Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર 2 જ દિવસમાં BAD NEWZ ફિલ્મ માટે આવી આ 'GOOD NEWS'

TAUBA TAUBA ગીતના ખૂબ જ લોકપ્રિય બન્યા બાદ હવે આખરે ફિલ્મ BAD NEWZ સિનેમાઘરોમાં લાગી ચૂકી છે. વિકી કૌશલ. તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ આવતાની સાથે જ છવાઈ ગઈ છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે....
માત્ર 2 જ દિવસમાં bad newz ફિલ્મ માટે આવી આ  good news
Advertisement

TAUBA TAUBA ગીતના ખૂબ જ લોકપ્રિય બન્યા બાદ હવે આખરે ફિલ્મ BAD NEWZ સિનેમાઘરોમાં લાગી ચૂકી છે. વિકી કૌશલ. તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ આવતાની સાથે જ છવાઈ ગઈ છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મે પહેલા દિવસે જ એટલી કમાણી કરી હતી કે તે ફિલ્મ વિકી કૌશલની સૌથી સારી ઓપનઇંગ મેળવાનરી ફિલ્મોમાની એક બની ગઈ હતી. માત્ર બે દિવસમાં જ ફિલ્મની કમાણી એટલી થઈ ચૂકી છે કે તેને આપણે hit ઘોષિત કરી શકીએ છીએ. ચાલો જાણીએ ફિલ્મે કેટલી કરી કમાણી

માત્ર 2 જ દિવસમાં કરી ધૂમ કમાણી

Advertisement

મળતા અહેવાલોના અનુસાર, BAD NEWZ ફિલ્મે તેના પહેલા દિવસે 8.3 કરોડ રૂપિયાના કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આ સાથે આ ફિલ્મ વિકી કૌશલની સૌથી વધુ ઓપનર બની ગઈ છે. ફિલ્મની બીજા દિવસની કમાણીમાં આપણને ઘણો વધારો જોવા મળ્યો છે. વીકેન્ડ હોવાને કારણે તેનો લાભ ફિલ્મને મળ્યો છે. બીજા દિવસે ફિલ્મે 9.75 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે. એટલે કે BAD NEWZ એ બે દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 18.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Advertisement

BAD NEWZ નું નિર્દેશન આનંદ તિવારી દ્વારા કરાયું

આ ફિલ્મની કમાણીએ બે જ દિવસમાં 20 કરોડની કમાણી કરીને વિકી કૌશલની બીજી ફિલ્મો જેવી કે સેમ બહાદુર,રાઝી અને જરા હટકે જરા બચકેને પાછળ છોડી છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ વિકી કૌશલ સ્ટારર ફિલ્મ BAD NEWZ નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે એનિમલ ફેમ તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક જોવા મળે છે.

આ પણ વાંચો : Hardik-Natasha Divorce: હાર્દિક-નતાશાના છુટાછેડાનું કારણ શું આ 25 વર્ષની અભિનેત્રી છે?

Tags :
Advertisement

.

×