Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ જાણીતી Actress એ પતિ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, લગાવ્યા ગંભીર આરોપ

અભિનેત્રી (Actress) દલજિત કૌર છેલ્લા ઘણા સમયથી પતિ નિખિલ પટેલ સાથેનાં વિવાદને લઈ ચર્ચામાં છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અત્રિનેત્રી દલજિત કૌરે (Daljit Kaur) તેના પતિ નિખિલ પટેલ વિરુદ્ધ FIR નોંધાવી છે. તેણીએ નિખિલ પટેલ પર...
આ જાણીતી actress એ પતિ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ  લગાવ્યા ગંભીર આરોપ
Advertisement

અભિનેત્રી (Actress) દલજિત કૌર છેલ્લા ઘણા સમયથી પતિ નિખિલ પટેલ સાથેનાં વિવાદને લઈ ચર્ચામાં છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અત્રિનેત્રી દલજિત કૌરે (Daljit Kaur) તેના પતિ નિખિલ પટેલ વિરુદ્ધ FIR નોંધાવી છે. તેણીએ નિખિલ પટેલ પર ક્રૂરતા અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, અભિનેત્રીએ 2 ઓગસ્ટે મુંબઈનાં (Mumbai) આગ્રિપાડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દલજિતે નિખિલ પર ક્રૂરતા અને ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, 2 ઓગસ્ટે જ્યારે નિખિલ પટેલ (Nikhil Patel) મુંબઈ પહોંચ્યો ત્યારે તે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - ફિલ્મ આપવાના બહાને હોટેલમાં બોલાવી અને કહ્યું - 'બિકની પહેરીને..

Advertisement

અગાઉ નિખિલ પટેલે અત્રિનેત્રી પર ઉત્પીડનનો લગાવ્યો હતો આરોપ

જણાવી દઈએ કે અગાઉ પણ દલજિત કૌરે તેના પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી હતી. અભિનેત્રીએ જૂન મહિનામાં નિખિલ સામે નૈરોબી સિટી કોર્ટનો (Nairobi City Court) સંપર્ક કર્યો હતો અને પટેલને કેન્યામાં તેના અથવા તેના પુત્રને તેમના ઘરમાંથી બહાર કાઢવાથી રોકવા માટે સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. નોંધનીય છે કે નિખિલે એક્ટ્રેસને લીગલ નોટિસ પણ મોકલી હતી અને તેના પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો - MONALISA ના બોલ્ડ ટુવાલ લુકે SOCIAL MEDIA માં મચાવી તબાહી

દલજિત અને નિખિલ પટેલના માર્ચ 2023માં થયા હતા લગ્ન

દલજિત કૌર (Actress Daljit Kaur) અને નિખિલ પટેલના લગ્ન માર્ચ, 2023 માં થયા હતા. જો કે, લગ્નનાં 10 મહિના પછી જ બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. નિખિલે પણ મે મહિનામાં તેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. શુક્રવારે નિખિલના જન્મદિવસ પર દલજિત કૌરે તેના લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણીએ નિખિલ પર તેને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો - ફિલ્મ પ્રેમીઓ માટે ધમાકેદાર હશે AUGUST નો મહિનો, RELEASE થશે આ મોટી ફિલ્મો

Tags :
Advertisement

.

×