગી સાથે લગ્ન કરતા પહેલા શેફાલી જરીવાલાના લગ્ન ફેમસ સંગીત બ્રાન્ડ 'મીટ બ્રધર્સ' ના સભ્ય હરમીત સિંહ સાથે થયા હતા. 25 ઓગસ્ટ 1980 ના રોજ જન્મેલા હરમીતને 'હેરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતમાં નામ બનાવતા પહેલા તેમણે 'કહાની ઘર ઘર કી', 'કુસુમ', 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' અને 'શગુન' જેવા પ્રખ્યાત ટીવી શોમાં કામ કર્યું હતું. , તેમણે તેમના ભાઈ મનમીત સાથે મીટ બ્રધર્સ તરીકે ખ્યાતિ મેળવી હતી.

આ પણ  વાંચો -Shefali Jariwala Passes away : 'કાંટા લગા ગર્લ' ને વર્ષોથી એક બીમારીએ પરેશાન કરી હતી, ઇન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો

શેફાલી અને હરમીતના લગ્ન કેમ તૂટ્યા ?

શેફાલી અને હરમીતના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. 2009માં તેમના છૂટાછેડા થયા હતા. અલગ થયા બાદ શેફાલીએ હરમીત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણીએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં હરમીત પર હુમલો અને દુર્વ્યવહારનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. તેણીએ એમ પણ કહ્યું હતું કે હરમીતે તેણીને જાણ કર્યા વિના તેમના સંયુક્ત બેંક ખાતામાંથી લગભગ 12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

આ પણ  વાંચો -શેફાલી જરીવાલાનો અંતિમ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ

શેફાલી જરીવાલાના પહેલા લગ્ન કેમ તૂટ્યા?

શેફાલીએ 2021માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી પ્રશંસા કરવામાં આવી રહી નથી. બધી હિંસા શારીરિક નથી હોતી. ઘણી બધી માનસિક હિંસા પણ હોય છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ નાખુશ છો. તેણીએ કહ્યું હતું કે, મને લાગે છે કે હું સ્વતંત્ર હોવાથી (છૂટાછેડાનો) નિર્ણય જાતે લઈ શકી. હું મારા પોતાના પૈસા કમાતી હતી. આપણા દેશમાં સૌથી મોટો ડર સમાજથી છે. હું મારા જીવનમાં આવા પગલાં લઈ શકી અને મને મજબૂત સમર્થન મળ્યું.હરમીત સિંહ હવે સુનૈના સિંહ સાથે લગ્ન કરી ચૂક્યા છે જેની સાથે તેમને એક પુત્ર પણ છે. આ દરમિયાન શેફાલીએ 2014 માં પરાગ ત્યાગી સાથે પણ લગ્ન કર્યા હતા.

Tags :
harmeet singh songsharmet singh and shefali jariwalaShefali Jariwalashefali jariwala familyshefali jariwala interesting factsShefali Jariwala Newswhat does harmeet singh dowho is harmeete singhwho is shefali jariwala first husband
Next Article