Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા માછલી અને ઝીંગા વેચતી હતી

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના આજે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયી પર કઇંક ને કંઇક પોસ્ટ કરતી રહે છે. ટ્વિંકલ ખન્નાના ફેન આજે પણ તેને સોશિયલ મીડિયામાં લાઇક કરે છે. જોકે, તેના વિશે તેના ફેન માત્ર એટલું...
બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા માછલી અને ઝીંગા વેચતી હતી
Advertisement

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના આજે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયી પર કઇંક ને કંઇક પોસ્ટ કરતી રહે છે. ટ્વિંકલ ખન્નાના ફેન આજે પણ તેને સોશિયલ મીડિયામાં લાઇક કરે છે. જોકે, તેના વિશે તેના ફેન માત્ર એટલું જ જાણતા હશે કે તે એક સમયે અભિનેત્રી હતી અને તે અક્ષય કુમારની પત્ની છે, પરંતુ હવે અમે જે જણાવીશું તે જાણીને તેના ફેન ચોક્કસપણે ચોંકી જશે. તેણે તાજેતરમાં પોતાના જીવનનું એક રહસ્ય જાહેર કર્યું છે.

CA બનવા માંગતી હતી, માછલી અને ઝીંગા વેચ્યા...

Advertisement

સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ તેના શો TweakIndia માં પોતાના જીવનને લઇને મોટ ખુલાસો કર્યો છે. ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે, તે એક સમયે માછલી અને ઝીંગા વેચતી હતી. તેને જોઈને લોકો પૂછતા હતા કે તમે માછીમાર છો? ટ્વિંકલ ખન્નાએ વધુમાં જણાવ્યું કે, બાદમાં તેણે ઈન્ટીરીયર ડેકોરેટર તરીકે પણ કામ કર્યું. તેણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતી હતી, તેથી તેણે એક સાથે CA ની પરીક્ષા માટે અરજી કરી હતી. પરંતુ આ દરમિયાન ટ્વિંકલ પાસે ફિલ્મોની ઓફર આવવા લાગી. ત્યારબાદ માતા ડિમ્પલ કાપડિયાએ ટ્વિંકલને કહ્યું કે છોકરીઓ માટે પૈસા કમાવવાનો આ યોગ્ય સમય છે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે તેના શો TweakIndiaમાં આ વાતનો ખુલાસો કર્યો હતો જેમાં એક્ટર જોની લીવર પહોંચ્યા હતા. આ શોમાં અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો.

Advertisement

કેવી રહી છે ટ્વિંકલની કારકિર્દી ?

ઉલ્લેખનીય છે કે, ટ્વિંકલ ખન્ના બોલિવૂડની અભિનેત્રી રહી ચુકી છે. તેની ફિલ્મી કારકિર્દી બરસાતથી શરૂ થઈ હતી. બોબી દેઓલની પણ આ પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ તે અજય દેવગન સાથે જાન ફિલ્મમાં જોવા મળી હતી. તેણીએ ફિલ્મફેર ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ જીત્યો હતો. આગામી ફિલ્મ દિલ તેરા દિવાના હતી. 1997માં તે ફરીથી અજયની સામે ઈતિહાસમાં જોવા મળી. 1998માં તે સલમાન ખાન સાથે જબ પ્યાર કિસી સે હોતા હૈમાં જોવા મળી હતી. 1999 માં, તેણી તેના ભાવિ પતિ અક્ષય કુમારની સામે આંતરરાષ્ટ્રીય ખિલાડીમાં જોવા મળી હતી. તે વર્ષે તેની ઝુલ્મી ફિલ્મ પણ આવી હતી. તે જ વર્ષે તે તેલુગુ ફિલ્મ સીનુમાં દગ્ગુબતી વેંકટેશ સાથે જોવા મળી હતી. બાદશાહ, જોરુ કા ગુલામ અને જોડી નંબર વન તેમની અન્ય સફળ ફિલ્મો હતી.

આ પણ વાંચો - રોશનભાભીએ SHOW ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×